શું કારણ છે જેના લીધે લોકો ઓફીસમાંથી કાગળ અને પેન ચોરે છે ? જાણો આની પાછળનું કારણ…

71

તમે ક્યારે ઓફીસમાંથી મળેલ પેન ચોરી છે ? ઓફીસના કેનટીનમાં જમીને ત્યાની ચમચી ઘરે લાવીયા છો ? પોતાના આંતરિક દસ્ત્સ્વેજોની પ્રિન્ટઆઉટ ઓફીસના પ્રિન્ટરમાંથી કાઢેલ છે ? ઓફિસમાંથી બાળકની ડ્રોઈંગના પ્રિન્ટ કાઢેલ છે ? એમના માટે કાગળ લઇને ગયા છો ? ઘણા નોકરીઓ વાળા લોકોનો આ પ્રશ્ન નો જવાબ ‘હા’ માં છે. નોકરી કરવાવાળા ઘણીવાર આવી નાની મોટી ‘ચોરીઓં’ કરતા હોય છે. હાલમાં જ બ્રિટનની પેપરમેટ નામની કંપનીએ જયારે નવી પેન લોન્ચ કરી ત્યારે એક સર્વે કર્યો. આ સર્વેમાં શામીલ બધા જ લોકોએ કહયું કે એમને પેન ચોરી છે ! એવામાં જ બીજુ સંસોધન જણાવે છે કે લગભગ ૭૫ ટકા નોકરી કરવાવાળા લોકોએ ઓફિસમાંથી આવો નાનો મોટો સામાન ચોરિયો છે.

અરબો ડોલરનું નુકસાન

આવી સામાન્ય ચોરીથી નુકસાન બોવ મોટું થાય છે. મોટા અંદાજ મુજબ આવી નાની-મોટી ચોરીથી અરબો ડોલરનું વર્ષમાં નુકસાન થાય છે. આવી ચોરીના લીધે કંપનીની ઓફીસનો સમાન ૩૫ ટકા સુધી ઓછો થાય છે. આ ઘણી કંપનીઓના વર્ષના કારોબારનું ૧.૪ ટકા હોય છે. જો આપનો આવો વર્તાવ અર્થવ્યવસ્થા અને કંપની માટે આવી વેચાણની ખોટ છે, છતાં પણ આપને આવી ચોરીઓ શા માટે કરીએ છીએ?

આ પ્રશ્નનો જવાબ મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે. આપણે જયારે નોકરીની શરૂઆત કરીએ છીએ, તો કંપની તમને  રોજગાર આપવા માટે કેટલાક વચનો આપે છે. હંમેશા આ એવી વાતો હોય છે, જે નોકરીના કોન્ટ્રાકટનો ભાગ હોતો નથી.

જેવી રીતે કામનો સમય નક્કી નથી હોતો, કામનો માહોલ સારો હશે, દોસ્તી રહેશે, તમે સુવિધા મુજબ કામ કરી શકો છો. આવા ઘણાબધા વચનો તમારી અંદર આશા જગાડે છે. જાણકાર એને મનોવીજ્ઞાનીક કોન્ટ્રાકટ કહે છે.

જ્યાં સુધી કંપની પોતાના આવા ન કીધા હોય એવા વચનો પુરા કરે છે ત્યાં સુધી નોકરી કરવાવાળા માટે બધુજ સારું રહે છે. નોકરી કરવાવાળા પણ કંપની પ્રત્યે વફાદાર રહે છે. પણ, ચિંતા એ છે કે કદાચ જ આવું થાય છે. સમય જતા જ કંપની અને કામદાર એક-બીજાથી કંટાળી જાય છે.

વચનો તૂટી જાય છે

મોટાભાગે કામદારો એમ માનતા હોય છે કંપનીએ તેમની સાથે કરેલા અલેખિત કરાર તોડે છે. કામના જે માહોલ દેવાનું વચન હતું, એવું માહોલ નથી. કામના સમયનો દબાવ છે, રજાઓ નથી મળતી, લગભગ ૫૫ ટકા નોકરી કરવાવાળા લોકોની ફરિયાદ છે કે કંપનીએ તેમની સાથે કરેલ વચનો નીભાવિયા નથી અને આવું નોકરીના પહેલા ૨ વર્ષ માં થાય છે. જયારે ૬૫ ટકા તો કહે છે કે નોકરીના પહેલા જ વર્ષમાં તેમની આશા તૂટી ગઈ હતી.

થોડાક હમણાંના જ સર્વે કહે છે કે કેટલાક નોકરી કરવાવાળા લોકો રોજ કે અઠવાડિયામાં વચનો તૂટવાની ફરિયાદો કરે છે. હવે જો કંપની આવું કરે છે, તો કામદારે પણ કરેલા આ લેખિત વચનો તોડવા લાગે છે. સારો વર્તાવ, રજા જરૂરી  હોય ત્યારે જ લેવી અને ઓફીસના સામાનનો સારી રીતે સાર સંભાળ રાખવા જેવા અલેખિત વચનો કામદારો પણ તોડે છે

કામદારોની જાણકારી

મજાની વાત તો એ છે કે ન તો કંપનીને આ વાતનો અહેસાસ હોય છે કે તેણે કોઈ વચન તોડયું છે ના તો કામદારો અનુભવે છે. પરિણામેં કંપનીને પણ લાગે છે કે જેવો વર્તાવ તે કામદાર સાથે કરે છે, તે બરાબર છે. ત્યારે જ કામદાર પણ બદલામાં આવી નાની-મોટી ચોરીઓં કરીને પોતાની શાંતિ અનુભવે છે. ઘણીવાર થાય છે કે કંપનીઓ પોતાના વચનોથી મો ફેરવી લે છે. તેમને અનુભવાતું પણ નથી કે કામદાર સાથે તેમણે કપટ કર્યું છે. હવે જો અનુભવાતું નથી, તો પછી તેનો ઉપાય કાઢવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી

તમે ખોટું કર્યું, તો શું અમે બદલો પણ ના લઇએ ? નોકરી કરવાવાળા લોકો એ વિચારે છે કે જયારે કંપનીએ તેની આશા તોડી, તો એ પણ એ વાતનો હક ધરાવે છે કે સારા કામદારની જવાબદારી નીભાવવાથી બચે.

બદલાની લાગણી અનુભવે

કંપનીથી ના ખુશ કામદાર ઘણીવાર નેગેટીવ વિચારના શિકાર બને છે. તે ગુસ્સો કરે છે, ખીજાય છે, ભડકી જાય છે. પછી તે બદલાની ભાવનાથી ભરાઈ જાય છે. સંસોધન કહે છે આવી ભાવના એવા કામદારમાં વધુ આવે છે, જે સારું કામ કરે છે. જોએ અનુભવ કરે કે કંપનીએ તેની સાથે ઇન્સાફ કરિયો નથી. તરરકી નથી આપી. રજા નથી આપી. પછી તે બદલાના મૂડમાં આવી જાય છે. કેમકે કંપની સાથે બદલો લઇને તે સારું અનુભવે છે.

બદલો લેવાનો આનંદ વધુ સમય રેહતો નથી

સામાન્ય રીતે લોકો કંપનીને નુકસાન પહોચાડીને ઘણી ખુસી પ્રાપ્ત કરે છે. પણ આવી ચોરીઓં કરીને પછી તેમને ઘણો પ્રચાતાપ થાય છે. પ્રશ્ન એ થાય છે કે પછી કામદારે શું કરવું જોઈએ ? મનોવિજ્ઞાન આનામાટે BRAIN નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. BRAIN એટલે કે Benefits, Risks, Alternatives, Information and Nothing જયારે પણ તમને એવું અનુભવાય કે કંપનીએ તમારી સાથે કપટ કર્યું છે, તો તમે પહેલા શાંત મગજે વિચારો કે બદલો લેસો તો, તમને શું ફાયદો થશે. ઓફીસમાં ચોરીનો જોખમનો અંદાજો પણ લગાવી લો. થય શકે છે કે ચોરીના થોડાક સમય સુધી સારું અનુભવો. પણ આ આનંદ લાંબા સમય સુધી નથી ટકતો. હવે જો જોખમ પણ છે અને આનંદ પણ સ્થિર નથી, તો પછી તમારે ઓફિસમાં ચોરીના વિકલ્પ પર ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર કંપનીઓને ખબર પણ નથી હોતી કે કામદાર છેત્રાયેલ અનુભવે છે. તેમને વિશ્વાસ પણ નથી હોતો કે સારો માહોલ નું વચન તેમણે તોડયું છે, વિકાસનો દોર નીભાવીયો નથી.

તો શું છે વિકલ્પ ?

તો તમારી પાસે એ વિકલ્પ છે કે તમે કંપનીને તેની ભૂલનો અહેસાસ અપાવો. જનાવો કે તમે કપટીયા હોય તેવું અનુભવો છો. આનું કારણ શું છે. સંસોધનમાં જણાવે છે કે સામાન્ય રીતે કંપની માની લે છે કે તેનાથી ભૂલ થાય છે. તેની સંભાવના ૫૨ થી ૬૬ ટકા સુધી છે. તે કામદાર પાસે આ ભૂલની માફી માંગે છે અને અને તેની ભરપાઈ માટેની કોશીશ પન કરે છે. છતાં પણ, કંપનીને વચન તોડવાની ફરીયાદ કરતા પહેલા તમે બધીજ જાણકારી લઇ લ્યો. એ જોઈ લ્યો કયો કે જે ફરિયાદ તમારી તે કેટલી વાજબી છે ? શું તમારા સાથીઓએ પણ એવું અનુભવયું જેવું તમે અનુભવો છો ? શું તમારી સાથે નોકરીમાં આવું પહેલા વાર થયું છે ?

તમે આ પ્રશ્નનો જવાબ સારી રીતે તૈયાર કરી લો. તમારી પાસે જેટલી જાણકારી હશે, એટલી જ સારી તમારી વાત હશે. જો તમે કંપની સામે એ સાબિત કરી દો કે તમારી સાથે થયેલ વચન તૂટયું છે અને આ જાની જોઇને થયેલ છે. કેટલી વાર થયેલ છે, તો એ વાતની પૂરી આશા છેકે કંપની માફી માંગીને પોતાની ગલતી સુધારશે કેમકે આવી રીતે કંપનીને અનુભવ કરાવાય છે કે પરિસ્થિતિ તેના કાબુમાં છે. અને જો તમે તમારી સાથે બીજા કામદારોને પણ ફરિયાદમાં સામેલ કરી લો, તો વાત વધુ તમારા હકમાં આવી જશે.

પોતાને કરો પ્રશ્ન

જે છેલો પ્રશ્ન તમારે પોતાને કરવો જોઈએ, એ છે કે શું સાચેજ તમારે આવી કોશિસ કરવાની, આવી ફરિયાદ કરવાની જરૂર છે ? તેના ફાયદા કેટલા છે ? ઘણીવાર કઈ ના કરવું પણ ઘણું અસરકારક પગલું હોય છે. મતલબ એ છે કે તમે બધીજ વાત પર દોડી-દોડીને એચઆર ડીપાર્ટમેન્ટમાં ફરિયાદ કરો, તેના કરતા વધુ સારું છે કે સાચા સમયની રાહ જોવો. હા, અમે એ નથી કેતા કે તમેં નાઈન્સાફી સહન કરતા રહો.

સારું એ છેકે તમે સારી રીતે પોતાના મનમાં સમજી લો કે કંપનીના ક્યાં વચનો તમારા માટે વધુ જરૂરી છે અને કેના પર અમલ ના થવાથી તમને વધુ ફર્ક નહિ પડે. સારો હિસાબ-કિતાબ કરીને એ જોઈ લો કે કંપનીમાં નાની-મોટી ચોરી કરવું સારું રહેશે. ચુપ રહેવું સારું રેહશે કે પછી, પોતાની ફરિયાદ કરવાનું યાદ રાખો ફેસલો કરવામાં BRAIN જ તમારુ મદદગાર થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment