શું તમને ખબર છે કે પેટ્રોલ પંપ પર મફત મળે છે આ વસ્તુઓ ? ના પાડશે તો રદ્દ થશે પેટ્રોલ પંપનું લાઇસન્સ…

170

ઈમરજન્સી ફોન કોલ

મફતમાં કોઈપણ પેટ્રોલ પંપ પરથી ઈમરજન્સી ફોન કોલ કરી શકો છો. તમે ભલે પોતાના કોઈ જાણીતાને ફોન કરો અથવા રોડ હાદસાના પીડિત વ્યક્તિના પરિવારના લોકોને ફોન કરવો હોય, તો તમે કોઈપણ પેટ્રોલ પંપ પરથી કોલ કરી શકો છો. તો હવે જો તમને રસ્તા પર કોઈને જરૂરી કોલ કરવો હોય, મદદ માંગવી છે તો તમે પેટ્રોલ પંપ પર જઈ શકો છો.

ફર્સ્ટ એડ કિટ

રોડ એકસીડન્ટ ક્યાય પણ થઇ શકે છે ચોકમાં કે હાઇવે પર. જો તમે કોઈ દુર્ઘટના ગ્રસ્તની મદદ કરવા માંગો છો તો સીધા નજીકના પેટ્રોલ પંપ પર પહોંચો અને ફર્સ્ટ એડ કિટ માંગો. પેટ્રોલ પંપના કર્મચારીઓની આ જવાબદારી હોય છે કે એ નિયમિત રીતે કિટને અપડેટ કરતા રહે અને એક્સપાયરી દવાઓને કિટમાંથી કાઢી નાખે.

શૌચાલય

દરેક પેટ્રોલ પંપ પર શૌચાલય હોવું અનિવાર્ય છે. એનો ઉપયોગ કરવા માટે તમારે કોઈપણ રકમ પણ ચુકવાની નથી. એ પણ જરૂરી નથી કે શૌચાલયનો ઉપયોગ કરવા માટે તમારે પંપ પરથી કોઈ વસ્તુ ખરીદવી પડે.

ટાયરની હવા

વગર એક પૈસાના ખર્ચે તમે પેટ્રોલ પંપ પર જઈને ગાડીના ટાયરોમાં હવા ભરાવી શકો છો. ભલે જ તમે એ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ લીધું હોય કે નહિ, છતાંપણ તમે મફતમાં હવા ભરાવી શકો છો. જો તમારી પાસે પૈસા માંગવામાં આવે છે તો એની ફરિયાદ કરી શકો છો.

ક્વોલીટી ટેસ્ટ

જો તમારે ફયુલની ગુણવતા પર શંકા છે તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટની માંગ કરી શકો છો. આ ટેસ્ટ માટે તમારી પાસેથી કોઈપણ પૈસા પણ નહિ લેવામાં આવે. જો તમને ફ્યૂલની જથ્થાને લઈને પણ શંકા હોય તો તમે ક્વોન્ટીટી ટેસ્ટની માંગ કરો શકો છો.

યાત્રા દરમ્યાન તમને જો તરસ લાગે તો તમે કોઈપણ પંપ પર જઈને પાણી લઈને પી શકો છો. તમે ઈચ્છો તો પોતાની બોટલમાં પાણી ભરીને પણ ત્યાંથી લઇ જઈ શકો છો. બધી ૬ સેવાઓ મફત છે. જો તમારી પાસે આના પૈસા માંગવામાં આવે છે અથવા શરત રાખવામાં આવે છે તો તમે આની ફરિયાદ કરી શકો છો. તમારી ફરિયાદના આધાર પર પંપનું લાઈસન્સ રદ્દ પણ થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment