દેશના મોટા આતંકવાદી હુમલાને ધ્યાનમાં લઈને આ રીતે લગ્નમાં કર્યા ફેરફાર – સલામ આપ્યા વગર નહિ રહો…

67

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત સિટીમાં વસતા શેઠ પરિવાર અને દેવશી માણેક પરિવારને ત્યાં આજે એટલે કે ૧૫ તારીખે લગ્નનો પ્રસંગ હતો અને આ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ થવાનો હતો પણ ગઈ કાલના આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવતા અને આ હુમલામાં શહીદોનો શોક દર્શાવતા આ પરિવારે તાત્કાલિક એવો નિર્ણય લીધો કે આ લગ્નમાં આટલો ખર્ચ કરી ઉજવણી કરવાને બદલે થનારો આ ખર્ચ શહીદોના પરિવારોને આપવાનો નિર્ણય લીધો છે.

જમ્મુ કાશ્મીરમાં આવેલા પુલાવામામાં ગુરુવારે થયેલ આતંકી હુમલામાં CRPF નાં લગભગ 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના આતંકીઓએ શ્રીનગર જમ્મૂ હાઇવે પર અવંતીપોરા વિસ્તારમાં CRPF નાં કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલો જૈશ-એ-મહોમ્મદ નામનાં આતંકી સંગઠને કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ હુમલાનો મુખ્ય સૂત્રધાર “આદિલ-અહમદ-ડાર” ઉર્ફે “વકાસ કમાન્ડો” હતો. મૂળ તે જમ્મૂ કાશ્મીરનો જ રહેવાસી હતો. આદિલ-અહમદ-ડાર આ હુમલા માટે સ્કોર્પિયો ગાડીમાં 100 કિલો વિસ્ફોટક લઈને આવ્યોતો. આ વિસ્ફોટક  IED નો ઉપયોગ થયો હોવાનું અનુમાન છે.

તો ચાલો સુરતના આ પરિવાર માટે એક સલામી તો બને જ… જય જવાન… જય હિન્દ…

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment