સર્જીકલ સ્ટ્રાઈક નહી ખતમ કરો આ ચાર આતંકવાદીઓને, આતંકવાદ આપ મેળે સાફ થઈ જશે…

37

પુલવામા થયેલો આતંકી હુમલો અને આપણા ભારતીય જવાનોની શહીદી, એનો બદલો આખિર શું હોઈ શકે? પુરી હુમલા પછી આપણે લાઇન ઓફ કન્ટ્રોલ એટલે કે એલ.ઓ.સી. પાર કરીને આતંકવાદીઓને નિશાન બનાવીને ભારતીય સૈનિકોએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. એવું માનવામાં આવતું હતું કે, બીજી વાર આ આતંકવાદીઓ હુમલો કરવાનું જોખમ કરશે નહીં. આવું કરવું તેમના માટે જોખમ ભરેલું રહેશે. આમ જુઓ તો આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને આ આતંકવાદનો હલ નીકળી શકશે નહીં. હુમલા પછી પણ આતંકવાદીઓના બીજા કેમ્પ પણ શરૂ થશે અને નવા આતંકવાદીઓ તે કેમ્પમાં સામેલ થશે. તો પછી આ આતંકવાદનો શું છે બદલો? જવાબ છે? ઓપરેશન ફોર એટલે કે પાકિસ્તાનની પીઠમાં રહેલા આ ચાર આતંકવાદીઓનો ખાત્મો કે જેવો માસૂમ બાળકોને આતંકવાદીઓ બનાવીને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે મોકલે છે.

આવા આતંકવાદી હુમલાઓ ન થાય તે માટે આતંકવાદીઓને નહીં પણ જેઓ આતંકવાદ ફેલાવે છે તેવા તેમના આકાઓનો  ખાત્મો કે સફાયો કરવો ખાસ જરૂરી છે. અને આ આશાઓ છે મસૂદ અઝહર, હાફિસ સૈયદ અલાઉદ્દીન અને દાઉદ ઈબ્રાહીમ. આ એવા ચાર નામ છે જેઓએ અલગ-અલગ સ્વરૂપમાં આતંકવાદના હજારો ચહેરાઓને આપણા દેશમાં મોકલ્યા છે. સવાલ એ થાય છે કે તો પછી આતંકવાદીઓના આ આકાઓ પાસે પહોંચી કેવી રીતે શકાય? કે પછી તેમના મુખ્ય રહેઠાણ એવા આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘૂસીને તેમનો હિસાબ-કિતાબ પૂરો કરવામાં આવે અને પાકિસ્તાનના ખોળામાં રહેતા આ લોકો પાકિસ્તાનમાં ક્યાં સ્થળો પર રહે છે ? તો ચાલો આજે અમે તમને આતંકીઓના આ મુખ્ય ચાર આકાઓ  વિષે ખાસ વાત જણાવીએ.

ટાર્ગેટ નંબર 1 : મસૂદ અઝહર

આતંકી સંગઠન : જૈશ એ મોહમ્મદ. તેમનું રહેઠાણ : બહાવલપુર અને કરાચી. જૈશ એ મોહમ્મદનું કામ : સામાજિક સંગઠનના નામ પર આતંકીઓને તૈયાર કરવા.

ટાર્ગેટ નંબર 2 : હાફિઝ સઈદ

ઓળખાણ : આંતરરાષ્ટ્રીય જાહેર કરેલ આતંકવાદી. તેમના માથા પર ઈનામ લગભગ ૭૦ કરોડ. આતંકી સંગઠન : લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા. રહેઠાણ : જૌહર ટાઉન લાહોર. હાફિઝ સૈયદ અને તેમના આતંકી સંગઠનનું કામ કાશ્મીરને આઝાદીના નામ પર લોકોને ગુમરાહ કરવા દંગા ફસાદ કરવા માટે લોકોને ભડકાવવા અને આતંક ફેલાવવાનું કામ કરવું. આ સંગઠનને સંરક્ષણ કોણ આપે છે? : પાકિસ્તાન સરકાર પાકિસ્તાની પ્રમુખ ઇમરાન ખાન પાકિસ્તાની સેના અને આઈ.એસ.આઈ. સંસ્થા.

ટાર્ગેટ ગેટ નંબર 3 : સૈયદ સલાઉદ્દીન

ઓળખાણ : આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર. તેમનું આતંકી સંગઠન : હઝ્બુલ અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ. તેમનું રહેઠાણ : પી. ઓ. કે. એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર. આ સંગઠનનું મુખ્ય કામ : કાશ્મીરને આઝાદીનાં નામ પર આતંકી હુમલાઓ કરાવવા. સંરક્ષણ પાકિસ્તાની પ્રમુખ ઈમરાન ખાન પાકિસ્તાની સેના અને અને આઈ.એસ.આઈ.

ટાર્ગેટ નંબર 4 : દાઉદ ઈબ્રાહીમ

પરિચય : આંતરરાષ્ટ્રીય માફિયા ડોન. મુંબઈમાં સીરીયલ બોમ્બ ધડાકાનો મુખ્ય ગુનેગાર. હાલનું રહેઠાણ : કલીફટન રોડ, કરાચી. મુખ્ય કામ : પાકિસ્તાન સહિત કેટલાય દેશમાં ગેરકાનૂની ગતિવિધિઓ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment