સેનાનો જવાન ડયૂટી છોડી અવેંજર્સ જોવા પહોંચ્યો, થિયેટર બહાર થયું એની સાથે કઈક આવું….

18

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં સેનાના એક જવાનને થિયેટરની બહાર પકડી લેવામાં આવ્યો છે. હકીકતમાં, અહિયાં એક સૈનિક પોતાની ડયૂટી છોડીને ત્રણ કલાકની ફિલ્મ ‘અવેંજર્સ એન્ડગેમ’ જોવા પહોંચી ગયો હતો. અધિકારીઓને જ્યારે એ ઘણી વાર સુધી ન દેખાયો તો એની શોધ કરવાની ચાલુ કરી.

પછી ખબર પડી કે એ ફિલ્મ જોવા ગયો છે. મારવેલ મૂવીનો આ ફૈન ૧૮ સૈનિકોની ટુકડીનો ભાગ હતો. શોધખોળ દરમ્યાન એમને એક ટેક્સી ડ્રાઈવર પાસેથી જવાનના ટોકીઝ જવાની વાત ખબર પડી. હકીકતમાં, આ તે જ ટેક્સી  ડ્રાઈવર હતો જે સૈનિકને ટોકીઝ સુધી છોડવા આવ્યો હતો.

આખું ફિલ્મ જોયા પછી જેમ સૈનિક ટોકીઝની બહાર નીકળ્યો તો અધિકારીઓએ એને પકડી લીધો. જવાનએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મને અવેંજર્સ મૂવી જોવું હતું એટલા માટે હું મારી સાઈટ છોડીને મૂવી જોવા ચાલ્યો ગયો.

વગર પરમીશનએ પોતાની જગ્યા છોડવાના અપરાધમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે જ્યારે એ નિયમો પર કડક રહેશે ત્યારે જ તો સૈનિક પોતાના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

જો કે, સેનાના આ જવાનનું નામ જણાવામાં આવ્યું નથી. પરંતુ એ રિપબ્લિક ઓફ કોરિયા એરફોર્સમાં કામ કરતો હતો. તમને જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયામાં ૧૮ થી ૨૮ વર્ષની ઉંમરના પુરુષો માટે સેનામાં શામેલ થવું ફરજીયાત છે. ફિલ્મ ‘અવેંજર્સ એન્ડગેમ’ એ કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મએ પોતાની જગ્યા ૩૦૦ કરોડ ક્લબમાં બનાવી લીધી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment