શું તમે જાણો છો આ 1 રૂપિયાની વસ્તુના અધધધધધ ફાયદાઓ…

56

અતિ જુના – પુરાણા દાગ, ધબ્બાને દુર કરે છે ફક્ત 1 રૂપિયાની આ વસ્તુ

કપૂરના એટલા બધા ફાયદા છે કે દરેક વ્યક્તિએ કપૂરને પોતાના ઘરમાં અવશ્ય રાખવું જોઈએ. જેથી જ્યારે પણ આપણને ખરાબ અથવા નકારાત્મક ઉર્જા આવે તો આપણે તેનો લાભ લઇ શકીએ. અને અમુક સામાન્ય બીમારીમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ.

કપૂર એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ પૂજા – પાઠ તથા દવાઓની સાથે અન્ય ઘણી ચીજોમાં પણ કરવામાં આવે છે. શક્ય છે કદાચ આજકાલ તમે બ્રાહ્મણ કે ગોરઅદાને લીધે કપૂરનો ઉપયોગ ફક્ત પૂજા – પાઠ કે ધાર્મિક વિધિ માટે જ સાંભળ્યો હશે. તો ચાલો આજે અમે તમને બતાવીએ છીએ કપૂરથી થતા કેટલા ફાયદાઓ.

1.) કપૂરથી થતા ફાયદાઓ

કપૂર તમારી દરેક પ્રકારની સ્કીનની સમસ્યાને દુર કરે છે. જો તમારી સ્કીનમાં કોઇપણ પ્રકારના દાગ કે ધબ્બાને કે પછી મોઢા પર પિમ્પલ્સ હોય તો તમે કપૂરનો ઉપયોગ કરીને તેમાંથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે કપૂરના ચૂર્ણને નાળીયેરના તેલમાં મિશ્રણ કરીને તેને શરીર પર જ્યાં દાગ ધબ્બા કે પિમ્પલ્સ હોય ત્યાં આ મિશ્રણવાળા તેલને હળવા હાથે લગાવવું. તમે ખુદ જોઈ શકશો કે તમને થોડા દિવસોમાં ફાયદો થઇ જશે.

2.) ચહેરા પરનુ સૌંદર્ય

કપૂર ચહેરા પરની ખુબસુરતીને વધારવા માટે એક રામબાણ ઈલાજ છે. કપૂરનો નિયમિત પ્રયોગ કરવાથી ચહેરાની કાળાશ કે શ્યામવર્ણ, પિમ્પલ અને ડાઘ કે ધબ્બા ઝડ – મૂળથી દુર થાય છે. આને ચહેરા પર લગાવવા માટે કપૂરના ચૂર્ણને નાળીયેરના તેલમાં મિશ્રણ કરીને તેને શરીર પર જ્યાં દાગ ધબ્બા કે પિમ્પલ્સ હોય ત્યાં આ મિશ્રણવાળા તેલને મસાજ કરતા હો તેવી રીતે હળવા હાથે લગાવવું. થોડા દિવસમાં આની અસર તમે ખુદ બ ખુદ જોઈ શકશો. આ સિવાય કપૂર અને નાળીયેરના તેલના આ મિશ્રણથી ચહેરા પર ૧૦ મિનીટ સુધી મસાજ પણ કરી શકાય છે. આમ કરવાથી તમારા ચહેરાનું સૌંદર્ય ખીલી ઉઠશે.

3.) ડેન્ગ્યું સામે રક્ષણ કરે છે

ડેન્ગ્યું મચ્છરથી થતો રોગ છે. મચ્છરના આતંકનો દરેક વ્યક્તિને અનુભવ થયો હશે. મચ્છર ફક્ત ઊંઘમાં જ ખલેલ પહોચાડે છે એવું નથી પણ મચ્છર કરડવાથી ઘણા રોગ પણ થાય છે. જેમાનો એક રોગ છે ડેન્ગ્યું. જો સાવચેતી રાખવામાં ન આવે તો આ રોગ જીવલેણ સાબિત થાય છે. આ ડેન્ગ્યુથી બચવા માટે  કપૂર એક અકસીર ઈલાજ છે. મચ્છરોના ઉપદ્રવ સમયે ડેન્ગ્યુથી બચવા માટે તમારે ઘરમાં એક કપૂરની ગોટી સળગાવવી, કપૂરની સુગંધથી મચ્છરો તમને કરડી શકશે નહિ. આમ તમે ઓછા ખર્ચમાં ડેન્ગ્યુથી બચી શકો છો.

4.) ઓળી – અછબળા સમયે રાહત

ઓળી – અછબળા કોઇપણ વ્યક્તિને કોઇપણ ઉંમરે નીકળી શકે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. જાણકારોનું કહેવું છે કે આ નીકળવાથી તે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં કુદરતી વધારો થાય છે. જેથી તેને એલોપેથીક દવાઓથી કંટ્રોલ કરવાનો પ્રયતન કરવો જોઈએ નહિ. આ સમયે એલોપેથીક દવાઓથી દુર રહેવું. હા, આ સમયે ઘરગથ્થું ઉપચાર અવશ્ય કરવા. જેમાં ઘરના ઉંબરે તથા જે વ્યક્તિને ઓળી કે અછબળા નીકળ્યા હોય તેના રૂમના દરવાજે કડવા લીમડાની ડાળખીઓ બાંધવી, અને કપૂરને કાચના પ્યાલામાં કે બાઉલમાં રાખી જે વ્યક્તિને ઓળી કે અછબળા નીકળ્યા હોય તે વ્યક્તિના રૂમમાં તે પાત્રને મુકવું. જેથી તે વ્યક્તિને બહારના બીજા વાયરસ સામે રક્ષણ મળે છે. આમ કપૂર બહારના વાયરસ સામે રક્ષણ કરે છે.

5.) પેટના દુખાવામાં રાહત મળે છે

પેટના દુખાવામાંથી રાહત મેળવવા માટે કપૂર એક સારો વિકલ્પ છે. પેટના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમારે પાણીમાં અજમો નાખી તેને  ઉકાળી તેમાં એક ચપટી કપૂરનો પાવડર નાખી આ નવશેકા પાણીને પી જવું. આમ કરવાથી તમને પેટના દુખાવામાં તુર્તજ રાહત થશે. આરામ મળશે. આ પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટરની એકવાર અવશ્ય સલાહ લેવી. કારણ કે તમારા ફેમીલી ડોક્ટર તમારી તાશીરથી માહિતગાર હોય છે. કારણ કે ક્યારેક કોઈ વ્યક્તિને આ નુસખો અનુકુળ ન પણ આવે. જેથી સાવધાની રાખવી સારી.

6.) પગની પાનીમાં ચીરાઓમાં રાહત

પગની પાનીનાં ચીરાઓ તમારી પર્સનાલીટીમાં તો અસર કરે જ છે, પણ તે સાથે આપણને તે પગમાં દુખાવો પણ કરે જ છે. ક્યારેક આ દર્દ ખુબજ વધી જાય છે. કારણ કે ચીરાઓમાંથી લોહી પણ નીકળે છે. ત્યારે પગની પાનીમાં ચીરાઓનું દર્દ અસહ્ય થઇ જાય છે. આ દર્દ માંથી બચવા માટે કપૂર ઘણું જ લાભદાયક સાબિત થયું છે. આ ઉપાય મારે તમારે ગરમ પાણીમાં થોડુક કપૂર અને મીઠું (નિમક)નાખી તેમાં તમારા પગ ડુબાળી રાખવા. પછી પગને સ્ક્રબ કરીને તેના પર મોઈસ્ચરાઈઝર ક્રીમ લગાવવું. આમ કરવાથી તમારા પગની પાણીમાં ચીરાઓનો પ્રોબ્લેમ દુર થશે.

7.) ઇન્ફેકશનથી બચાવે છે

ઇન્ફેકશન ગમે ત્યારે, ગમે તે સમયે કોઈ પણ વ્યક્તિને થઇ શકે છે. એટલા માટે સમજદારી કે ડહાપણ એમાં છે કે તમારે તે વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સમજો કે ક્યારેક આપણી ત્વચા અચાનક કોઈ કારણોસર દાજી જાય છે ત્યારે કપૂરનાં થોડા ટીપા દાજી ગયેલા ભાગ પર લગાવવાથી આરામ મળે છે, રાહત થાય છે. આમ કરવાથી જલન કે દુખાવામાં પણ રાહત મળે છે, અને ઇન્ફેકશન લાગવાનો ભય રહેતો નથી.

જોયુંને સસ્તી કિમતમાં કપૂરથી કેટ કેટલા ફાયદા મળે છે. જરૂર છે સમજદારીથી તેનો ઉપયોગ કરવાની.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment