શાહુરુખ ખાનની ZERO ને પહેલા દિવસે કેટલા મળશે ZERO ?

78

શાહુરુખ ખાનની ફિલ્મને લઈને ઘણી આશાઓ છે અને મહેનત પણ ખુબજ કરી છે પરંતુ શું પહેલા દિવસે એટલા કરોડની કમાણી થઇ શકશે જેટલી એ લોકોની આશા છે ?

કહેવામાં આવે છે કે શૂન્યનો આવિષ્કાર આર્ય ભટ્ટે કર્યો હતો. અમુકનું માનવું છે કે અમેરિકાના મૈથમીટીશિયન આમીર એક્ઝેલે કમ્બોડિયામાં આને શોધ્યું હતું. શૂન્ય શરૂઆત પણ છે અને અંત પણ છે, બનાવી પણ દે છે અને બગાડી પણ દે છે. આવું જ કૈંક ઉપદેશ લઈને આવી રહ્યા છે ભારતીય બોક્ષ ઓફીસના ચાર્મિગ જાદુગર શાહુરુખ ખાન પોતાની ફિલ્મ ZERO સાથે.

લગભગ ૧૬ મહિના પછી કિંગ ખાન ૨૧ ડિસેમ્બરે મોટા પડદા પર લઈને આવી રહ્યા છે પોતાની ફિલ્મ ZERO, હાલના વર્ષોમાં ઇમોશનલ અને સેન્સિબલ ફિલ્મોના હીટ મશીન તરીકે ઓળખાતા આનંદ એલ. રાઈ પહેલી વાર શાહરુખ ખાનને ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ ZERO, ૪ ફૂટથી થોડાક વધારેના મેરઠના રહેવાસી બૌવા સિંહની કહાની છે, જેનો રોલ શાહુરુખ ખાને કરેલો છે. કહાની એક થીગણાની છે અને તેને મળતા ટોણા, એ કૈક કરવા માંગે છે અને આ વાતથી ચિંતા મુક્ત છે કે નામ કમાવાની આ રાહમાં કદ ક્યાંક આડું ન આવી જાય, ફિલ્મોમાં અનુષ્કા શર્મા એક વૈજ્ઞાનિકના રોલમાં છે જે સેરેબ્રલ પોલ્સી નામની બીમારીથી પીડાય છે, ફિલ્મની બીજી હિરોઈન કટરીના કૈફ છે જે એક ફિલ્મ સ્ટારનો રોલ કરી રહી છે. ફિલ્મમાં મોહમ્મદ જીશાન અયુબ અને તિગ્માંશુ ધુલિયાનો પણ મહત્વનો રોલ છે. ફિલ્મના એક ખાસ ભાગમાં કરિશ્મા, કરીના, રાની અને આલિયા સહીત શ્રી દેવી પણ સામે નજર આવી શકે છે. એક ગીતમાં ખાસ કરીને સલમાન ખાન સાથે કિંગ ખાનની જુગલ બંધી છે.

ફિલ્મ ZERO ઈમોશનલ અને મસાલા કન્શેપ્ટ હોવાની સાથે હાઈ ટેકનીકલ ફિલ્મ છે કેમ કે ફિલ્મનો એક ખાસ રીતે શૂટ કરવામાં આવી છે. ખુબ જ સ્પેશ્યલ ઈફેક્ટસ છે. અમેરિકામાં લાંબા સમય સુધી શુટિંગ કરવામાં આવી છે. આ બધાને મેળવીને ફિલ્મનું બજેટ ૨૦૦ કરોડ ઉપર પહોચી ગયું છે. એક સમાચાર પ્રમાણે ફિલ્મના થીયેટ્રીકલ રાઈટ્સ ૧૦૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે.

ટ્રેડ એક્ષપોર્ટના જણાવ્યા મુજબ ફિલ્મને પહેલા દિવસે ૨૮ થી ૩૩ કરોડની વચ્ચે ઓપનીંગ લાગી શકે છે. આ ફિલ્મને લઈને શાહુરુખ ખાન શરૂઆતથી જ ઉત્સાહિત રહ્યા છે. એમના માટે ઠીંગણાનો રોલ કરવો ચેલેજીંગ રહ્યું હતું. ખુબ મહેનત પણ કરવી પડી.

કિંગ ખાન, બોક્ષ ઓફિસની જાન રહ્યા છે પરંતુ હમણાના વર્ષોમાં તે પુષ્કળ કમાણી નથી કરી શક્યા. જો ZERO ને બોક્ષ ઓફીસપર લાંબા સમય સુધી ટકી રહેવું હોઈ તો શરૂઆત પણ ધમાકેદાર હોવી જોઈએ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment