શિયાળાની ઠંડી ઋતુમાં અનેક બીમારીથી સુરક્ષિત રહેવા માટે કરો આ ડાયેટને ફોલો…

21

શિયાળાની મોસમ એટલે ભૈ શિયાળાની મોસમ. કેમ ખરું ને ? એટલે તો કહેવાય છે કે, “શિયાળે સોરઠ ભલો” શિયાળાની ઋતુ એટલે તાજા લીલા શાકભાજીની ઋતુ. ઊંધિયું, વરાળીયુ, ભરેલું શાક, રિંગણાનો ઓળો, ઊમ્બાળીયું, ઘુટો. આવા જાત જાતના અને ભાત ભાતના શાકભાજીની મોસમ. સામે પક્ષે મીઠાઈમાં અડદિયા, ખજુરપાક, કાટલું, કુંવરપાક, અંજીરપાક આવી તરેહ તરેહની મીઠાઈની વાનગીનો રસથાળ.

શિયાળાની ઠંડી ઋતુમાં અનેક વસ્તુ વાનગી ખાવા મળે, અને ખાવાનું મન પણ થાય. પણ ઠંડી ઋતુમાં ઘણા લોકોને શરદીની સાથે બીજી અનેક સમસ્યાઓ પણ થઇ જતી હોય છે. પરંતુ જો તમે સાચી ચીજ વસ્તુઓને સમજી વિચારીને ખાવામાં ધ્યાન રાખો તો તમે જાતે જ આવી બધી સમસ્યાઓમાંથી સુરક્ષિત રહી શકો છો. તો ચાલો આજે અમે તમને અનેક બીમારીમાંથી સુરક્ષિત રહેવા માટે શિયાળાની ઠંડી ઋતુમાં કઈ રીતે ડાયેટને ફોલો કરશો તેના વિશે જણાવીએ.

ઠંડી ઋતુમાં ટાઢથી સુરક્ષા મેળવવા માટે ફક્ત ગરમ કપડા પહેરવા પર્યાપ્ત નથી. પણ સાચી રીતે ડાયેટનેફોલો કરવું પણ એટલુજ જરૂરી અને ખુબજ મહત્વનું છે. ઠંડી ઋતુમાં અમુક ચીજોને તમારા ડાયેટમાં સામેલ કરીને તમે તમાર શરીરને કુદરતી ગરમ રાખી શકો છો. જે લોકોને વધારે ઠંડી લાગતી હોય તેમના માટે સાચું ડાયેટ ફોલો કરવું ખુબજ જરુરી હોય છે. કારક કે તેમ કરવાથી ઈમ્યુંનીટી પાવર મજબુત થાય છે. જેથી તમે અનેક પ્રકારની બીમારીઓની સામે સુરક્ષિત રહી શકો છો.

૧.) શિયાળાની ઠંડી ઋતુમાં સુકામેવા ચોક્કસ ખાવા જોઈએ. સુકા મેવામાં ખાસ કરીને અંજીર શરીર સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયક સાબિત થાય છે. તે ઠંડી ઋતુમાં તમને ગરમીનો પણ અનુભવ કરાવે છે. આ સિવાય ઠંડીમાં દૂધની સાથે ખજુર ખાવાથી પણ ખુબજ લાભ થાય છે. અંજીર અને ખજુર બંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શ્યમ અને આયર્ન રહેલું હોય છે.આ બંને ચીજને ખાવાથી તમારા શરીરને સારી એવી એનર્જી પણ મળે છે.

૨.) દેશી ઘી માં બનાવેલી રસોઈ ખાવી જોઈએ. આયુર્વેદમાં પણ દેશી ઘી ના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ઠંડી ઋતુમાં દેશી ઘી નો ખાવામાં ઉપયોગ કરવાથી ઠંડી સામે શરીરની અંદરથી ગરમીનો એહસાસ થાય છે. દેશી ઘી માં ભરપૂર માત્રામાં અન્સેચુરેટેડ ચરબી રહેલી હોય છે. જે શરીરને ગરમ રાખવાની સાથે એનર્જી પણ આપે છે.

૩.) લીલા શાકભાજીનો ભરપૂર માત્રામાં ખાવામાં ઉપયોગ કરો. શિયાળાની ઠંડી ઋતુમાં ગાજર, બટેટા, ડુંગળી, લસણ વગેરેનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. આ બધી ચીજોનું પાચન થવામાં વધારે સમય લાગે છે. જેથી તમારા શરીરમાં વધારે સમય માટે ગરમી જનરેટ થાય છે. આ બધી ચીજોનો ખાવામાં ઉપયોગ કરવાથી તમારા શરીરના  સ્વાસ્થ્યને પણ કેટલાય પ્રકારના ફાયદા મળે છે.

૪.) તમારા ડાયેટમાં સુધ્ધ મધને સામેલ કરો. પ્રોસેસ્ડ કરેલી ખાંડનેબદલે ખાવામાં મધનો ઉપયોગ કરવો જોઈએ. ચોખ્ખું અને શુદ્ધ મધ હાર્દથી કે તાસીરથી ગરમ હોય છે. તે ઠંડી સામે શરીરનું રક્ષણ કરે છે.

૫.) તમારા અનેક સમસ્યાઓમાંથી ડાયેટમાં આ ચીજને પણ સામેલ કરો. શિયાળાની ઠંડી ઋતુમાં લવિંગ, એલચી, અને આદુનો વધારે માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. તેમ કરવાથી તમારા આરોગ્યને પણ લાભ મળે છે. આ ચીજોને તમે ચા કે કોફીમાં નાખીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી શરદી ઉપરાંત અનેક સમસ્યાઓમાંથી પણ તે રાહત અપાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment