સવારે નાસ્તો ન કરવાથી જીવને જોખમ થઇ શકે છે, જાણો શું ખાવું ને શું ન ખાવું….

21

બદલતી લાઈફ સ્ટાઈલનું કારણે મોટાભાગે યુવાઓ સવારે બ્રેકફાસ્ટ નથી કરી શકતા. એક શોધ મુજબ એવું કરવાથી હૃદયની બીમારી થઇ શકે છે. જો તમે પણ એવું કરો છો તો સાવધાન થઇ જાઓ કેમ કે એવું કરવાથી તમારા જીવને જોખમ થઇ શકે છે. હાલમાં જ થયેલી એક શોધમાં આ વાત સામે આવી છે કે સવારનો નાસ્તો ન કરવાથી હૃદયની બીમારીનો ખતરો ઘણો વધી જાય છે.

૫ ગણું વધી જાય છે જોખમ

જણાવી દઈએ કે પ્રીવેન્ટીવ કોર્ડીયોલોજીના યુરીપિય જર્નલ ‘દ ફાઈડીન્ગ્સ’ માં છપાયેલા શોધપત્રમાં જણાવામાં આવ્યું છે કે આ જે લોકો આ પ્રકારની જીવનશૈલી જીવે છે તેમના મારવાની સંભાવના પહેલાથી ૪ થી ૫ ગણી વધી જાય છે. તેમજ આ લોકોમાં હાર્ટએટેક આવવાની સંભાવના સામાન્ય લોકો કરતા ઘણી વધી જાય છે. આ શોધના સહલેખક બ્રાઝીલના સાઉ-પાઉલો સરકારી વિશ્વવિદ્યાલયના માર્કોસ મીનીકુચનું કહેવું છે કે, ‘અમારી શોધ પરિણામ પરથી ખબર પડી કે ખોરાક લેવાની ખોટી રીતથી ખરાબ પરિણામ આવી શકે છે, ખાસ કરીને હાર્ટએટેક’ ૧૧૩ દર્દી પર કરવામાં આવેલી રીસર્ચ પર મીનીકુચે જણાવ્યું કે આ શોધ એ લોકો પર કરવામાં આવી છે જે હાર્ટએટેકના ભોગ બની ચુક્યા હતા.

ડિમેન્શિયામાં ફાયદો થઇ શકે છે

વાયરલુ યુનીવર્સીટીથી પીએચડી મેલીસા મીડના મુજબ, અમે પોતાના અભ્યાસમાં જોયું છે કે કોઈ પણ બીજી ટેકનીકની તુલનામાં ચિત્ર બનાવવું યાદગાર માટે સારું થઇ શકે છે. આ ટેકનીકની મદદથી ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિઓની મદદ કરી શકીએ છીએ, યાદશકિત સમયની સાથે ઓછી થતી જાય છે.

આ ખાઓ

શોધ મુજબ સવારે બ્રેકફાસ્ટ હેલ્દી અને ભારે હોવો જોઈએ તેમજ લંચ પણ. રાત્રે હળવો ખોરાક લો પરંતુ દરરોજ ડાયટ એટલે કે લંચ અને બ્રેકફાસ્ટ સારી રીતે કરવો જોઈએ. રાત્રીના જમવા અને સુવાની વચ્ચે લગભગ ૨ કલાકનો ગેપ હોવો જોઈએ. શોધ કરનારની ટીમે કહ્યુ, ‘એક સારા નાસ્તામાં વધુ ફેટ ફ્રી એટલે કે લો ફેટ પ્રોડકસ જેવા કે દૂધ, દહી અને પનીર, ઘઉંની રોટલી, સેકેલી બ્રેડ, અનાજ અને ફળો લઇ શકો છો.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment