શું તમે જાણો છો કે તમારા ઘરમાં પ્રેત આત્માનો વાસ છે કે નહિ ? આ સંકેતોથી જાણો ૧૦ મીનીટમાં

41

આપણે કયાંકને ક્યાંક ભુત પ્રેતોમાં વિશ્વાસ કરીએ છીએ, પરંતુ જો તમારી આજુબાજુમાં અથવા તમારા ઘરમાં કોઈ આત્માનો પડછાયો છે તો એને કેવી રીતે ઓળખશો ? આજે અમે તમને અમુક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે જાણી શકશો કે ક્યાંક તમારા ઘર ઉપર પ્રેત આત્મા તો નથી ને…

આ સંકેતો વિશે સુપરનેચરલ પાવર પર અભ્યાસ કરનારા વેજ્ઞાનિક પણ કહે છે કે કોઈ પ્રકારે આ આત્માઓ આપડી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. અમુક એવા જ સંકેતો જેનાથી તમારા ઘર માં અથવા આજુબાજુ આત્માઓની અનુભૂતિનિ ખબર પડી શકે છે.

ઘણી વખત એવું થાય છે કે કોઈપણ વ્યક્તિએ અતર ન લગાવ્યું હોય તો પણ અચાનક કોઈ પ્રકારની સુગંધ આવે છે. જો એવું થાય તો બની શકે છે કે કોઈ આત્મા તમારી પાસેથી નીકળી હોય. ઘણી વખત આત્માઓની આજુબાજુ હોવાથી સુગંધનો અનુભવ થાય છે.

ઘણી વખત લોકોનું એવું કહેવું હોય છે કે એમના ઘરમાં અચાનક જ દરવાજા જોરથી જટકા સાથે બંધ થતા હોય છે. જેના વિશે લોકોને લાગે છે કે આવું પવનના કારણે થયું છે પરંતુ આવું જો વારંવાર થતું રહે, તો સાવધાન થઇ જાવ કેમ કે એવું બની શકે છે કે આવું કરીને કોઈ આત્મા તમને કૈક કહેવા માગતી હોય

જો તમારા ઘર અથવા આજુબાજુ માંથી વિચિત્ર અવાજો, જેમ કે નખ ખોતરવાની, કોઈ વસ્તુના પડવાની અથવા પગના અવાજોની આવે તો પણ સાવધાન થઇ જાઓ. કેમ કે એવું થઇ શકે છે કે તમારી આજુબાજુ કોઈ આત્માનો વાસ હોય.

જો તમને કોઈ વસ્તુ અદ્રશ્ય થઇને ફરી પાછી દેખાવા લાગે તો થંભી જવું. કેમ કે જો આવું ઘણી વખત થવા લાગ્યું તો સમજી લો કે તે વસ્તુ કોઈ આત્માની મનપસંદ વસ્તુ થઇ ચુકી છે.

જો તમને કયારેય પણ એવું લાગે કે તમે કોઈનો પડછાયો જોયો છે અને ત્યાં કોઈ ઉપસ્થિત ન હોય, તો બની શકે છે કે ત્યાં કોઈ આત્માનો વાસ હોય. પહેલા સરખી રીતે પારખી લો, સતા પણ ફરીથી આવો અનુભવ વારંવાર થાય તો સાવધાન થઇ જાવ.

જો તમારા ઘરમાં કોઈ પાલતું જીવ છે અને તે અચાનક ડરવા લાગે અથવા કોઈ એક જગ્યાને જોઈને વારંવાર ભસવા અથવા અવાજ કરવા લાગે, તો એને નજરઅંદાજ ન કરો. કેમ કે જીવોને આવી આત્માઓ દેખાય છે.

જો તમને એવું લાગે કે કોઈ તમારી પાછળ આવે છે કે કોઈએ તમને અડયું છે. તોય તમને કોય જોવા ન મળે અને આવું વારંવાર થાય તો ચેતી જાઓ. કેમ કે બની શકે છે કે કોઈ આત્મા તમને કૈક કહેવા માગતી હોય. જો અચાનક કોઈના રોવાનો અવાજ આવે તો પહેલા જોઈ લો કે કોઈ જરૂરિયાતમંદ તો તમારી આજુબાજુ નથી ને. જો તમારી આજુબાજુ કોઈ ન દેખાય તો સાવધાન થઇ જાઓ કેમ કે એ આત્મા હોય શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment