શ્રી દેવીનો છેલ્લો જન્મદિવસ આ રીતે ઉજવવામાં આવ્યો હતો, રેખા અને એશ્વર્યાએ કરી હતી ખુબજ મસ્તી…

6

દિલદાર અને મનમોજી એક્ટ્રેસ શ્રી દેવી સાથે જોડાયેલી યાદો ફેંસ સોશીયલ મીડિયા પર આજે પણ શેર કરતા રહે છે. ટુક સમયમાં શ્રી દેવીની પુણ્યતિથી આવી રહી છે. તેમના નિધન પછી એક વીડીયો જડપથી વાઈરલ થયો જેમાં તે બર્થ ડે સેલીબ્રેટ કરતી જોવા મળે છે.

શ્રી દેવીના નિધન પછી એક વિડીયો સામે આવ્યો જેમાં દાવો કરવામાં આવે છે કે તે પોતાનો છેલ્લો બર્થ ડે ઉજવી રહ્યા છે. વિડીયોમાં શ્રી દેવીની સાથે રાની મુખર્જી, રેખા અને ટીના અંબાણી સાથે બેઠેલા છે, ત્યાજ સબાના આજમી, એશ્વર્યા રાય અને માનિષ મલ્હોત્રા સાથે ઉભેલા છે. થોડી જ વારમાં એક કેક લાવવામાં આવે છે અને બધા જ આ મોકાને સેલીબ્રેટ કરે છે.

બધા સેલીબ્રેટી શ્રીદેવી માટે બર્થ ડે સોંગ ગાય છે. ત્યાજ જ રાની મુખર્જી શ્રી દેવીને કીસ કરે છે. શ્રી દેવી પોતાનો જન્મ દિવસ બહુજ અલગ અંદાજમાં ઉજવતી હતી. જેમાં બોલીવુડના બધા જ સેલીબ્રેટીને નિમંત્રણ આપવામાં આવતા હતા. હવે જયારે શ્રી દેવી આપના વચ્ચે નથી તો ફેંસ તેમના જન્મ દિવસનો વિડીયો શેર કરીને તેમને યાદ કરે છે. પછી શ્રી દેવીના જન્મ દિવસના ફોટો ફેશન ડિજાઈનર મનીષ મલ્હોત્રાએ પણ શેર કર્યા હતા.

શ્રી દેવીની મોટી દીકરી જાહ્નવી ઘણીવાર માં ની સાથે ફોટો શેર કરતી હોય છે. તેમણે શ્રી દેવી સાથે નાનપણની એક ફોટો બર્થ ડે પર શેર કરી હતી. ફોટામાં બોની કપૂર પણ જોવા મળ્યા હતા. જયારે જાહ્નવી ખોળામાં બેઠેલી હસતી જોવા મળે છે. ફોટામાં તે વાઈટ કલરનો ડ્રેસ પહેરેલો જોવા મળે છે.

પહેલી વર્ષગાઠ પહેલા હાલમાં જ માધુરી દિક્ષિત એ શ્રી દેવીને લઈને મોટો ખુલાસો કર્યો છે. માધુરી દિક્ષિત કરણ જોહરની ફિલ્મ કલંકમાં જોવા મળવાની છે. માધુરીએ જણાવ્યું કે તેમની પહેલા શ્રી દેવી આ ફિલ્મનો ભાગ હતી, પરંતુ અચાનક તેમના નિધનથી બધા હેરાન થઇ ગયા. તેની પછી કલંકના મેકર્સ એ તેમણે અપ્રોચ કર્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment