નેહા કક્કર નથી સહન કરી શકી બ્રેક-અપનું દુઃખ, શૂટિંગ દરમિયાન રડવા લાગી

143

બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને હિમાંશ કોહલીનું બ્રેક-અપ થયા હોવાની વાત હાલ સૌથી વધુ ચર્ચામાં છે. તેઓ છેલ્લા વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બ્રેકઅપની વાતો સામે આવ્યા બાદ તેમણે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હોવાની વાત પણ સામે આવી છે.

આ પર્સનલ લાઈફની ઘટનાને કારણે નેહાની પ્રોફેશનલ લાઈફમાં પણ સમસ્યાઓ આવી રહી છે. એવું સામે આવી રહ્યું છે કે, નેહા રિયાલિટી શો ઈન્ડિયન આઈડલના શૂટિંગ દરમિયાન સેટ પર ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. નેહા હાલ જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ૧૩ ડિસેમ્બરના તે શોનું શૂટિંગ કરી રહી હતી ત્યારે શોના એક સ્પર્ધકે ઈમોશનલ ગીત ગાતા નેહા પોતાની લાગણીઓ પર કંટ્રોલ કરી શકી નહીં અને રડવા લાગી હતી. ત્યાંસુધી કે તે સેટ પર પહોંચી ત્યારે પણ નેહા બરાબર લાગતી નહોતી. તે હંમેશા સેટપર હસતી અને ગીતો ગાતી જોવા મળતી પરંતુ છેલ્લા શૂટ દરમિયાન આવું જોવા મળ્યું નહોતું.

સૂત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર, નેહા કેમેરાની સામે પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે રિટેક્સ નથી લેતી, ભલે તે રડવાનું હોય કે હસવાનું, આ સ્વાભાવિક રીતે બહાર આવે છે. જોકે આ વખતે ટીમને પરફેક્ટ મુમેન્ટ લેવા માટે ઘણા રિટેક્સ લેવા પડ્યા હતા. નેહા પોતાની લાગણીને કારણે અમુક મૂંઝવણમાં હતી, અંતે તેણે અમુક મિનિટનો બ્રેક લેવાનું નક્કી કર્યું અને થોડીવાર પછી શૂટિંગ શરું કર્યું. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, નેહાએ આ વખતે રડવા વાળો સીન એડિટ કરવા માટે ચેનલને વિનંતી કરી છે.

ભાંગી પડેલી નેહા કક્કરનું છલક્યું દર્દ બ્રેક-અપથી

નેહા આ સંબંધ તૂટવાથી ઘણી જ દુઃખી છે. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં એક પછી એક પોસ્ટ કરી હતી અને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું હતું, ”મેં મારું બધું જ આપી દીધું અને મને બદલામાં શું મળ્યું…હું શૅર પણ નથી કરતી કે શું મળ્યું.” ઉલ્લેખનીય છે કે ચાહકો નેહા તથા હિમાંશના લગ્નની રાહ જોતા હતાં. થોડા સમય પહેલાં જ ‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર જ હિમાંશ કોહલીએ નેહાને પ્રપોઝ પણ કર્યું હતું.

આજે હું ભાંગી પડી છું…” નેહાએ કહ્યું

નેહાએ પોતાની પોસ્ટમાં કહ્યું, ”મને ખ્યાલ નથી કે આ દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે. બધું જ ગુમાવ્યા બાદ હવે હોશમાં આવ્યા તો પણ શું? મને ખ્યાલ છે કે હું એક સેલિબ્રિટી છું અને હું આવું લખું તેવી આશા કોઈને નહીં હોય પરંતુ આખરે હું એક માણસ છું. આજે હું વધુ પડતી ભાંગી પડી છું અને તેથી જ મારી લાગણીઓને કંટ્રોલ કરી શકું એમ નથી. મને ખ્યાલ છે કે હવે તમામ લોકો વાત કરશે અને મને આ જ વાત પર જજ કરશે. ખબર નહીં લોકો શું બોલશે. કેટલાંક લોકો તો એવી વાતો પણ કરશે, જે મેં ક્યારેય કરી જ નથી પરંતુ મને આની આદત પડી ગઈ છે. બધું સાંભળવાની અને હવે સહન કરવાની. મને ખ્યાલ છે કે સેલિબ્રિટિઝના ૨ ચહેરાઓ હોય છે. એક પર્સનલ તથા એક પ્રોફેશનલ. પર્સનલ લાઈફ ભલે ગમે તેટલી ખરાબ ચાલતી હોય પરંતુ પ્રોફેશનલ લાઈફમાં હંમેશા હસતા રહેવું પડે છે.” ઉલ્લેખનીય છે કે હિંમાશે ‘યારિયા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આમાં નેહાએ ‘સની સની’ સોંગ ગાયું હતું. બંનેની મિત્રતા આ જ ફિલ્મના સેટ પરથી થઈ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment