શું દારૂના નશામાં કપિલ શર્માએ PM નરેન્દ્ર મોદીને કર્યું હતું ટ્વીટ ??? જાણો હકીકત…

24

કોમેડિયન કપિલ શર્માના શોમાં સેલેબસની ઝીન્દ્ગીથી જોડાયેલા મસાલાઓ પર ચટખારા લે છે. પણ તે બીજાના શો માં જઈને પોતાના વિવાદોની હકીકતનો પર્દાફાસ કરે છે. અરબાઝ ખાન, એક નવો ચેટ શો પીંચ બાય અરબાઝ ખાન લઈને આવી રહ્યા છે. તેમાં મહેમાન બનશે કપિલ શર્મા. શો નો પ્રમો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કપિલે પીએમ મોદીને કરેલી ટ્વીટની હકીકતનો ખુલાસો કર્યો છે.

પ્રોમો વિડીયોમાં કપિલ જણાવતા નજરે આવી રહ્યા છે કે, “કોઈ સવારેં ઉઠીને 5 વાગ્યે પીએમને ટ્વીટ કરે છે તો સીધી જ વાત છે. કાં તો તે ખુબ જ દુખી છે અથવા તો તેને દારૂ પીધો છે.” ત્યાર બાદ તે અને અરબાઝ ખાન હસતા નજરે આવે છે . જણાવી દઈએ કે કપિલે બીએમસીની ઘુસખોરી પર ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ મોડી રાત સુધી કપિલે ટ્વીટ કરીને મોદીને સારા દિવસ અને કરપ્સન ફ્રી કૈમમેન પર સવાલ ઉઠાવયો હતો.

મોદીને ટ્વીટ ટેગ કરીને કપિલે લખ્યું હતું કે “હું પાછલા પાંચ વર્ષોથી 15 કરોડ રૂપિયા ટેક્સ ભરું છું, પણ મારે ઓફીસ બનાવવા માટે બીએમસીને પાંચ લાખની રકમ આપવી પડશે. બીજા ટ્વીટ માં પણ તેઓએ પીએમને ટેગ કરીને લખ્યું હતું કે આ છે તમારા સારા દિવસ?” કોફી વિથ કરનમાં પણ કપિલે આ ટ્વીટ પર કહ્યું હતું. કરન દ્વારા મિડનાઈટ ટ્વીટ વિશે તેઓએ કહ્યું હતું કે ડોન્ટ ડ્રીંક એન્ડ ટ્વીટ.

જણાવી દઈએ કે, અરબાઝ ખાન ટીવી પર વાપસી કરી રહ્યા છે. તેનો સેલીબ્રીટી ચેટ શો પીંચ યુટ્યુબ ચૈનલ quplay પર પ્રસારિત થશે. પહેલો એપિસોડ 12 માર્ચના બપોરે 1 વાગ્યે પબ્લીશ કરવામાં આવશે.

અરબાઝ ખાને પોતાના ટ્વીટર અકાઉનટ પે એક ક્લબ પ્રોમો વિડીયો શેયર કર્યો છે. જેમાં ઘણા બી ટાઉન સ્ટાર્સ નજરે આવી રહ્યા છે. જેમાં કરીના કપૂર, કરન જોહર, સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા, સની લીયોની, નાવાઝુદીન સીદીકી સમાવેશ છે. પ્રોમો જોઇને લાગતું હતું કે અરબાઝનો આ શો ધમાકેદાર થવાનો છે. આ શોમાં સોશ્યલ મીડિયા પર ટ્રોલીગ અને ઇન્ટરેકસન પર ફોકસ હશે. શો ના 10 એપિસોડ હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment