શશી થરૂર એ ૧૦ વર્ષનો કર્યો આ પાર્ટીને ચેલેન્જ, શેર કર્યા રામ મંદિરના આવા ફોટાઓ…

51

શશી થરૂર એ પોતાના ટ્વીટર અકાઉન્ટમાં રામ મંદિરની ૧૦ વર્ષ જૂની અને હાલની ફોટો શેર કરી છે. જેના પછી આ પોસ્ટ ઘણી વાઈરલ થઈ રહી છે.

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા યુજર્સ પર ૧૦ year challenge નો જુસ્સો ખુબ બોલી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ ચેલેન્જમાં કોઈ પણ પોતાને પાછળ નથી રાખવા માંગતા. આ જ કારણ છે કે બોલીવુડ સેલીબ્રીટીથી લઈને સ્પોર્ટ્સ સ્ટાર્સ અને રાજનેતાઓ પણ પોતપોતાની ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. તેમની જ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા જ એક્ટીવ રહેવાવાળા શશી થરૂર એ પોતાના ટ્વીટર અકાઉન્ટમાં રામ મંદિરની ૧૦ વર્ષ જૂની અને હાલની ફોટો શેર કરી છે. જેના પછી આ પોસ્ટ ઘણી વાઈરલ થઈ રહી છે

શું છે શશી થરૂરના આ ટ્વીટમાં

શશી થરૂર એ કુલ ચાર ફોટો શેર કરી છે. જેમાં બે ફોટો ૨૦૦૯ ની છે અને બે ફોટો ૨૦૧૯ ની છે ખાસ વાત એ છે કે રામ મંદિરની જે ફોટો છે તે ૨૦૦૯ માં જેવી હતી આજે પણ તે એવી જ છે. શશી થરૂર એ બીજેપી પર નિશાન સાધીને એ દેખાડયું છે કે ૨૦૦૯ માં બીજેપીના જે હેડક્વાટર થોડાક રૂમના હતા આજે તે વિશાળકાય બિલ્ડીંગમાં બદલાવા લાગ્યા છે પરંતુ ભગવાન રામ આજે પણ મંદિર બનવાની રાહ જોય રહ્યા છે. તેના પછી જ આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

શું છે 10 year challenge, જેમાં દરેક થઈ રહ્યા છે શામેલ

૨૦૧૯ ના પ્રારંભની સાથે જ એક નવો ટ્રેન્ડ ચાલી નીકળ્યો કે લોકો ૧૦ વર્ષ પહેલા કેવા દેખાતા હતા અને હવે કેવા દેખાય છે. એવામાં દરેક પોતાની ફોટોના કોલાજ બનાવીને ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વીટર જેવા સોશીયલ પ્લેટફોર્મ પર પોતાની ફોટો શેયર કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે લોકોને આ ટ્રેન્ડ ઘણો પસંદ આવી રહ્યો છે અને આ જ કારણે લોકો પોતાના જુના દિવસો પણ યાદ કરી શકે છે અને બીજા સાથે પોતાની ખુશી બાટી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment