પત્રકારએ સારા અલી ખાનને પૂછ્યો પ્રશ્ન, શું ખરેખર તમે ઘર છોડીને જાવ છો ??? તો જવાબ મળ્યો કઈક આવો…

13

હમણાંના દિવસોમાં બોલીવૂડમાં કોઈ એક્ટર્સની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે છે સારા અલી ખાન. સારાએ હજી સુધીમાં ખાલી ૨ ફિલ્મો જ કરી છે પરંતુ એમની પોપ્યુલારીટી કોઈ સુપર સ્ટારથી ઓછી નથી. તેણી જે રીતે પ્રશ્નોના જવાબ આપે છે, એને જોઇને લોકો એમના ફેન થઇ જાય છે.

પોતાના બોલવાના અંદાજ, હસમુખ સ્વભાવ અને ગ્લોરીયસ પર્સનાલિટીથી એ દર્શકોમાં ઘણું લોકપ્રિય થઇ જાય છે. હાલમાં જ સારાની સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઇ રહ્યો હતો જેમાં એ લગેજ લઈને પોતાના ઘરેથી બહાર જતી જોવા મળી હતી. આ ફોટાના આવવાથી એમ ચર્ચા થવા લાગી કે હવે સારા પોતાની માં અમૃતા સિંહ સાથે નહિ રહે. તેણી હવે બીજા ઘરમાં શિફ્ટ થઇ રહી છે.

સારાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક ફોટો શેર કર્યો હતો. એ ફોટામાં એ જમીન પર બેસેલ હતી. એમની બાજુમાં ડબ્બા રાખેલ હતા જેમાં ઘરનો સામાન રાખેલો દેખાય રહ્યો હતો. આ ફોટાના કેપ્શનમાં સારાએ લખ્યું હતું, ‘નવી શરૂઆત’ આના સિવાય તેણી એક ફોટામાં કારમાં સામાન રાખતી જોવા મળી હતી. આના પછી સોશિયલ મીડિયા પર એ અફવા ઉડી ગઈ એમણે પોતાનો ફ્લેટ ખરીદી લીધો અને તેણી પોતાના ઘરમાં શિફ્ટ થઇ રહી છે. આના સિવાય અમુક લોકોએ કહ્યું કે તેણી કાર્તિક આર્યન સાથે લિવ ઈનમાં રહેવા જઈ રહી છે.

હાલમાં જ સારા Nykaa Femina Beauty Awardsમાં પહોંચી હતી. આ દરમ્યાન પત્રકારોએ ઘણા પ્રશ્ન કર્યા. પોતાની માંનું ઘર મુકીને જવા પર સારાએ કહ્યું કે, ‘આ ખબર ખોટી છે, હું મારી માં સાથે રહું છું અને ખુશી ખુશી રહું છું.’

લગેજવાળા પ્રશ્ન પર સારાએ કહ્યું, ‘હું જ્યાં પણ જાવ છું પોતાની સાથે લગેજ રાખું છું.’ સારાએ કહ્યું કે એમણે જે ફોટાઓ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા એ પણ તે જ એડ કૈપેનનો ભાગ હતો. તેણીએ અહિયાં પણ કહ્યું કે તેણી હાલમાં તો પોતાની માંને નારાજ કરવા માંગતી નથી કેમકે એમને નથી લાગતું કે તે એમની વિના રહી શકશે.

સારાની ફિલ્મો ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ બંને બોક્સ ઓફિસ પર હિત સાબિત થઇ. હમણાંના દિવસોમાં સારા પાસે ઘણી બીજી મોટી ફિલ્મોની ઓફર છે. પરંતુ આનાથી વધારે ચર્ચા એમના લિંકઅપની થઇ રહી છે. સારાએ એક શોમાં કાર્તિક આર્યન સાથે ડેટ પર જવાની વાત કહી હતી. એના પછી ખબર આવી કે તેણી સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment