સીડીઓ પરથી પડતાં પડતાં બચી પ્રિયંકા ચોપડા, નિક જોનસએ આવી રીતે બચાવી પ્રિયંકા ચોપડાને, જુઓ આ વિડીયો…

17

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ વચ્ચેની કેમેસ્ટ્રી ફેંસને ખુબજ ગમે છે. બંને સમય કાઢીને એક બીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરે છે. હવે પ્રિયંકા ચોપડાનો એક નવો વિડીયો સામે આવી છે જેમાં તેઓ લગભગ સીડીઓ પરથી પડતી દેખાય છે. આ વિડીયોમાં પ્રિયંકાના પતિ નિકની સાથે છે અને બંને કોઈ મ્યૂજિક કોન્સર્ટમાંથી બહાર આવી રહ્યા છે.

વાત એવી છે કે, વાયરલ થઇ રહેલ વિડીયોમાં પ્રિયંકા મીડિયાને જોઇને હેલ્લો કરી રહી છે ત્યાં એનું ધ્યાન સીડીઓ તરફ નથી રહેતું અને તેણી લગભગ પડવાની જ હતી કે નિકે એને પોતાની બાહોમાં પકડી લે છે.

પ્રિયંકા ચોપડાનો આ વિડીયો  ખુબજ રસપ્રદ છે. આની પહેલા પ્રિયંકાના પતિ નિકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો હતો. વિડીયોમાં નિક, ગોવિંદાના ગીત ‘મેરી પૈંટ ભી સેક્સી’ પર ડાંસ કરતા દેખાય રહ્યા છે. આ વિડીયોને જોઇને પ્રિયંકા પોતાની હંસી રોકી શકતી નથી. મજેદાર વાત એ છે કે ગીતના શબ્દો પર નિકના ડાંસ સ્ટેપ્સ પણ ફિટ થઇ રહ્યા છે, જેનાથી જોનાર પણ હસ્યા વગર રહી શકતા નથી.

તમને જણાવી દઈએ કે ગયા થોડા દિવસોમાં પ્રિયંકા નિક એટલાન્ટામાં એક કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા. અહિયાં પર નિકની એક ફૈનએ પોતાના ઇનરવિયર ઉતારીને એના પર ફેંકી હતી. પરંતુ આ ઇનરવિયર નિક સુધી પહોંચી શકી નહિ. તો પ્રિયંકાએ ખુદ એને ઉપાડીને નિક સુધી પહોંચાડી હતી.

એટલું જ નહિ થોડા દિવસ પહેલા એક મેગેઝીનએ પ્રિયંકા અને નિકના છૂટાછેડાની વાત છાપી હતી. જેના કારણે ખુબજ બબાલ થઇ હતી. જો કે પછી બંનેના અંગત લોકોએ આવી ખબર પર નારાજગી જતાવી અને છૂટાછેડાની વાતને બકવાસ અને ખોટી જણાવી. સમાચાર એ પણ આવ્યા છે કે પ્રિયંકાએ મેગેઝીન વિરુદ્ધ કડક પગલા લેવાની વાત કહી હતી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment