શા માટે ચીન ક્રિકેટ રમતું નથી ? આ ત્રણ કારણો જાણીને ચોકી ઉઠશો તમે….!

41

ટેકનોલોજીની બાબતમાં ચીન બાકીના દેશો કરતા ઘણું આગળ છે, વૈશ્વિક રમતમાં ઘણી રૂચી ધરાવે છે, પરંતુ ક્રિકેટની બાબતમાં આ દેશ થોડો પણ રસ ધરાવતો નથી. આ દેશ ન તો ક્રિકેટ રમે છે અને ન તો અહીના લોકો ક્રિકેટ પસંદ કરે છે, પરંતુ શું તમે આની પાછળનું કારણ જાણો છો..?

હકીકતમાં, ચીન પહેલાથી જ ઓલમ્પીકનું સમર્થક રહ્યું છે અને ઓલમ્પિકમાં થનારી રમતો માટે તે મેહનત પણ કરે છે. આજ કારણ છે કે ચીનના ખેલાડી હંમેશા ઓલમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતે છે. કેમ કે ક્રિકેટ ઓલમ્પિકનો ભાગ નથી, એટલા માટે આ દેશ ક્રિકેટને વધુ મહત્વ આપતો નથી.

ચીનના ક્રિકેટ ન રમવા પાછળ બીજું કારણ છે કે અંગ્રેજો દ્વારા ચીનનું વસાહત કરવામાં આવ્યું નથી. જે દેશ ક્રિકેટ રમે છે, તે ઘણીવાર બ્રિટીશ વસાહતોના ભાગ રહી ચુક્યા છે. અહી ભલે ક્રિકેટ ન રમવામાં આવતી હોય, પરંતુ ચીનના લોકોને બેડમીંટન, ટેબલ ટેનીસ જેવી રમતોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રમતો ઓલમ્પિકનો ભાગ છે.

કેમ કે ક્રિકેટ વૈશ્વિક રમત નથી. ક્રિકેટ દુનિયાના અમુક દેશોમાં જ રમવામાં આવે છે, જયારે ચીન રમતના માધ્યમથી પણ આખી દુનિયામાં પોતાની એક અલગ ઓળખાય ઉભી કરવા માંગે છે. એ પણ કારણ છે કે ચીનના લોકોને ક્રિકેટ પસંદ નથી.

છતાં પણ જયારે આઈસીસી ક્રિકેટને આગળ વધારવા માટે ચીનમાં પ્રચાર કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ટી-૨૦ ટુર્નામેન્ટ કરવામાં આવી હતી, જેમાં ચીનની મહિલા ટીમે ભાગ લીધો હતો, પરંતુ મેચમાં તેમણે ખુબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો જેને કોઈ પણ ટીમ તોડવા માંગતી નથી.

હકીકતમાં, બેંકોકમાં રમવામાં આવેલી ટી-૨૦ ટુર્નામેન્ટમાં ચીનની મહિલા ટીમ લગભગ ૧૪ રન કરીને હારી ગઈ હતી. મહિલા અને પુરૂષ ટી-૨૦ ના હિસાબથી આ કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચનો નાનામાં નાનો સ્કોર છે. ચીન દ્વારા આ મેચ સંયુક્ત અરબ અમીરાતની સામે રમવામાં આવી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment