શું તમે સર્દી, તાવ અને ઉધરસથી પરેશાન છો ? તો અપનાવો આ ઘરેલું ઉપચાર…

32

ઠંડીની અસરથી બચવા માટે શરીરની બહારની સાથે સાથે અંદરથી પણ ગરમ રહેવું જરૂરી છે. શિયાળાના ઋતુમાં ઠંડી વધવાથી સર્દી, ઉધરસ, તાવ જેવા રોગો વધવા લાગે છે. આ ઋતુમાં આપડે ઠંડીથી બચવા ગરમ કપડા તો પહેરી લઇએ છીએ, પરંતુ ઠંડીની અસરથી બચવા માટે બહારના શરીરની સાથે સાથે અંદરથી પણ ગરમ રહેવું જરૂરી છે. આવામાં આવી બીમારીઓથી બચવા માટે ઘણા ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આ ઠંડી ઋતુમાં લવિંગ, તુલસી, કાળી મિર્ચ અને આદુથી બનેલી ચા તાવ, સર્દી, ઉધરસમાં “રામબાણ” નું કામ કરે છે.

આ ઋતુમાં મોટા ભાગે થનાર રોગોનું મુખ્ય કારણ વાઈરસનો વધતો ફેલાવો છે. બીમાર પડીએ ત્યરે ઠંડી લાગવી તે પણ વધી શકે છે. આ બીમારી વહેતી નાક, તાવ, સુકી કે ભીની ઉધરસ સાથે લાવે છે, જે શ્વસનતંત્રમાં સીધી અસર કરે છે. આવામાં સામાન્ય ઠંડીથી છોકરાઓએ અને વૃદ્ધોએ સાવધાની રાખવી જોઈએ. સર્દીઓમાં મધના સેવનથી શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી દુર રાખી શકાય છે. આયુર્વેદમાં મધને અમૃત માનવામાં આવ્યું છે. સર્દી કે ઠંડી લાગતી હોય તો રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મધ નાખીને પીવાથી તેમાં રાહત થાય છે. હકિકતમાં, મધ શરીરના ઈમયુન સીસ્ટમને સ્વસ્થ બનાવે છે.

આ ઠંડી ઋતુમાં બાજરાના રોટલા ખાવાથી ઘણો ફાયદો થાય છે. તે શરીરને ગરમ રાખે છે, સાથે બાજરાના રોટલામાં પ્રોટીન વિટામીન b, કૈલ્શિયમ, ફાયબર અને એન્ટી ઓક્ષિડેટ શરીર માટે સારું હોય છે. ઠંડીથી બચવા છોકરાઓને પણ બાજરાનો રોટલો ખવડાવવો જોઈએ. ઠંડીમાં સૂપ ખુબ જ લાભદાયી છે. આદુથી શરીરને ગરમાળો તો મળે જ છે, પણ સાથે પાચનક્રિયા પણ સારી થાય છે.

આ મૌસમમાં આંબળા ડાયાબિટીસથી પરેશાન લોકો માટે કોઈ અમૃતથી ઓછુ નથી. આંબળાને પ્રાચીન આયુર્વેદિક પ્રણાલીમાં ઘણા પ્રકારના રોગોના ઈલાજ માટે લગભગ ૫૦૦૦ વર્ષથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આંબળાની સરખામણી અમૃત સાથે કરવામાં આવી છે. આંબળામાં વિટામીન c, વિટામીન ab, પોટેસીયમ, કૈલ્શિયમ, મેગનેસીયમ, આયરન, કાર્બોહાઈડ્રેટ, ફાયબર અને ડાયયુરેટીક એસીડ હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment