સુતા પહેલા અપનાવો આ 6 “બ્યુટી હેક્સ”, ત્વચા થઇ જશે એકદમ મસ્ત…

13

દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ચાહત હોય છે. એ વાત અલગ  છે મનની સુંદરતા તનની સુંદરતા કરતા વધુ મહત્વની છે. પરંતુ પોતાની ચામડીનું ધ્યાન રાખવું પણ તમારી ફરજમાં આવે છે જેથી તમે સુંદર અને ફ્રેશ જોવા મળો. મોટાભાગે બદલાતા વાતાવરણની ખરાબ અસર ચામડી પર પડે છે તે અંદર બહારથી તમારી ચામડીની સુંદરતા છીનવી શકે છે. જો આખા દિવસમાં સમય મળતો નથી તો રાત્રે સુતા પહેલા આ 6 કામ જરૂર કરો અને જુઓ ફેરફાર.

બ્રશ

રાત્રે સુતા પહેલા બ્રશ કરવું ખુબ જ જરૂરી હોય છે. રાત્રે જમતા પહેલા જો તમે બ્રશ કર્યા વગર ઊંઘી જાવ છો તો તમારા દાંત પર જીવાણું હુમલો કરવાનું શરુ કરી દે છે. જેના કારણે તમારા દાંત ખરાબ શકે છે. એટલે સુતા પહેલા બ્રશ કરવું જરૂરી છે.

સુતા પહેલા સ્નાન કરો

રાત્રે સુતા પહેલા સ્નાન કરો. એવું કરવાથી તમારા શરીર પર જમા થયેલી આખા દિવસની ગંદકી દુર થાય છે અને તમારી ચામડી ફ્રેશ થઇ જાય છે. સ્નાન કરવાના પાણીમાં અડધો કલાક પહેલા ગુલાબની પાંખડી નાખી દો. તે પાણીથી સ્નાન કરવાથી તમે ફ્રેશ થઇ જશો.

વાળ ઓળી લો

સુતા પહેલા તમારા વાળ ઓળવી લો. તેનાથી તમારા વાળ સવારે ઓછા ગુંચવાશે અને ઓછા તૂટશે.

શરીર પર મોઈશ્ચરાઈઝર

સુતા પહેલા આખા શરીર પર મોઈશ્ચરાઈઝર લગાડવાનું ન ભૂલો. એનાથી ચામડી ભેજવાળી રહે છે અને સવારે ઉઠતા તમારી ચામડી ખુબ ચુસ્ત લાગશે નહિ.

હળદરવાળું દૂધ

સુતા પહેલા હળદરવાળું દૂધ જરૂર પીવો. એનાથી તમારા શરીરના જેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે જેનાથી લોહી ચોખ્ખું થઇ જાય છે. હળદરવાળું દૂધ પીવાથી તમારી ચામડી પણ નીખરી જાય છે.

ક્રીમથી મસાજ કરો

આખો દિવસ આપણા મગજની સાથે સાથે આપણી આંખો ખુબ જ કરે છે. એવામાં આંખોની દેખરેખ રાખવી જરૂરી બની જાય છે. સુતા પહેલા પોતાની આંખો ચારેબાજુ ક્રીમથી મસાજ જરૂર કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment