શું તમને ખબર છે કે મેટ્રો સ્ટેશન પર શા માટે પીળી લાઈન બનાવેલી હોય છે ? ન જાણતા હોઈ તો વાંચો આ માહિતી…

77

દિલ્હી મેટ્રો આજે દિલ્હીમાં રહેનારા દરેક વ્યક્તિ માટે વરદાન બની ગઈ છે. હાલની તારીખમાં દિલ્હીના દરેક ખૂણામાં મેટ્રો દોડે છે. એટલું જ નહી પાટાની સાથે સાથે આ લોકોના દિલોમાં પણ દોડે છે. ખુબ જ ઓછા સમયમાં તેણે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. સમય પર પહોચવાથી માંડીને સુરક્ષિત હોવાના કારણે આજે આ દિલ્હીના લોકોની સૌથી મનપસંદ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે.

તમારામાંથી લગભગ બધા દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી ચુક્યા હશે અને તેની સુવિધાઓથી સારી રીતે વાકેફ હશે, પરંતુ ઘણીબધી વસ્તુઓ એવી છે જેને દરરોજ મેટ્રોમાં મુસાફરી કરનારને પણ કદાચ ખબર નહિ હોય, આનું જ એક ઉદાહરણ છે મેટ્રો સ્ટેશન પર પીળી ટાઈલ્સથી બનેલી આ પીળી લાઈન.

મેટ્રોમાં મુસાફરી કરતા તમે ઘણીવાર આ પીળી લાઈન પર ધ્યાન દીધું હશે, પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે આ રેખાનો શું અર્થ છે. તેને શા માટે બનાવામાં આવે છે. ચાલો જાણીએ મેટ્રો સ્ટેશન પર જુદી જુદી દિશામાં બનેલી પીળી લાઈન વિશે…

જયારે પણ તમે મેટ્રોની રાહ જોઈ રહ્યા હોવ છો, એ સમયે તમે આ અનાઉન્સમેંટ સાંભળી હશે કે ‘કૃપા પીળી લાઈનથી દુર ઉભા રહો’, આ વાર સુરક્ષા કારણોથી બોલવામાં આવે છે. મેટ્રો પ્લેટફોર્મની પાસે તો પીળી રેખા બનેલી જ હોય છે. તેના સિવાય મેટ્રો સ્ટેશનની એન્ટ્રીથી લઈને લાઈનમાં ઉભા રહેવા અને પ્લેટફોર્મ સુધી જવામાં તમને પીળી ટાઈલ્સ લગાડેલી જોવા મળશે.

મેટ્રો સ્ટેશન પર આ પીળી ટાઈલ્સ ટેક્સટાઈલ પેવીંગ હોય છે, જે નેત્રહીન લોકોની સુરક્ષા અને મદદના હેતુથી લગાડવામાં આવી હોય છે, તેની મદદથી નેત્રહીન લોકો તેના પર ચાલીને પોતાના લાકડીના સહારે રસ્તા વિશે જાણી શકે છે.

જો તમે પણ આજસુધી આ પીળી લાઈનનો અર્થ સમજતા ન હતા, તો હવે જયારે પણ તમે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરો તો આ વાતનું ધ્યાન રાખો. હવે ક્યારે પણ આ લાઈન પર ન ચાલો. અ લાઈન પર એ લોકોને ચાલવા દો જેને તેની જરૂર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment