શું તમને પણ દિવસમાં 97 વાર ખંજવાળ આવે છે ? તો જાણો એનું કારણ છે ખુબ જ રસપ્રદ…

16

ખંજવાળ બધાને આવે છે પણ કેટલા લોકો જાણે છે કે ખંજવાળ શા માટે આવે છે? માનવ વિજ્ઞાનની આ એક એવી બાબત છે જેના પર કદાચ સૌથી ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. આજે અમે તમને ખંજવાળ પાછળના વિજ્ઞાન વિશે એવા કારણો જણાવશું, જેનાથી એ સમજવું સહેલું થઇ જશે કે ખરેખર ખંજવાળ શા માટે આવે છે ?

સામાન્ય રીતે એક વ્યક્તિને દિવસમાં ૯૭ વાર ખંજવાળ આવે છે. લીવરપુલ યુનીવર્સીટીના પ્રોફેસર ફ્રાંસીસ મૈક્લોને બીબીસી રેડિયો ૪ ને જણાવ્યું, “મચ્છર, કીડી મકોડા અને છોડ માણસના શરીર પર એક ટોક્સીન છોડે છે. આ ટોક્સીનના કારણે શરીરમાં ઈમ્યુન સીસ્ટમથી હિસ્તેમીનનો સ્ત્રાવ થાય છે. એવું થવાથી તંત્રિકાથી માથાને ખંજવાળનો સિગ્નલ મળે છે અને આપણે ખંજવાળવા લાગીયે છીએ.

અલગ તંત્રિકા અને પેશીઓ જવાબદાર

૧૯૯૭ માં ખંજવાળના આ વિજ્ઞાની દિશામાં એક મોટી શોધ કરવામાં આવી. તેની પહેલા માનવામાં આવતું હતું કે ઈજા થવા દુખાવો અને ચામડી પર થનારી ખંજવાળ બંને એક જ પ્રકારની પેટર્નથી થાય છે, પરંતુ ૧૯૯૭ માં આ સામે આવ્યું કે ખંજવાળના વિજ્ઞાનમાં અલગ તંત્રિકા અને પેશીઓ જવાબદાર છે.

સેન્ટર ઓફ દ સ્ટડી ઓફ ઈચના વૈજ્ઞાનિક બ્રાયને એક અનોખી શોધ કરી છે. આ શોધમાં આ વાત સામે આવી કે ખંજવાળ એક સંક્રમણ જેવું છે. જો તમારી સામે બેઠેલો વ્યક્તિ ખંજવાળે છે તો તમે પણ ખંજવાળવા લાગશો. આ રીતે સંક્રમણવાળી ખંજવાળ માથાનો ‘સુપ્રાકિએ મૈટીક ન્યુક્લીયસ’ ભાગ જવાબદાર હોય છે.

ખંજવાળથી શા માટે આરામ મળે છે

ખંજવાળવાથી આપણને આરામ મળે છે અને આ આ અહેસાસ માટે આપના માથામાંથી સેરોટોનીનનો સ્ત્રાવ થાય છે.સૌથી વધુ પગની ઘુટીએ ખંજવાળવાથી આરામ મળે છે. છતાં પણ ખંજવાળવાથી આરામ મળે છે શા માટે? તેની પાછળ શું વિજ્ઞાન છે? તેનો જવાબ વૈજ્ઞાનિકોની પાસે પણ નથી. ખંજવાળની સાથે એક દિલચસ્પ વાત એ પણ છે કે તમે જેટલું વધારે ખંજવાળશો એટલી જ તમને વધારે ખંજવાળ આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment