શરીરમાં દેખાય આ લક્ષણ, તો સમજી લો કે તમે થઇ ગયા છો “લૂ” નો શિકાર…

22

ઉનાળામાં વધારે પરસેવો આવવાથી કારણે આ વાતાવરણમાં યુવાનોના શરીરમાં પાણીની જરૂરિયાત ૫૦૦ મિલિલીટર વધી જાય છે. એનું ધ્યાન રાખતા ખુબજ પાણી પીવું તમને હીટ સ્ટ્રોકથી બચાવશે. જાણો એના લક્ષણ, કારણ અને બચાવ.

લાંબા સમય સુધી ગરમીમાં રહેવાના કારણે થતી ત્રણ સૌથી સામાન્ય મુશ્કેલીઓ છે, જેમાં સ્પામ, થાક લાગવો અને હીટ સ્ટ્રોક શામેલ છે. વધારે પરસેવો નીકળવાથી, મૂત્ર અને લાર રૂપમાં તરલ પદાર્થ અને ઇલેક્ટ્રોલાઈટ્સને પ્રાકૃતિક નુકશાન થતું રહે છે, જેનાથી ડીહાઈડ્રેશન અને ઇલેક્ટ્રોલાઈટ્સનું ખુબજ અસંતુલન થઇ શકે છે.

“લૂ” ના લક્ષણ

વધારે સમય સુધી તડકામાં રહેવા, શારીરિક ગતિવિધિ, વ્રત, તીવ્ર આહાર, અમુક દવાઓ અને રોગ તેમજ સંક્રમણના કારણે ડીહાઈડ્રેશન ક્યાય પણ અને ક્યારેય પણ થઇ શકે છે. એના સામાન્ય લક્ષણોમાં થકાવટ, ચક્કર આવવા, માથાનો દુઃખાવો, ખુબજ પીળું યુરિન, શુષ્ક મોઢું અને ચીડ્યાપણું શામેલ છે. એટલા માટે આ ઋતુમાં ખુદને હાઈડ્રેટેડ રાખવા માટે પૂર્તિ માત્રામાં પાણી પિતા રહેવું જરૂરી છે.

હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. કે.કે. અગ્રવાલનું કહેવું છે, “ગર્મીઓમાં વધારે પરસેવો આવવાના કારણે યુવાનોમાં પાણીની જરૂરિયાત ૫૦૦ મિલિલીટર સુધી વધી જાય છે. આ ટાઈફોડ, પીલીયા અને દસ્તની ઋતુ પણ છે. એના અમુક કારણોમાં પૂર્તિ માત્રામાં પાણી ન પીવું અને ખરાબ આહાર, પીવાના પાણી અને હાથની સ્વચ્છતા ન રાખવી શામેલ છે.”

“લૂ” થી બચવા માટે કરો આ ચીજોનું સેવન

એમણે કહ્યું કે દૂધી, તોરાઈ, ટીંડા, કોળું વગેરે ગર્મીઓના શાકભાજી છે, જે વેલ પર ઊગે છે. આ બધામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને આ મૂત્રવર્ધક હોય છે. આ પ્રકૃતિના અમુક નિયમોનું પાલન કરે છે. પ્રકૃતિ હંમેશા એ ઋતુમાં જ રોગો રોકવા માટે જાણીતી શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરે છે. ઉદાહરણ માટે, નારિયળ કિનારાના ક્ષેત્રોમાં ઊગે છે, કેમકે એ આદ્રતા સંબંધી વિકારોથી પ્રતીરક્ષા આપે છે. ગરમીઓમાં કેરી પાકે છે, કેમકે કેરીપીણું ગરમીના વિકારોને અટકાવી શકે છે.

ડૉ. અગ્રવાલએ કહ્યું કે પરસેવાની ગેરહાજરી, શુષ્ક બગલ, ૮ કલાક  સુધી મૂત્ર ન આવે અથવા ગર્મીઓમાં વધારે તાવ આ બધા જોખમના સંકેત છે અને તરત જ સારવારની માંગ કરે છે. હાથ, પગ અથવા પેટની માંસપેશીઓમાં સ્પામ હીટ ક્રૈપ કહેવામાં આવે છે, જે વધારે વ્યાયામના કારણે મોટા પ્રમાણમાં નમક અને પાણીની હાનિના પરિણામરૂપે થાય છે. એનો ઈલાજ છે તરલ પદાર્થો અને નમકનું સેવન.

એમણે આગળ કહ્યું, “તમારું પર્યાવરણ નક્કી કરે છે કે તમારે કેટલું પાણી પીવું જોઈએ. ગરમ જલવાયુવાળા માણસોને પરસેવાના માધ્યમથી ખોવાયેલ તરલની ભરપાઈ કરવા માટે વધારે પાણી પીવું જોઈએ.

વધારે ઉંચાઈ પર રહેનારા માણસોને પણ વધારે પાણી પીવાની આવશ્કતા થઇ શકે છે, કેમકે હવામાં ઓક્સિજનની ઉણપ વધારે ઝડપથી સ્વાસ લેવા અને સ્વ્શ્ન દરમ્યાન ભેજનું વધારે નુકશાન થવાનો સંકેત આપે છે. તો નિયમ એ છે કે તમારે ગરમીની ઋતુમાં વધારે પાણી પીવું જોઈએ, કેમકે ગરમી અને વધારે સમય બહાર વિતાવાથી તરલની વધારે નુકશાન થઇ શકે છે.

“લૂ” થી બચવું છે તો ન કરો આ કામ

ખાદ્ય સ્વચ્છતા માટે આ સૂત્ર યાદ રાખો ગરમ કરો, ઉકાળો, પકાવો, છોલો અથવા પછી એને ભૂલી જાવ.

કોઈપણ ભોજન અથવા તરલ, જો ઉપયોગ કરતા પહેલા ગરમ કરવામાં આવે છે, તો સંક્રમણનું કારણ બની શકતું નથી. કોઈપણ તરલ અથવા પાણી, જો ઉપયોગ કરતા પહેલા ઉકાળવામાં આવે છે, તો સંક્રમણનું કારણ બની શકતું નથી.

કોઈપણ ફળ, જે હાથોથી છોલવામાં આવે છે, ઉદાહરણ માટે, કેળા અને નારંગી, તો એ પણ સંક્રમણનું કારણ બની શકતું નથી.

અસ્વચ્છ પાણીથી તૈયાર કરવામાં આવેલ બરફનો ઉપયોગ ન કરો.

એવા કાપેલા ફળ અને શાકભાજીનું સેવન ન કરો, જેને ખુલ્લામાં રાખેલ હોય છે. રસ્તાઓ પર વેચાતા શેરડીનો રસ ન પીવો. રસ્તા પર ગ્લાસમાં પાણી પીવાથી બચો.

રૂમના તાપમાનમાં ૨ કલાકથી વધારે સમય સુધી રાખેલ ભોજન ન કરો.

રસ્તાઓ પર વેચાતી ખીરે, ગાજર, તરબૂચ વગેરેનો સેવન ન કરો, જ્યાં સુધી કે એ સંપૂર્ણ સ્વચ્છ ન હોય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment