શું છોકરીઓ પોતાનાથી પણ વધારે બીજાને સુંદર માને છે ? હેરાન કરી દે તેવું રીસર્ચ આવ્યું સામે…

34

શું છોકરીઓ પોતાનાથી પણ વધારે બીજાને આકર્ષક એટલે કે સુંદર માની શકે છે ? આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે કેનાડાની યોર્ક યુનિવર્સીટીનીની ટીમે એક શોધ કરી હતી. શોધમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર જોવા મળતો કોઈ પણ ફોટો છોકરીઓના લાઈક કમેન્ટ કરવો એ આ વાત ઉપર નિર્ભર કરે છે કે તે પોતાના વિશે કેવું મહેસુસ કરે છે.

આ શોધ બોડી ઈમેજ નામના પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી છે. ૧૮ થી ૨૭ છોકરીઓને કેન્દ્રમાં રાખીને આ શોધ કરવામાં આવી હતી. શોધમાં જણાવામાં આવ્યું છે કે આ ઉમરની છોકરીઓ તેના ફોટાને વધારે લાઈક અને કમેન્ટ કરે છે, જેને તે પોતાનાથી વધારે આકર્ષક માંને છે.

યોર્ક યુનિવર્સીટીના એસોસિએટ પ્રોફેસર જેનિફર મિલ્સનું કહેવું છે કે આ શોધ એ વાતને દર્શાવે છે કે વયસ્ક યુવા છોકરીઓ પોતાની સુંદરતાને લઈને વધારે અસંતુષ્ટ મહેસુસ કરે છે.

આના સિવાય કેટલાક અન્ય શોધકર્તાઓ એ આના સંબંધિત એક બીજી પણ શોધ કરી છે. આમાં સોશિયલ મીડિયા પર પ્રતિભાગીઓની ગતવિધિ પર 4 મહિના સુધી નજર રાખવામાં આવી, જેમાં એ ખુલાસો થયો કે જેઓએ સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કર્યો અને સેલ્ફી પોસ્ટ કરી, તેની અંદર આત્મસંતોષની ભાવનામાં 25 % વધારો થયો. આ શોધ બ્રિટન સ્થિત સ્વાંજી યુનિવર્સીટી અને ઇટલીની મિલાન યુનિવર્સીટીએ સંયુક્ત રૂપથી કર્યું છે.

આ દરમિયાન શોધકર્તાઓને ફેસબુક, ઇન્સટાગ્રામ, ટવીટર અને સ્નેપચેટ જેવી સોશિયલ મીડિયા સાઈટ પર પ્રતિભાગીઓની ગત્વીધિઓ ઉપર નજર રાખી. આ એવો ખુલાસો થયો કે જે લોકો ટ્વીટર જેવી મૈક્રોબ્લોગીંગ સાઈટનો પોતાના વિચાર અથવા શબ્દો પોસ્ટ કરવા માટે વધારે પ્રયોગ કરે છે, તેની અંદર આત્મસંતોષની ભાવના દેખાણી નહિ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment