“સ્પાઈસી સોયા મશરૂમ વિથ પાસ્તા” કેવી રીતે બનાવશો ? જાણો

32

રસોઈની કળા એ સ્ત્રીઓને ઈશ્વરની એક અજાયબ અને અણમોલ ભેટ છે. સ્ત્રી, યુવતી, પત્ની,માતા કે મહિલા વઘાર માટે પૂરતા મરી મસાલા ન હોવા છતાં રસોઈ કે શાકભાજી સ્વાદિષ્ટ બનાવી શકે છે. જ્યારે રસોડામાં ભરપૂર મરી મસાલા હોવા છતાં જો પુરુષને રસોઈ બનાવવાની કે શાકભાજીનો વઘાર કરવાનું કહેવામાં આવે તો, જેમ અમુક લોકો બેસૂરી વાંસળી વગાડે કે તાલ વગરના તબલા વગાડે તેમ ફિક્કા સ્વાદની રસોઈ કે શાકભાજીનો વઘાર કરી નાખે છે. ભાઈ આ કળા ઈશ્વરે સ્ત્રી, યુવતી, પત્ની માતા કે મહિલાને હસ્તગત આપી છે (હા, કેટરસના ભાઈઓની વાત અલગ છે હો) તો ચાલો આજે અમે તમને તમારી જાતે તમે ઘરે સ્પાઈસી સોયા મશરૂમ વિથ પાસ્તા કઈ રીતે બનાવશો તેની આસન અને સરળ રીત જણાવીએ.

સ્પાઈસી સોયા મશરૂમ વિથ પાસ્તા બનાવવાની સામગ્રી

૧ કપ સોયાબીન, ૨નંગ મોટી સાઈઝની લીલી ડુંગળીતેનાપાન સાથે, ૧૦૦ ગ્રામ પનીર, ૫ થી ૬ નંગ મશરૂમ, ૧ ટી સ્પૂન કાળો મસાલો, ૧ કપ ટમેટો ગ્રેવી, ૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર, ૧/૪ ટી સ્પૂન હળદર પાવડર, ૧નંગલીંબુ, ૧ ટેબલ સ્પૂન જેટલો ફૂદીનો, ૩ નંગ લીલા મરચા, ૩ ટેબલ સ્પૂન ટમેટાનો સોસ, ૧ નંગ કેપ્સીકમ, ૧ ટી સ્પૂન સુપર સીઝનલ મસાલો, ૩ ટેબલ સ્પુન બટર, ૪ થી ૫ નંગ મરી, ૬ થી ૭ ડાળખી કોથમીર, ૧ નંગ આદુનો મોટો ટુકડો, ૩ કળી લસણ, ૧ ટેબલ સ્પૂન સાકર, ૧ કપ નુડલ્સ અને સ્વાદ અનુસાર મીઠું.

સ્પાઈસી સોયા મશરૂમ વિથ પાસ્તા બનાવવાની પૂર્વ તૈયારી

૧.) સૌ પ્રથમ ૧ કપ સોયાબીનને ૭ થી ૮ કલાક સુધી પાણીમાં પલાળી રાખવા.

૨.) હવે ૭- ૮ કલાક પછી એક કુકર લઇ તેને ગેસ પર મૂકી તેમાં પલાળેલા સોયાબીનને નાખી કુકરને બંધ કરી ગેસને મધ્યમ તાપ પર ચાલુ કરો.

૩.) કુકરમાં રહેલા સોયાબીન એકદમ સોફ્ટ નરમ થાય ત્યાં સુધી તેને પકાવવા દયો.

૪.) આ દરમ્યાન ૧૦૦ ગ્રામ પનીરના નાના નાના ક્યુબ કરીને તેને ફ્રાય કરી લેવા.

૫.) ૧ કપ નુડલ્સને પણ બોઈલ કરવા મૂકી દેવા. અને ટમેટાની ગ્રેવી પણ બનાવી લેવી. અડધા લીંબુનો રસ આશરે ૧/૨ ટેબલ સ્પૂન જેટલો એક નાની વાટકીમાં કાઢી લેવો.

૬.) ૫ થી ૬ મશરૂમને નાના નાના ક્યુબમાં ચોપ કરી લેવા. અને ફુદીનાને પણ ૧ ટેબલ સ્પૂન જેટલો ચોપ કરી લેવો.

૭.) લીલા મરચાની કતરી કરી લેવી. અને કેપ્સિકમના નાના નાના પીસીસ ટુકડા કરવા. વાટીને મરીનો ભૂકો કરવો. તથા લીલી કોથમીરને બારીક સમારવી.

૮.) આ દરમ્યાન ૨ નંગ લીલી ડુંગળીને તેના પાન સહીત બારીક ઝીણી સમારી લેવી. અને આદુ અને લસણને ૨ ટેબલ સ્પૂન જેટલું ચોપ કરી લેવું.

૯.) કુકરમાં ચડતા સોયાબીન સોફ્ટ નરમ થઇ જાય પછી કુકરને ગેસ પરથીનીચે ઉતારી લો.

સ્પાઈસી સોયા મશરૂમ વિથ પાસ્તા બનાવવાની રીત.

૧.) સૌ પ્રથમ એક કડાઈમાં બટર નાખી તેમાં ચોપ કરેલું આદુ અને લસણ નાખી તેને એકાદ મિનીટ સુધી ફ્રાય કરવા મુકો.

૨.) પછી તેમાં તેના પાન સાથે સમારેલી લીલીડુંગળી નાખી તેને સારી રીતે હલાવો.

૩.) ત્યારબાદ તેમાં ટમેટાની ગ્રેવી નાખી તેને હલાવતા રહો.

૪.) એકાદ મિનીટ રહેવા દઈ તેમાં બધા મસાલા અને સોસ નાખી સારી રીતે હલાવો.

૫.) હવે તેમાં મશરૂમના અને કેપ્સીકમના પીસીસ નાખી તેને સામાન્ય હળવા હાથે હલાવી લો.

૬.) ત્યારબાદ તેમાં સોયાબીન તથા ફ્રાય કરેલી પનીર નાખી સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ અને સાકર નાખીને તેને સારી રીતે હલાવો અને સહેજવાર પકાવાદયો.

તમારી સ્પાઈસી સોયા મશરૂમ વિથ પાસ્તાની વાનગી તૈયાર છે.

તેને એક ડીશમાં કાઢી તેના પર ચોપ કરેલ કોથમીર ફુદીનો નાખીને ગરમા ગરમ તમે પણ ખાવ અને મહેમાનને પણ સર્વ કરો. આસ્પાઈસી સોયા મશરૂમ વિથ પાસ્તાની વાનગીને કેના પીસમાં સ્ટફકરીને પણ પીરસી શકાય છે. અથવા તોબ્રાઉન બ્રેડના ટોસ્ટ ઉપર પણ સર્વ કરી શકાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment