સાસુ સસરાએ તેની વહુ સાથે કર્યું કઈક એવું, જેને સાંભળી થવા લાગી સમાજમાં વાતો…

78

કોઈ પણ મહિલા માટે વિધવા થવાનું દુઃખ એ એનાથી મોટું એવું કોઈ પણ દુઃખ નથી, એ પણ ત્યારે કે જયારે નવી પરણેલી વહુ હોય અને એ પણ ત્યારે કે જયારે તે તેના જીવનસાથીની સાથે લાંબો સમય સુધી જીવન વિતાવવાના સપના જોઈ રહી હોય. કૈક આવું જ થયુંતું ઉતરાખંડમાં રહેતી કવિતાની સાથે. પણ તેના સાસુ સસરાથી આ દુઃખ જોવાણું નહિ તે પછી તેને એવું પગલું ભર્યું કે ચારે તરફ તેની ચર્ચા થઇ રહી છે.

બન્યું એવું કે દહેરાદુનના બાલાવાલાના રહેવાસી વિજયચંદનો છોકરો સંદીપના લગ્ન વર્ષ ૨૦૧૪ માં કવિતા સાથે થયા હતા. પણ તેના આગળના વર્ષે જ હરિદ્વારમાં થયેલા એક અકસ્માતમાં સંદીપનું મૃત્યુ થઇ ગયું. હવે ભર જવાનીમાં છોકરાનું અચાનક થયેલ મૃત્યુના કારણે આખો પરીવાર શોકમાં ડૂબી ગયુ.

પોતાના પતિની અચાનક મૃત્યુથી કવિતા પણ પૂર્ણ રીતે તૂટી ગઈ. તે તેના પતિ સંદીપ વિશે વિચારી વિચારીને ડીપ્રેશનમાં ચાલી ગઈ. ક્યારેક ક્યારેક એને લાગતું હતું કે તે બધુજ છોડીને પોતાના પિયરે ચાલી જાય, પરંતુ પછી પોતાના વૃધ્ધ સાસુ સસરાનો વિચાર આવતા પોતાના પગલા રોકી લેતી હતી.

અહિયાં, કવિતાના સાસુ સસરાથી પણ પોતાની વહુની આવી હાલત જોવાતી ન હતી, જેના પછી એમણે એક પ્રશંનીય પગલું ભરતા નિર્ણય કર્યો કે કવિતાના લગ્ન કરાવવામાં આવે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી કે શું કવિતા બીજા લગ્ન કરવા રાજી થશે ? જો કે ઘણું મનાવ્યા બાદ કવિતા લગ્ન કરવા માટે તૈયાર થઇ ગઈ.

વહુ પાસેથી મંજુરી મળ્યા બાદ કવિતા માટે એક નવો સંબંધ ગોતવામાં આવ્યો અને તેના સાસુ સસરાએ તેના લગ્ન એક પ્રાઇવેટ કંપનીમાં કાર્ય કરતા અને ઋષિકેશમાં રહેતા તેજપાલ સિંહ સાથે કરાવી દીધા. કવિતાના સાસુ સસરાએ એને પોતાની દીકરીની જેમ સાસરેથી વિદા કરી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment