સોયા ઉપમા ઘરે જાતે કેવી રીતે બનાવશો ?

40

સોયા ઉપમા બનાવવા માટેની સામગ્રી.

200 ગ્રામ સોયાબીન,3 ટીસ્પૂન તેલ, 4 થી5 નંગ લીલા મરચા,½ કપ કોથમીર,1 નંગ નાળીયેર એટલે કે કોપરું, 1 લીંબુ, 1 નંગ દાડમ, 1 કપ ઝીણી સેવ, 2 નંગ ટમેટા, ½ ટી સ્પૂન રાઈ, 2 કપ પાણી, 1 ચપટી હિંગ, ¼ ટી સ્પૂન હળદર પાવડર, ¼ ટી સ્પૂન ગરમ મસાલો, 100 ગ્રામ શાકના લીલા વટાણા, 4 થી 5 નંગ કાજુ, 2 નંગ મીડીયમ સાઈઝની ડુંગળી, વઘાર માટે થોડાક મીઠા લીમડાના પાન, 3 થી 4 નંગ લસણની કળી (વધારે જરૂર પડે તો ૧ ૨ કળી લેવી), ½ ટી સ્પૂન સાકર અને સ્વાદ અનુસાર મીઠું.

સોયા ઉપમા બનાવવા માટેની પૂર્વ તૈયારી.

૧.) સૌ પ્રથમ 200 ગ્રામ સોયાબીનને 7 થી 8 કલાક સ્વચ્છ પાણીમાં પલાળવા મૂકી રાખવા.

૨.) તથા 1 કપ જેટલા તાજા વટાણાને ફોલીને પ્રમાણસર પાણીમાં ફાસ્ટગેસ પર બાફવા માટે મૂકવા. આ દરમ્યાન 4 થી 5 નંગ લીલા મરચાની કતરી કરી રાખવી.

૩.) ½ કપ થાય તેટલી કોથમીરને બારીક જીણી સમારી લેવી. અને 1 કપ જેટલું નાળીયેરના તાજા કોપરાનું ખમણ તૈયાર કરવું.

૪.) 1 કપ જેટલા દાડમના દાણા કાઢી રાખવા. તથા નાની વાટકીમાં અડધા લીંબુનો રસ કાઢીને તૈયાર રાખવો.

૫.) 2 નંગ ટમેટાના પીસીસ કરવા.2 ટી સ્પૂન જેટલા કાજુના નાના નાના કટકા તૈયાર કરવા. મીડીયમ સાઈજની 2 નંગ ડુંગળીને ચોપ કરી લેવી.

૬.) 1 ટી સ્પૂન જેટલુબારીક સુધારેલું લસણ તૈયાર કરી લેવું.

સોયા ઉપમા બનાવવા માટેની રીત.

૧.) સૌ પ્રથમ 7 થી 8 કલાક બાદ પલાળવા મુકેલા સોયાબીનને એક ચારણીમાં કાઢી લઇ સારી રીતે નીતારી તેને કર કરાવાટી લેવા. ખાસ ધ્યાન રાખો કે સોયાબીનને વાટતી વખતે પાણી બિલકુલ વાપરવું નહિ.

૨.) હવે એક કડાઈ લઇ તેને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી કડાઈમાં તેલ નાખી તેને ગરમ થવા દયો.

૩.) તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડી જાય પછી તેમાં હિંગ નાખી તરત જ મીઠા લીમડાના પાન અને લીલા મરચાની કતરી નાખો.

૪.) લસણ અને ચોપ કરેલી ડુંગળી નાખી તેને સારી રીતે હલાવી તરતજ, વાટીને કરકરા કરેલા સોયાબીન નાખી હલાવી 100 ગ્રામ બાફેલા લીલા વટાણામાંથી 1 કપ બાફેલા વટાણા નાખો.

૫.) પછી તેમાં લીંબુનો રસ અને સાકર નાખી સારી રીતે હલાવીને પાંચ મિનીટ પકાવા દઈ ગેસ બંધ કરી કડાઈને ગેસ પરથી નીચે ઉતારો લો.

૬.) તૈયાર થયેલ વાનગીને કડાઈમાંથી એક ડીશમાં કાઢી લો.

તમારી સોયા ઉપમા વાનગી તૈયાર છે.

ડીશમાં કાઢેલ સોયા ઉપમા પર ઝીણી સેવ, નાળીયેરનું ખમણ, દાડમના દાણા અને લીલી કોથમીર નાખી ગરમા ગરમ તમે પણ ખાવ અને ઘરે પધારેલા મહેમાનને પણ સર્વ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment