સોમનાથ મંદિરમાં આતંકી હુમલાનો ખતરો, જોવા મળી શંકાસ્પદ બોટ્સ, વધુ જાણો માહિતી…

128

પુલવામા આતંકી હુમલા પછી સોમનાથ મંદિર પર ખતરો મંડરાવા લાગ્યો છે. હાલમાં જ આ ખતરાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્વીકાર કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને મંદિરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. બીજી બાજુ દરિયાઈ સીમાઓ પર સુરક્ષા ન હોવાથી સંદિગ્ધ બોટ્સની ગતીવીધીયા જોવા મળી રહી છે.

સુરક્ષાની જવાબદારી કોની

વેરાવળ માછીમાર બોટ એસોસીએશનના અધ્યક્ષ તુલસી ગોહિલની મુજબ વેરાવળ બંદર પર અજાણી બોટ્સ હવે ૨૪ કલાક અવરજવર કરવા લાગી છે. તેના પર બેઠેલા લોકોને જોઇને એવું લાગે છે કે તે આ ક્ષેત્રના નથી. જયારે તે પોતાનો સામાન બોટ પરથી ઉતારે છે, તો તેની કોઈ ચેકિંગ નથી થતી. કોઈ એજેન્સી પાસે તેનો રેકોર્ડ પણ નથી. વેરાવળની ફિશિંગ બોટની ઇન આઉટ વાઈસ મેન્ટેનેન્સ હોય છે. ફિશિંગમાં જવા આવવાની તારીખ પણ લખવામાં આવે છે. પરંતુ હાલના દિવસોમાં અજાણી બોટ્સની કોઈ ચેકિંગ થઇ રહી નથી. આખરે તેની જવાબદારી કોની છે.

ગુજરાતની બોટ્સ ચેક થાય છે, અજાણી નહિ

ફીશરીજ લેન્ડમાં વેરાવળ મરીન પોલીસની ૧૨ નોટીકલ માઈલની સુરક્ષાની જવાબદારી છે. ગુજરાતની બોટ્સને ચેક કરવામાં આવે છે, પણ અજાણી બોટ્સને આવવા માટે કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અથવા ફીશરીજની મંજુરી લેવાની હોય છે. પરંતુ તેને અણદેખું કરવામાં આવે છે. જે સ્થાન પર અજાણી બોટ્સ અવર-જવર કરી રહી છે, ત્યાં શરાબના ઘણા ટ્રકો ખાલી થઇ ચુક્યા છે.

આતંકીઓ માટે સૌરાષ્ટ્રનો દરિયો સૌથી સહેલો

આતંકી હુમલા માટે સૌરાષ્ટનો દરિયો કિનારો સૌથી સરળ રસ્તો છે, તેને બધાએ મુંબઈ હુમલા દરમિયાન જોયું પણ છે. તે સમયે આતંકીઓએ પોરબંદરથી બોટનો ઉપયોગ કરીને પોતાના મિશનને અંજામ આપ્યો હતો. તેની પહેલા પણ ગોસાબારમાં આતંકી ગતિવિધિની જાણકારી મળી હતી. હાઈ એલર્ટ પછી પણ સરકાર અજી સતર્ક નથી થઇ શકી.

શાંતિ સમિતિની બેઠકમાં દિલચસ્પી નથી

સુરક્ષાને ધ્યાનમાં રાખતા સોમનાથ જિલ્લાને પોલીસ દ્વારા શહેરના નેતાઓ અને શહેરીજનોની સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બેઠકમાં શામેલ થવા માટે લોકોએ દિલચસ્પી ન દેખાડી. પોલીસ હેડક્વાટરમાં થનારી આ બેઠકમાં ડીવાએસપી એમ.એમ. પરમારે બધી જ વ્યવસ્થાને સારી જણાવી.

૨૦૦ સીસીટીવી કેમરાથી બાજ નજર

એમ.એમ. પરમારે જણાવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૨૦૦ સીસીટીવીની આસપાસની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી છે. તેમાં સોમનાથ મંદિરનું વિશેષ રૂપથી ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. બેઠકમાં દરિયાઈ સુરક્ષાના સબંધમાં વિભાગની ગંભીર લાપરવાહીની પણ પોલ ખુલી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment