શું તમને ખબર છે કે રોલેકસ ઘડિયાળોની કિંમત લાખોમાં કેમ હોય છે ? આ વાત નહિ જાણતા હો તો જાણી લો…

30

આખી દુનિયામાં રોલેકસ ઘડિયાળો પોતાની કિંમતો માટે જાણીતી છે. આ ઘડિયાળોને હસ્તીઓ રસૂખમાં વધારો કરવા માટે સ્ટેટ્સ સિમ્બોલ તરીકે પહેરે છે. પરંતુ ઘણા લોકો એમ વિચારે છે કે સમય તો એક સામાન્ય ઘડિયાળ પણ દેખાડે છે તો પછી રોલેકસની ઘડિયાળ એટલી મોંઘી શુંકામ છે ? શું તમે એનું કારણ જાણો છો? જો તમે એનું સાચું કારણ જાણી લેશો તો તમને આશ્ચર્ય થશે.

હકીકતમાં, રોલેકસ ઘડિયાળો પોતાની ખાસ કારીગીરી માટે જાણીતી છે. એને એમ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે એની કિંમત લાખોમાં જઈ પહોંચે છે. ત્યારે તો આ ઘડિયાળો એટલી મોંઘી છે. પરંતુ શું  તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર આ ઘડિયાળ એટલી મોંઘી શુંકામ હોય છે? હકીકતમાં, કંપનીનો દાવો છે કે રોલેકસ ઘડિયાળ સાધારણ નથી. કંપનીએ એના પ્રોડક્શન માટે અલગ એક રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ બનાવી છે.

આ લેબમાં ઘડિયાળો પર એટલી બારીકીથી કામ થાય છે જે દુનિયામાં કદાચ જ બીજે ક્યાય થતું હોય. લેબ એકથી એક સારા ઉપકરણોથી લૈસ છે, જ્યારે અહિયાં કામ કરનાર પેશેવર કારીગર એમાં કામ કરે છે. એ આધાર પર રોલેકસના કારીગર ઘડિયાળોને ડીઝાઇન પણ કરે છે. રોલેકસ મૈકેનિકલ ઘડિયાળો બનાવે છે. મૈકેનિકલ ઘડિયાળો એટલે કે જેમાં મશીનરીનો ખુબજ ઉપયોગ થાય છે. કંપનીનું કહેવું છે કે એવી ઘડિયાળ બનાવવી સરળ કામ નથી, એટલા માટે બજારમાં એમની કિંમત આપોઆપ વધતી જાય છે.

પહેલી વખત ૧૯૫૩માં રોલેકસ બનાવામાં આવી હતી. સૌથી પહેલા રોલેકસની સબમૈરિનર ઘડિયાળ ખાસ તરનાર અને ગોતાખોરો માટે બનાવામાં આવી હતી. કંપની દાવો કરે છે કે રોલેકસની એક ઘડિયાળમાં એટલા નાના પાર્ટ્સ જોડાયેલા હોય છે કે એની ગણતરી કરનાર પણ ભૂલી જશે. એને ખુબજ સાવધાનીથી લગાવવા પડે છે કેમકે ઘડિયાળો બનાવતા સમયે એમના ખરાબ થવાની સંભાવના વધારે થાય છે. ઘણી ઘડિયાળોને પોલિશ હાથેથી જ કરવામાં આવે છે. મોટાભાગે પાર્ટ્સને ફિટ કરવા માટે છેલ્લી પ્રક્રિયા પણ હાથોથી જ કરવામાં આવે છે. રોલેકસમાં યુઝ થતું મટીરીયલ જ એની કિંમતને વધારી દે છે.

હકીકતમાં, રોલેકસમાં ઉપયોગ થતું મટીરીયલ ઘણું મોંઘુ હોય છે. એમાં ૯૪૦ એલ સ્ટીલનો ઉપયોગ થાય છે, જ્યારે બજારમાં ઉપલબ્ધ અન્ય ઘડિયાળોમાં ૩૧૬ એલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી જ એની મજબૂતીનો અંદાજ લગાવી શકો છો. એના ઉપયોગથી ઘડિયાળો મજબૂત અને ચમકદાર બને છે. ઘડિયાળના ડાયલમાં વ્હાઈટ ગોલ્ડનો ઉપયોગ થાય છે. એના સિવાય ઘડિયાળમાં જે નંબરોનો ઉપયોગ થાય છે એ સ્પેશીયલ કાચના પ્લેટિનમથી તૈયાર કરવામાં આવે છે. એમાં બેજેલ સેરેમિક એટલે કે ચીની માટીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

આ ઘડિયાળો ઓછી સંખ્યામાં બનાવમાં આવે છે. ઘડિયાળમાં એક ખાસ વાત એ પણ છે કે એને બનાવવામાં સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ઘડિયાળ બનાવવામાં બંને મેટલને પીગળાવી બનેલી ચીજોનું ઘડિયાળમાં ઉપયોગ થાય છે. તમારી જાણકારી માટે જણાવા માંગશું કે આ ઘડિયાળોનું નિર્માણ સ્વિઝરલેન્ડમાં કરવામાં આવે છે. એમની કિંમત વધારે હોવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે રોલેકસ ઘડિયાળ બનાવનાર અહિયાંના કારીગરોનો પગાર ખુબજ વધારે હોય છે. આ કંપની દરેક વર્ષે ૮થી ૧૦ લાખ કાંડા ઘડિયાળ બનાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment