શું નાના હતા ત્યારે હોમવર્ક કર્યું છે ? શું હોમવર્કના નામથી આવતો ગુસ્સો ? તો જાણો આ હોમવર્કની શરૂઆત કોણે કરી હતી…

45

કોઈ પણ સમાજને વિકસિત બનાવામાં શિક્ષા ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. શિક્ષાને ગ્રહણ કરવા માટે સ્કુલે જવું પણ જરૂરી છે. અમુક લોકો ઘરે જ રહીને ભણવાનું પૂરું કરે છે તો ઘણા લોકો મોટી મોટી સ્કુલોમાં એડમીશન લે છે. ગામડામાં બાળકો નિશાળે જઈને જ્ઞાન પ્રાપ્ત કરે છે. લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે સ્કૂલો પસંદ કરે છે.

એક વાત જે બધી જગ્યાએ સરખી છે એ છે હોમવર્ક. ભલે એ નિશાળ હોય કે પ્રાઈવેટ સ્કુલ અથવા હોમ ટ્યુશન હોમવર્ક દરેક જગ્યાએ આપવામાં આવે છે. શિક્ષક બાળકોને હોમવર્ક આપે છે. હોમવર્ક જયારે કોઈ સારી રીતે પૂરું કરે છે તો એના વખાણ કરવામાં આવે છે જયારે ન કરવામાં આવે તો સજા કરવામાં આવે છે.

સદીઓથી લોકો આ એક રીવાજમાંથી નીકળતા આવે છે અને આગળ પણ આવું જ થતું રહેશે. શિક્ષક દ્વારા આપવામાં આવેલ ઘણા બધા હોમવર્કને કરતા કરતા દરેક બાળકના મગજમાં એક વિચાર જરૂર આવે છે કે ખરેખર હોમવર્કને બનાવ્યું કોણે ?

મારા બાળપણમાં પણ આ પ્રશ્ન હંમેશા હેરાન કરતો હતો કે ખરેખર હોમવર્ક નામના આ અઘરાં કામની શરૂઆત કોણે કરી ? આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ આપીને વર્ષોથી મનમાં રહેલ જિજ્ઞાસાને સમાપ્ત કરી દઈએ.

તમને જણાવી દઈએ કે હોમવર્કની શરૂઆત Roberto Nevilis એ કરી હતી. ઇટલીના Roberto પોતે એક શિક્ષક હતા. ઈ.સ. ૧૯૦૫માં એમણે હોમવર્કની શરૂઆત કરી અને ત્યારથી અત્યાર સુધી આ ચાલુ છે. પોતાના છાત્રોને સજા આપવાના ઉદેશ્યથી જ એમના મગજમાં આ વિચાર આવ્યો હતો અને ત્યારથી આ હોમવર્ક પ્રથા ચાલી આવી રહી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment