શું તમે જાણો છો કે છોકરીઓના જીન્સના ખીચ્ચા નાના કેમ હોય છે ? જાણો એનું રહસ્ય શું છે…

112

તમે તમારા જીન્સના ખીચ્ચામાં શું શું સમાન રાખી શકો છો. એક મોબાઈલ અને વધુમાં વધુ એક પેન. શું મોબાઈલ પણ તમારા ખીચ્ચામાં પૂરી રીતે રાખી શકો છો ? પાછળ ખીચ્ચામાં પણ મોટું પર્શ રાખી લ્યો છો. જયારે છોકરીઓના જીન્સની પાછળના ખીચ્ચામાં થોડાક પૈસા રાખતા ચાલી ચાલીને સરકીને બહાર આવી જાય છે. આના લીધે છોકરીઓને હંમેશા એક બેગ રાખવું પડે છે જયારે છોકરાઓ બેગ લીધા વગર આરામથી નીકળી જાય છે.

છોકરીઓ કરે તો શું કરે

જો છોકરીઓને નાનું ખીચ્ચું નથી જોતું તો તે શું કરી શકે છે. તેની પાસે કેટલા વિકલ્પો હયાત છે. તે જાણવા અને છોકરીઓ અથવા છોકરાઓના જીન્સના ખીચ્ચામાં થઇ રહેલા અંતરને જાણવા માટે બીબીસી ને જીન્સ અને પેન્ટ વેચવાવાળા કોઈ મોટા સ્ટોર ઉપર જઈને વાત કરી.

લીવાઈસ, પેપે, એચએનએમ, કૈંટાબેલ, ફલાઈંગ મશીન અને લી જેવા બ્રાન્ડમાં છોકરીઓ માટે જીન્સની અલગ અલગ પ્રકાર હોય છે. કેટલાક પ્રકારમાં નાના ખીચ્ચાઓ હોય છે, કેટલાકમાં ફેક ખીચ્ચાઓ (ખીચ્ચાઓ દેખાય છે પણ હોતા નથી) તો કેટલાકમાં ખીચ્ચાઓ નથી હોતા. અમને બધી જગ્યાએ છોકરીઓ અને છોકરાઓના જીન્સના ખીચ્ચાઓમાં ઘણું અંતર મળ્યું. છોકરીઓના  જીન્સના ખીચ્ચા નાના હતા અને છોકરાઓના મોટા. આવામાં છોકરીઓની પાસે ખીચ્ચોને લઈને વિકલ્પ સીમિત હોય છે.

જીન્સની જરૂરિયાત છોકરાઓ અને છોકરીઓ બન્નેને હોય છે. તેની કીમત લગભગ સરખી જ હોય છે. તો પછી બંનેના જીન્સના ખીચ્ચામાં આટલું બધું અંતર કેમ ?

શું છે કારણ ?

ફેશન ડિઝાઈનર અદિતી શર્મા છોકરીઓ અને છોકરાની જીન્સના ખીચ્ચના આ અંતર ઉપર સહમતી જગાવે છે. તે છોકરીઓને લઈને બજારની ધારણાને આની જવાબદાર બતાવે છે. અદિતી કહે છે, “આવી રીતે જોવા જઈએ તો બહુ ઓછા બ્રાન્ડ અને  ડીઝાઈનર છોકરીઓના કપડામાં ખીચ્ચાઓ આપે છે. કારણકે તેને એવું લાગે છે કે મહિલાઓ પોતાના ફિગરને લઈને વધારે ચિંતા કરે છે. હવે જો પેન્ટમાં ઘણા બધા ખીચ્ચાઓ દેશે તો તેનો વેસ્ટ એરિયા (કમરની આજુબાજુનો ભાગ) થોડું મોટું દેખાશે અને મહિલાઓ એને પસંદ નહિ કરે.”

છોકરીઓના ખીચ્ચાઓને લઈને બજારની આ ધારણાને ફેશન ડિઝાઈનર સુચેતા સંચેતી પણ માને છે. તે કહે છે કે આ પ્રકારના કપડા ડિઝાઈન કરતી વખતે વિચારવામાં આવે છે કે મહિલાઓ કોઈ કપડાને આવી રીતે ઝાઝું પસંદ કરશે તો તેનું ફિગર સારું લાગશે. પછી સમાન માટે તો ભારતીય પરિધાનોની સાથે બેગ રાખતી જ આવી છે. છોકરાઓના મામલે તેને ખીચ્ચું રાખવું ખુબજ જરૂરી લાગે છે. જો કે, મહિલાઓ માટે પણ ખીચ્ચાઓ વાળા ડ્રેસ પણ ખુબ આવી રહ્યા છે.

તેઓનું માનવું છે કે, ”સ્લિંગ બેગનો ઉપયોગ કરી શકે છે પણ કોઈ સ્લિંગ બેગ લઈને નથી ફરતા.” અને લે પણ છે તો કેટલા સમય સુધી. થોડા સમય પછી ખભામાં અને કમરમાં દુખાવો થાય છે

આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠ્યો મામલો

આ મામલો ફક્ત ભારતનો નથી પણ કેટલાય દેશોની મહિલાઓ આ ભેદભાવને મહેસુસ કરી રહી છે. મહિલાઓના જીન્સના ખીચ્ચાઓને લઇને વિદેશમાં પ્રયોગ કરવામાં આવ્યો. પુડિંગ ડોટ કોમ વેબસાઈટે જીન્સની ૨૦ અમેરિકાની બ્રાન્ડ ઉપર શોધ કરી અને આ પરિણામમાં મહિલા અને પુરુષના જીન્સનું અંતર મળ્યું.

આ શોધ પ્રમાણે, મહિલાઓ જીન્સની ફક્ત ૪૦ ટકા જીન્સમાં ત્રણ મોટા બ્રાન્ડના મોબાઈલ આવી ગયા. અડધાથી પણ ઓછુ આગળના ખીચ્ચામાં પાકીટ આવી શક્યા જે આગળ પાકીટ રાખવા માટે જ બનાવ્યું હતું. સ્કિની જીન્સમાં મહિલાઓ અને પુરુષો બનેમાં નાના ખિસ્સાઓ હોય છે. તેમાં પણ, મહિલાઓના ખીસ્સોના જીન્સ ૩.૫ ઇંચ  (૪૮%) અને ૦.૩ ઇંચ (૬%)પાતળી હોય છે. એવીજ રીતે સ્ટ્રેટ જીન્સના ખીચ્ચાઓ ૩.૪ ઇંચ (૪૬%) નાની અને ૦.૬ ઇંચ (૧૦%) પાતળી હોય છે

પાછળના ખીચ્ચાની વાત કરીએ તો તે પણ નાની હોય છે પણ તેમાં અંતર બહુ ઓછુ હોય છે. મહિલાઓની સ્કિની જીન્સના ખીચ્ચા ૦.૩ ઇંચ (૫%) નાની અને ૦.૧ ઇંચ (૨%) પાતળી હોય છે. આ રીપોટ મુજબ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચન ડીઓરે ખીચ્ચોના પુરુષવાદ ઉપર ૧૯૫૪ માં કહ્યું હતું, ”પુરુષોના ખીચ્ચાઓ સમાન રાખવા માટે હોય છે અને મહિલાઓના સજાવટ માટે.”

ખીચ્ચાઓનો ક્રેઝ

આ મુદા પર મહિલાઓનો એક તબક્કો અવાજ ઉઠાવી રહ્યો છે. સોશ્યલ મીડિયા ઉપર #wewantpockets  જેવા હેશટેગના દ્વારા મુહિમ પણ ચલાવવામાં આવી છે. આમાં મહિલાઓ નાના ખીચ્ચાઓ અને ખીચ્ચાઓની સમસ્યા અને ખીચ્ચાઓમાં ચાલી રહેલા ભેદભાવ પર ચર્ચા કરે છે.

થોડા સમય પહેલા જ લંડનની એક મહિલાએ તેના દોસ્તના લગ્નનો ફોટો ટ્વીટ કર્યો હતો. જેમાં લગ્ન થનારી છોકરીના ગાઉનમાં પણ ખીચ્ચુ હતું અને આના કારણે આ પોસ્ટ વાઈરલ થઇ ગઈ અને મહિલાઓને ખીચ્ચાઓની જરૂરિયાત પર ચર્ચા ચાલુ થઇ ગઈ. આ મામલામાં વધુ ચર્ચા વિદેશોમાં થઇ પણ ભારતમાં હવે અવાજ ઉઠવા લાગ્યો છે.

જેમ સામાન્ય જીન્સ પહેરવાવાડી પત્રકાર જ્યોતી રાઘવ માને છે કે, “ખીચ્ચાતો ભારતીય કપડામાં પણ હોવા જોઈએ. તેમાં ખીચ્ચાઓ નથી બનાવવામાં આવતા તેથી મહિલાઓને સાથે બેગ રાખવું પડે છે. નહીતર તો તે પણ બેગ વગરની ચિંતા છોડીને ચિંતા વગર રહી શકે. તેને છુટા છવાયા સમાન રાખવા માટે બીજાની મદદ લેવી નથી પડતી.”

ખીચ્ચાઓ કેવી રીતે ખતમ થયા

એક સમય એવો હતો જયારે પૈસા અને અન્ય જરૂરીના લીધે પોતાના પતિ ઉપર નિર્ભર રહેતી હતી. મોટાભાગના પુરુષજ બહારનું કામ સંભાળતા હતા. ત્યારે મહિલાઓ માટે ખીચ્ચાઓ જરૂરી નહોતા સમજવામાં આવતું ન હતું. બીજા વિશ્વયુદ્ધના સમયે મોટા ભાગના પુરુષ યુદ્ધમાં ચાલ્યા ગયા હતા. ત્યારે મહિલાઓ ઉપર ઘરની અને બહારની બંનેની જવાબદારીઓ આવી ગઈ. એવામાં મહિલાઓને પેન્ટ પહેરવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યું જેથી બહારના કામોમાં તે ખીચ્ચાઓનો ઉપયોગ કરી શકે. પણ વિશ્વયુદ્ધ પછી પુરુષો ઘરે આવી ગયા અને ભૂમિકા પહેલાની જેમ વહેચાય ગઈ. વધારે સુંદર અને ફિગરમાં દેખાવા માટે મહિલાઓ માટે ટાઈટ ફીટીંગ કપડાઓનું ચલન શરુ થઇ ગયું અને ખીચ્ચાઓ ધીરે ધીરે ગાયબ થઇ ગયા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment