સોનાના અસ્ત્રાથી હજામત કરે છે આ વ્યકિત, એક દિવસની કમાણી જાણીને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત…

37

પશ્ચિમી મહારાષ્ટ્રના સાંગલી શહેરની એક સંકરી શેરી છે. શેરીમાં પુરૂષો માટે એક સલુન છે, જેનું નામ છે, ઉસ્તરા મેન્સ સ્ટુડીઓ. શહેરના બીજા અન્ય સલુન કરતા આ સલુનમાં વધારે ગ્રાહક જોવા મળશે. અહિયાં સુધી તો આ સલુનમાં લોકો હજામત માટે વેટીંગ લીસ્ટમાં નામ લખાવે છે.આસપાસના લોકો માંને છે કે આ મહિનાથી જ આ નજારો જોવો મળ્યો છે. કારણ પણ ઘણું રોચક અને દિલચસ્પ છે.

આ સલુનમાં માલિક રામચંદ્ર દતાત્રેય કાશીદએ તેમના માતાપિતાના લગ્નની ૩૩મી એનીવર્સરીના મોકા પર પોતાના સલુનમાં એક અલગ જ આકર્ષણ જોડી નાખ્યું છે. આ છે એક સોનાનો અસ્ત્રો, ૧૮ કેરેટનો સાડા દસ તોલાનો અસ્ત્રો પુનાના એક કારીગરએ ૨૦ દિવસની મહેનત કરીને તૈયાર કર્યો છે. તેમાં સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચ થયા છે.

કાઈક અલગ કરવાની ઈચ્છા

લોકોને જયારે સલુનની આ ખાસિયતની ખબર પડી તો તે વાત એકથી બીજામાં ફેલાવા લાગી અને જોતજોતામાં સલુન ચર્ચામાં આવી ગયું. પોતાના આ નવા પ્રયોગ પર રામચંદ્ર કાશીદ કહે છે, “ હું કાઈક અલગ કરવા માંગું છું. કાઈક એવું જેનાથી લોકો મારું નામ લે, મારા પીતાનુ નામ લે,”

“એટલા માટે મેં એ વાત વિચારી છે કેમ ને મારા ગ્રાહકને કાઈક અલગ આપવામાં આવે. હું એટલું જાણું છું કે ઓછામાં ઓછું મહારાષ્ટ્રમાં તો એવું ક્યાય પણ નથી. ”શેવિંગ જો સોનાના અસ્ત્રાથી થવાની હોય, તો ઉત્સુકતા વધી જાય છે. ગ્રાહક જ નહિ તેમના બાળકો અને સગાસંબંધીઓ પણ આ સોનાના રેજરને જોવા માટે આવે છે.

બન્યું સ્ટેટસ સિમ્બલ

અસ્ત્રો જો સોનાનો હોય તો વાત માત્ર સારી કે ખરાબ શેવિંગથી ઉપર ઉઠીને સ્ટેટસ સાથે જોડાઈ જાય છે. સારી શેવિંગના અહેસાસથી ઘણું વધુ, ઉચી લાઈફસ્ટાઈલનો અહેસાસ મહત્વનો થઇ જાય છે.

એક ગ્રાહક ગૌતમ કાંબલે માટે આ એવીજ ‘સારી ફીલિંગવાળો’ મામલો છે. તે કહે છે, ”સારું લાગે છે કે સાંગલીમાં કાઈક અલગ થઇ રહ્યું છે. રામ અમારા હમેશાના સલુનવાળા છે. હું બે દિવસની વેટીંગ પર હતો, મારો નંબર આજે લાગ્યો છે.”

“ પહેલા રાજામહારાજા સોના ચાંદીની થાળીમાં ખાતા હતા, તે સાંભળ્યું હતું. હવે સોનાના અસ્ત્રાથી શેવિંગ થઇ રહી છે. “એક બીજા ગ્રાહક આનંદનું કહેવું છે, ‘કોઈ સલુનવાળાએ પોતાના ગ્રાહક માટે આવું પહેલી વાર કર્યું છે એટલા માટે ઉત્સુકતા વધવી સ્વાભાવિક છે.’ રામચંદ્ર કાશીદના પિતા હસતા હસતા બસ એટલુ જ કહે છે, “મારા દીકરાએ તેની શરૂઆત મારાથી કરી. મારું એક સપનું સાકાર થયું છે.”

પાચ ગણો ચાર્જ

તેમ છતાં, રામચંદ્ર કાશીદ અત્યારે એટલું જ કહે છે કે કાઈક હટીને કરવાની ચાહતે તેમનાથી આ નવી શરૂઆત કરાવી છે. પરંતુ, તેની અસરથી એ સાફ થઇ ગયું છે કે એક સારુ એવું વ્યવસાયિક પગલું છે, જેના લીધે ધીમો પડી ગયેલો ધંધો ફરીથી દોડતો કરી શકાય.

હવે અહિયાં લોકો દરરોજના હજામતના ૨૦૦ રૂપિયા આપે છે જે પહેલાના ૪૦ રૂપિયાથી ૫ ગણા છે. અહિયાં સુધી કે લોકો પોતાના વારા માટે વેટીંગ લીસ્ટમાં પણ નામ લખાવી રહ્યા છે.

લોકોની એ ઉત્સુકતા અને ભીડ કેટલા દિવસ સુધી ટકી રહે છે એ કહેવું મુશ્કેલ છે. રામચંદ્ર કાશીદને એમના કામમાં સોનાનો અસ્ત્રો વાપરવાથી આગળ કેટલો ફાયદો થાય છે, એતો સમય જ જણાવશે અત્યારે તો આ એક સફળ પ્રયોગ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment