શહીદ મેજર વિભૂતિની પત્ની બોલી તમે ખોટું કહ્યું હતું કે મને પ્રેમ કરો છો, તમે તો દેશને પ્રેમ કરતા હતા…

26

પુલવામામાં આતંકી મુઠભેડ દરમિયાન શહીદ થયેલા મેજર વિભૂતિ ઢોડીયાલની પત્ની શહીદ પતિને જોઇને ગર્વથી ભરાઈ ગઈ. અંતિમસંસ્કાર દરમિયાન પહેલા તેને પોતાના શહીદ પતિનું માથું ચૂમ્યું, બોલ્યા આઈ લવ યુ…જયહિન્દ મારા હીરો.

તેઓએ કહ્યું કે સૌને ખબર છે કે હું તમને ખુબ જ પ્રેમ કરું છું. હંમેશા તમારી ચિંતા રહેતી હતી. તમે મારા જીવનથી પણ વધારે વહાલા છો. તમે મને ખોટું બોલ્યું કે તમે મને જ નહિ પણ આખા દેશને પ્રેમ કરતા હતા. સૌને પ્રેમ કરતા હતા.તમે દેશ માટે તમારી જિંદગી દઈ દીધી છે. તેઓએ કહ્યું કે હું સૌને નિવેદન કરું છું કે તે સહાનુભુતિ ન બને અને, ઓઅન ખુબ જ મજબુત બને, કારણ કે આ વીર અહિયાં ઉભેલા વ્યક્તિની તુલનામાં ખુબ જ મોટા છે.

દેશની રક્ષામાં પોતાના પ્રાણોની આહુતિ દઈ દીધી. તમે સાચે જ હીરો છો. મારા માટે ખુબ જ ગર્વની વાત છે કે હું તમારી પત્ની છું. મારો પતિ વીર છે. મારો જ નહિ પણ આખા દેશનો હીરો છે. આજે જી રહ્યા છો પણ યાદ રાખજો તમે મારાથી ક્યારેય દુર રહી નહિ શકો. હંમેશા મારી સાથે રહેશો.

એક અમર પ્રેમની જેમ. જ્યાં સુધી મારા શ્વાસ ચાલુ રહેશે, ત્યાં સુધી હું તમને જ પ્રેમ કરતી રહીશ. હું સૌને પ્રાથના કરું છૂ કે તે આ વીરની શહાદત પર સહાનુભુતિ ન બતાવો. આ નોજવાનની કુરબાની, જવાબદારી, દેશ પ્રત્યે અહેસાસને સમજે. યુ આર માય હીરો, આઈ લવ યુ. જય હિન્દ.

નિકીતાનું આ વીર રૂપ જોઇને આજુબાજુમાં ઉભેલા લોકોની આંખોમાં આસું આવી ગયા. મંગળવારે ઘરેથી અંતિમયાત્રા શરુ થઇ તો હજારોની સંખ્યામાં લોકો ભારતમાતા કી જયના નારા મિલો સુધી સાથે ચાલ્યા.હરિદ્વારમાં સેન્યના સન્માન સાથે શહીદ મેજર વિભૂતિ શંકર ઢોડીયાલના અંતિમસંસ્કાર કરી દીધા.

હર કોઈના દિલમાં ભારતના આ દીકરાને ખોવાનું દુઃખ હતું. મંગળવારે વરસાદ હોવા છતા ઘરની બહાર ભીડ ઉમટી ગઈ.લોકો રસ્તા સિવાય આજુબાજુની અગાસી પર ચડી ગયા. ભારત માતા કી જાય, શહીદ મેજર અમર રહે, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારાઓ ની વચ્ચે અંદાજે 9:50 વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત અને મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ પહોચ્યા.

તેઓએ શહીદોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. હર કોઈના દિલમાં દીકરો ખોવાનું દુઃખ હતું. સૌની આખો ભીની હતી.અંતિમ યાત્રા શરુ થતા પહેલા શીદની પત્ની અંતિમ દર્શન કરવા માટે આવી. પહેલા તો એકનજરે ઉભી રહી. જોતી રહી. કદાચ મનમાં એ સવાલ હતો કે મારો મેજર કયારે ઉઠશે? પછી એકાએક મેજરના ચહેરા પાસે પોતાનું મોઢું કર્યું અને જોરથી આઈ લાવ યુ બોલી.

શહીદ મેજરના ગાલ પર હાથ લગાવ્યો અને ચૂમી લીધો. નિકીતાની આંખોમાંથી આંસુ ગાયબ હતા. ચહેરા પર પતિ શહીદ થયાનો ગર્વ છલકી રહ્યો હતો. પતિને સેલ્યુટ કર્યું. દીકરીના પિતા જયારે રોકવા લાગ્યા, પાપા, જવા દો તેને, તે દેશના હીરો છે. ત્યારબાદ તેઓની અંતિમ યાત્રા શરુ થઇ. નિકીતાનું આ વીર રૂપ જોઇને બધાની આખો ભીની થઇ ગઈ.

શહીદની શહાદતને લોકોએ અંદરથી આઘાત લાગ્યો. ઘરથી અંતિમ યાત્રા નીકળી તો રસ્તાની બંને બાજુ અને નજીક એક કિલોમીટર સુધી લોકો હાથોમાં ફૂલ લઈને ઉભા હતા. જ્યાંથી શહિદનું પાર્થિવ શરીર પહોચ્યું, લોકોએફૂલ અર્પણ કર્યા. જ્યાં જ્યાંથી કાફલો નીકળ્યો, ત્યાં લોકોએ ભારત માતાની જય, વીર શહીદ અમર રહે ના નારા લગાવ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment