શું કામ ન્યૂયોર્કની મેટ્રો ટ્રેનમાં 1 વર્ષનો બાળક એકલો ફરી રહ્યો હતો ? જાણો હકીકત વાત….

22

ઘણા સ્ટેશન કર્યા પાર

હાલમાં જ અમેરિકી મીડિયામાં એક સમાચારની બહુ ચર્ચા થઇ રહી છે જેના અનુસાર માત્ર એક વર્ષનું બાળક ત્યાંની મેટ્રો ટ્રેનમાં ઘણા સ્ટેશન સુધી એકલો ફરતો મળ્યો. એક વર્ષના આ બાળકે અમેરિકાના મૈનહેટ્ટન મેટ્રોના સ્ટ્રાલરમાં એકલો સફર કર્યો. આ બાળક ત્યાંના અપર વેસ્ટ સાઈડ સ્ટેશનથી પેન સ્ટેશન સુધી એકલો ટ્રેનમાં ફરતો રહ્યો. પછી એની માં એ આવીને બાળકને ટ્રેનમાંથી ઉતાર્યો.

શું હતો મામલો ?

ગયા મંગળવારે ન્યૂયોર્ક પોલીસને સૂચના મળી કે એક માત્ર એક વર્ષનો બાળક સબવે ટ્રેનમાં એકલો સફર કરતો જોવા મળ્યો છે. જઈને જોવામાં આ સૂચના સાચી મળી અને બાળકને પોલીસે મેળવી લીધો. એનસીબી ન્યૂયોર્ક સમાચાર અનુસાર બાળકે એક કેયરટેકર સાથે સફર શરૂ કર્યો હતો. કે જે પરિવારના જાણીતા હતા અને ઘરના લોકોની જાણકારીમાં બાળકો સાથે લઈને આવ્યા હતા. રસ્તામાં એની તબિયત ખરાબ થઇ ગઈ અને એ બાળકને ટ્રેનમાં છોડીને ૯૬ સ્ટ્રીટ નામના સ્ટેશન પર ઉતરી ગયા. જ્યાંથી બાળક એકલો ત્યાં સુધી સફર કરતો રહ્યો જ્યાં સુધી પોલીસે એને મેળવી માં ને સોંપી ન દીધો.

કોઈ અપરાધિક મામલો બન્યો નથી ?

પોલીસના સૂત્રો અનુસાર બાળક સાથે રહેલ કેયરટેકરની અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી અને એને મજબૂરીમાં ટ્રેનમાંથી ઉતરવું પડ્યું. બાળક પેન સ્ટેશન સુધી ટ્રેનમાં રહ્યો જ્યાંથી એને સુરક્ષિત મેળવી માં ને સોંપી દેવામાં આવ્યો. કેયરટેકર વિશે પણ તપાસ કરવામાં આવી જે હોસ્પિટલની સારવાર મળ્યા પછી સ્વસ્થ છે. તપાસ પછી પોલીસએ જણાવ્યું કે આ મામલામાં કોઈ અપરાધિક કાવતરાના સંકેત મળ્યા નથી, અને ના તો બાળકના પરિવારના લોકોએ એવી કોઈ આશંકા જતાવી. એટલા માટે કોઈ કાયદાકીય મામલો નોંધવામાં આવ્યો નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment