શિખર અને ધાર્મિક વાતાવરણથી મંદિરમાં રહે છે સકારાત્મકતા

47

કોઇપણ મંદિર હોય અને તે મંદિરમાં કોઇપણ સ્થાપિત ભગવાનની મૂર્તિઓ હોય તે તેના ભક્તોની આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસ વધારે છે. મંદિરને જોતા જ લોકો શ્રધ્ધા સાથે માથું નમાવીને ભગવાનની સામે પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરે છે. સામાન્ય રીતે લોકો મંદિરે ભગવાનના દર્શન માટે, માનસિક શાંતિ માટે અને જુદી જુદી કંઇક ઇચ્છાઓ અને મનોકામનાઓને પૂરી કરવા માટે જાય છે. પણ, મંદિરે જવાથી આપણને બીજા પણ અનેક લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ મંદિરે જવાથી તમને ક્યા ક્યા લાભ મળે છે.

કોઇપણ મંદિરે શ્રધા પૂર્વક અને સાચા દિલથી અને સાચા ભક્તિ ભાવથી જવાથી ક્યા ક્યા લાભ મળે છે

૧.) મંદિર કોઇપણ હોય, દેવી દેવતાઓનું કે ભગવાનનું પણ તે એવી જગ્યા છે ત્યાં શ્રધ્ધા પૂર્વક જઈએ એટલે આપણા મનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. સાથે તમારામાં નવી શક્તિનો સંચય અને ઉદય થાય છે. જો તમારું મન ઉદાસીન હોય, તમારા જીવને ગભરામણ થતી હોય,ખરાબ કે ખોટા વિચારો આવતા હોય તો સાચા દિલથી, સાચા ભક્તિ ભાવથી અને અતુટ શ્રદ્ધાથી કોઇપણ મંદિરે જવાથી તમને માનસિક શાંતિ મળે છે. તમે પ્રસન્ન અને પ્રફુલ્લિત થઇ જાવ છો. મંદિરમાં થતા મંત્રોચ્ચાર, ઘંટના અવાજ,તેમ જ શંખ અને નગારાનો ધ્વની તમારી ઊર્જામાં સતત વધારો કરે છે.

૨.) આમ જુઓ તો સામાન્ય રીતે કોઇપણ મંદિરનું નિર્માણ પૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અને વિધિ વિધાનથી કરવામાં આવતું હોય છે. ચીલા ચાલુ મંદિરની વાત નથી. મંદિરનું વાસ્તુ શિલ્પ એવી રીતે કરવામાં આવ્યું હોય છે કે જેથી ત્યાં પવિત્રતા, શાંતિ, શીતળતા અને દિવ્યતા જળવાઈ રહે છે. ધ્વની સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને મંદિરની છત બનાવવામાં આવે છે. આ છતને મંદિરનો ગુંબજ કહેવામાં આવે છે.

૩.) શિખરના કેન્દ્ર બિંદુની બરાબર નીચે કોઇપણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્થાપન કરવામાં આવે છે. મંદિરની છત એટલે કે ગુંબજને કારણે મંદિરમાં થતા મંત્રોના સ્વર અને અન્ય ધ્વનીઓ જેમ કે ધૂપ દીપ આરતી ઘંટનાદ સાથે શંખ અને નગારાનો ગુંજતો અવાજ ત્યાં હાજર રહેલા લોકોને પ્રભાવિત કરે છે.

૪.) મંદિરનો ગુંબજ અને મૂર્તિનું સ્થાપના કેન્દ્ર લંબ રેખામાં એટલે કે એક જ સીધી ઊભી લીટીમાં હોવાથી મૂર્તિમાં નિરંતર, એકધારી અને સતત ઊર્જા વહેતી રહે છે. જેથી જ્યારે તમે મૂર્તિનો સ્પર્શ કરો છો કે તેમની આગળ મસ્તક નમાવો છો, ટેકવો છો ત્યારે તે ઊર્જા પણ તમારા શરીરમાં પ્રવેશે છે. આ ઊર્જાથી તમારા શરીરમાં શક્તિ, ઉત્સાહ અને પ્રસન્નતાનો સંચાર થાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment