શહીદોનો અંતિમ સંસ્કાર, તિરંગા લઈને પહોંચ્યા લોકોના ટોળાઓ…

21

પુલવામા અટૈકના શહીદોના પાર્થિવ શરીર બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં આવેલ એમના ઘરે પહોંચી ગયા છે. શહીદોના અંતિમ સંસ્કાર માટે લોકોની મોટી ભીડ ઉમટી રહી છે. વારાણસીના તોફાપુર ગામમાં સીઆરપીએફ જવાન શહીદ રમેશ યાદવના અંતિમ સંસ્કાર માટે હજારો લોકોની ભીડ તિરંગા લઈને પહોંચી.

તેમજ, શહીદ રોહિતાશના પાર્થિવ શરીર રાજસ્થાનના જયપુરમાં આવેલ ગોવિંદપુરા પહોચ્યું છે. અહિયાં એમના અંતિમ દર્શન કરવા માટે ઘણી સંખ્યામાં લોકો પહોંચ્યા. ગોવિંદપુરામાં શહીદ રોહિતાશના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સીઆરપીએફ જવાન મોહનલાલના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યું. એમની શહાદતને સલામ કરવા માટે મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત સહીત ઘણા મોટા નેતા પહોંચ્યા. ૧૪ ફેબ્રુઆરીએ જમ્મૂ કશ્મીરના પુલવામા માં આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા.

કર્ણાટકના માંડ્યા ગામમાં પણ શહીદોના અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. સીઆરપીએફની ટીમ પર હુમલો એટલો ભીષણ હતો કે બસના ચીથરા ઉડી ગયા. જવાનોના શવ પણ વેર વિખેર થઇ ગયા.

શહીદોના મૃત દેહોની ઓળખાણ કરવી પણ ઘણી મુશ્કેલ હતી. વિસ્ફોટ પછી ઘટના સ્થળ પર ક્યાંક હાથ પડ્યો હતો તો ક્યાંક શરીરના બીજા ભાગ વેખરાયેલા હતા.

તેમજ, શહીદોના પાર્થિવ શરીર પટના પણ પહોંચી ગયા છે. આ ભીષણ આતંકી હુમલા પછી આખો દેશ પાકિસ્તાનને લઈને ગુસ્સો છે અને લોકો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

એક બાજુ શહીદોના પરિવારમાં દુઃખનું વાતાવરણ છે તો બીજી બાજુ લોકો બદલાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન વિરુધ્ધ કાર્યવાહને લઈને ઘણી જગ્યાએ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે.

તેમજ, ઉત્તર પ્રદેશના શામલીમાં શહીદ જવાન પ્રદીપને અંતિમ વિદાઈ આપવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા. અહિયાં પણ ઘણા નેતા જવાનની શહાદતને સલામી આપવા માટે પહોંચ્યા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment