શ્રાવણ માસમાં મહિલાઓ આ કારણે પહેરે છે લીલી બંગડીઓ, જાણો કિસ્મત કેવી રીતે બદલી નાખે છે…

64

શ્રાવણનો મહિનો ભગવાન શિવની આરાધના માટે માનવામાં આવે છે. શિવ ભક્તો માટે આ મહિનો ખુબ જ ખાસ હોય છે. આ પવિત્ર મહિનામાં દરેક બાજુ હરિયાળી છવાઈ જાય છે. મહિલાઓ લીલા રંગના કપડા અને બંગડીઓ પહેરે છે, પણ શું તમે જાણો છો કે શ્રાવણમાં લીલી બંગડીઓ પહેરવાનું શું મહત્વ છે.

લગ્ન જીવનમાં ખુશીઓ

જેમ લાલ રંગ મહિલાઓ માટે ખુશીઓ અને સૌભાગ્યનું પ્રતિક છે તેવી જ લીલો રંગ તેના જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. શ્રાવણના મહિનામાં સ્ત્રીઓ લીલા કલરની બંગડીઓ એટલા માટે પહેરે છે કે જેથી તેને શિવના આશીર્વાદ મળી શકે અને તેના પતિની આયુષ્ય લાંબી થાય.

ધાર્મિક ગ્રંથોમાં લીલા રંગને  બુધનો પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે લીલો રંગ ધારણ કરવાથી બુધ મજબુત થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. તે ઉપરાંત લીલો રંગ પહેરવાથી બુદ્ધિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

કરિયર માટે હોય છે શુભ

બુધ ગ્રહ કોઈ પણ વ્યક્તિના કરિયર અને વ્યવસાયથી જોડાયેલો હોય છે. એટલા માટે આ રંગને ધારણ કરવાથી મનુષ્યને તેના કાર્યક્ષેત્રમાં સફ્ળતા મળે છે.

સૌભાગ્ય માટે

ભગવાન શિવ એક યોગી હતા અને તેને પ્રકૃતિની સુંદરતાની વચ્ચે ધ્યાનમાં બેસવું ખુબ જ પસંદ હતું. લીલો રંગ પહેરવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે એટલા માટે મહિલા શ્રાવણ માસમાં ફક્ત એક જ નહિ પરંતુ ઘણા કારણોસર લીલો રંગ પહેરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment