સાઉદી પ્રિન્સ પાકિસ્તાન પ્રવાસે, આ કાફલામાં હશે 300 લેન્ડ ક્રુઝર, PM હાઉસમાં બનાવ્યું GYM…

10

પ્રિન્સ સલમાનની સુરક્ષા માટે અરબથી ખાસ કરીને ૧૨૩ રોયલ ગાર્ડ પાકિસ્તાનમાં આવ્યા છે. જેમણે પ્રધાનમંત્રી ઇમરાન ખાનના આવાસ પર સિક્યોરીટીની જવાબદારીને પોતાના હાથમાં લઇ લીધી છે.

ઇસ્લામાબાદ: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના બે દિવસના પ્રવાસને લઈને પાકિસ્તાનમાં રોયલ તૈયારી કરવામાં આવી છે. તેમનું અહિયા રહેવા અને સુરક્ષાથી લઈને વ્યાયામ કરવા સુધીનું શેડ્યુલ પોતે સાઉદી અરબની ટીમ મેનેજ કરી રહી છે. અહિયાં સુધી કે જયારે ક્રાઉન પ્રિન્સનો કાફલો પાકિસ્તાનના રસ્તા પર નીકળશે તો ત્યાં બધુજ ઉભું રઇ જશે, કેમ કે તેમના કાફલામાં ૩૦૦ લેન્ડ ક્રુઝર હશે. ત્યારે જ, પ્રિન્સ સલમાનની સુરક્ષા માટે સાઉદી અરબથી ખાસ કરીને ૧૨૩ રોયલ ગાર્ડ પાકિસ્તાન આવ્યા છે. જેમણે પ્રધાનમંત્રી ઇમરાન ખાનના આવાસ પર સિક્યોરીટીની જવાબદારીને પોતાના હાથના લઇ લીધી છે.

પાકિસ્તાન મીડિયાની મુજબ, લગભગ ૧૨૩ સાઉદી અરબ ગાર્ડ ક્રાઉન પ્રિન્સની સુરક્ષામાં તૈનાત રહેશે. પ્રિન્સ સલમાન ૧૬ ફેબ્રુઆરી એ પાકિસ્તાન આવી રહ્યા છે અને તે લગભગ પાક પીએમ ઇમરાન ખાનના આવાસ પર રહેશે. પાક મીડિયાનું માનો તો તેમને સવારે કસરત કરવા માટે પણ પ્રધાનમંત્રી આવાસમાં ખાસ કરીને જીમ બનાવવામાં આવ્યું છે.

જો વાત કરીએ તેમની સુરક્ષાની તો ઇસ્લામાબાદમાં પ્રધાનમંત્રી આવાસથી લઈને આઠ અન્ય પ્રાઈવેટ હોટલોની સુરક્ષાની જવાબદારી સાઉદી રોયલ ગાર્ડને સોપવામાં આવી છે. અને પાકિસ્તાન સેના તેમાં તેમની મદદ કરશે.

બે દિવસનો પ્રવાસમાં ક્રાઉન પ્રિન્સની સાથે ઘણા સાઉદી પ્રિન્સ અને રોયલ ફેમેલીના થોડાક સભ્યો પણ હશે. ક્રાઉન પ્રિન્સની સાથે આવનારા આ પ્રતિનિધિમંડળ લગભગ ૩૦૦ લેન્ડ ક્રુઝરનો ઉપયોગ કરશે અને પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમના માટે રસ્તાઓ બધીજ રીતે રિસર્વ રાખવામાં આવશે.

સાઉદી અરબથી ડોકટરોની એક ટીમ અને મીડિયા પર્સન્સ પણ આ પ્રવાસ માટે પાકિસ્તાન પહોચી ગયા છે.

તેની પહેલા રાજનાયિક સુત્રોએ જણાવ્યું કે આ પ્રવાસમાં પાકિસ્તાન અને સાઉદી અરબની વચ્ચે ૧૪ બિલિયન ડોલરનો એતિહાસિક કરાર થશે, જો કે દેશના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી નિવેશ હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment