શ્રીદેવીની નાની દીકરી ખુશી ફરી ચર્ચામાં, મા શ્રીદેવી સાથે ખાસ કનેક્શન!

89

બોલિવૂડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પોતાની ફેશન સેંસ અને સ્ટાઈલીશ લૂકને કારણે ચર્ચામાં હમેશા રહે છે. તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રહે છે. હાલમાં જ તેનો એક ફોટોગ્રાફ ટેટૂને કારણે ચર્ચામાં છે. આ ટેટૂ શ્રીદેવી સાથે ખાસ કનેક્શન ધરાવે છે.

ઈશા અંબાણીના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં ખુશી કપૂર અલગ જ અંદાજમાં

મીડિયા અપડેટ અનુસાર 8 અને 9 ડિસેમ્બરે ખુશી કપૂર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં હાજર  હતી. તેણી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. તેના ખાસ આઉટફિટને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા હતા. આ લુકમાં ખૂબ જ સ્ટનિંગ લાગી હતી.

જોવા મળ્યું ખુબ જ સુંદર ખુશીનું નાનકડું ટેટૂ

આ આઉટફિટમાં ખુશી પોતાનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી અને તેનું આ નાનકડું ટેટૂ ખુબ જ સુંદર લાગતું હતું.

આ ટેટુનું રીલેશન છે તેની ફેમેલી સાથે

પ્રાપ્ત સમાચારો મુજબ ખુશીનું આ ટેટૂ તેની ફેમિલીને રિલેટ કરે છે. તેણે જન્મ તારીખને રોમન આંકમાં લખાવ્યુ છે. ખુશીની જન્મતારીખ ૫ નવેમ્બર છે એટલે રોમન લેટરમાં “V” ત્યાર બાદ “VI” જે જાહન્વીની બર્થડે 6 માર્ચ છે. શ્રીદેવીની બર્થડે 13 ઓગસ્ટ “XIII” અને લાસ્ટમાં બોની કપૂરની બર્થડેટ “XI” 11 નવેમ્બર લખવામાં આવી છે.

ખુશી કપૂરનો છે એક અલગ જ અંદાઝ

ખુશી કપૂર ઈશાની સંગીત સેરેમનીમાં સિલ્વર કલરના લહેંઘામાં જોવા મળી હતી. સાથે હોલ્ટર નેક બેકલેસ બ્લાઉઝ અને એમ્બ્રોડરી દુપટ્ટા પહેર્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment