શું તમે જાણો છો ઈંડા એ શાકાહારી છે કે માંસાહારી ? તો ચાલો આજે આપણે વિગતવાર જાણીએ…

51

શિયાળાનું વાતાવરણ છે એવામાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે ઈંડાથી વધારે સારો વિકલ્પ બીજો કયો હોય શકે. એમ તો ઈંડાનું સેવન ગમે તે ઋતુમાં ફાયદાકારક છે. ઈંડામાં પોષક તત્વોની કોઈ પણ ખામી નથી. લગભગ બધાને ઈંડા ખાવા ખુબ જ ગમે છે. ચીકન, મટન અથવા મચ્છી ન ખાતા લોકો પણ ઈંડા ખાવાનું પસંદ કરે છે.

જો કે એવા લોકો પણ ઓછા નથી જે ઈંડાને માંસાહારી સમજીને નથી ખાતા જયારે અમુક એવા પણ છે જે ઈંડાને વેજીટેરીયન સમજીને અચકાયા વગર ખાય છે. ઈંડું વેજ છે કે નોનવેજ આના પર હંમેશાથી લોકો વાદ વિવાદ કરતા આવ્યા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વિજ્ઞાનીકો પ્રમાણે ઈંડા શાકાહારી છે કે માંસાહારી ? આ જવાબથી તમારી શંકા હંમેશા માટે દુર થઇ જશે.

તમને જણાવી દઈએ કે બજારમાં જે ઈંડા મળે છે તે બધા જ અનફર્ટીલાઈઝડ હોય છે. એટલે કે એમાંથી ક્યારેય પણ બચ્ચા બહાર નથી આવતા. એનો મતલબ એવો છે કે વિજ્ઞાનની નજરમાં ઈંડું વેજીટેરીયન છે. જેવું કે તમે જાણો છો કે ઈંડામાં ત્રણ પડ એટલે કે ત્રણ ભાગ હોય છે. પહેલું પડ છાલ, બીજું પડ સફેદ અને ત્રીજો ભાગને ઈંડાની જર્દી કહેવામાં આવે છે.

સફેદ કલરનો ભાગ પ્રોટીનો ખુબ જ સારો સ્ત્રોત હોય છે. એમાં પ્રાણીનો કોઈ પણ ભાગ ન હોવાના કારણે ઈંડા શાકાહારી હોય છે. હવે વાત કરીએ યોક એટલે કે જર્દીની. એમાં પ્રોટીનની સાથે સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ પણ હોય છે. ઈંડું માંસાહારી ત્યારે બંને છે જયારે તેમાં ગૈમીટ સેલ્સ હોય છે અને એ ત્યારે બંને છે જયારે મરઘી અને મરઘો બંને એકબીજાના સંપર્કમાં આવે છે.

સામાન્ય રીતે મુરઘી ૬ મહિનાની થઈ જાય પછી દરેક એક અથવા દોઢ દિવસમાં ઈંડું આપે છે. આ ઈંડાઓ નેજ અનફર્ટીલાઈઝડ ઇગ કહેવામાં આવે છે. એમાં બચ્ચા ક્યારે પણ બહાર નથી નીકળી શકતા. એટલે કે એક રીતે ઈંડા શાકાહારી હોય છે અને આને વેજીટેરીયન પણ ખાય શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment