સારા અલી ખાનને ડેટ પર લઇ જવાનું સહેલું નથી, કાર્તિકને પૂરી કરવી પડશે સૈફની આ શરતો…

11

કરણ જોહરના શો “કોફી વિથ કારણ” માં જયારે સારા અલીખાને કાર્તિક આર્યનને ડેટ પર લઇ જવાની વાત કરી તો અફ્વાહોનું બજાર ગરમ થઇ ગયું. ત્યાર બાદ કાર્તિક આર્યને સારા ખાનની આ વાતનો જવાબ દઈને કહ્યું કે જેવો તેને ટાઇમ મળશે તે સરને ડેટ પર લઇ જશે. હાલમાંજ કાર્તિક આર્યન, કૃતિ સેનનની સાથે “કોફી વિથ કરણ” માં પહોચ્યા. અહિયા તેને આ વાતનો ખુલાસો કર્યો કે તે સેફ અલીખાનની શરતોને લીધે સરને ડેટ પર નથી લઇ જઈ શકતા.

વીતેલા રવિવારે જયારે કાર્તિક “કોફી વિથ કરણ” ના શો પર પહોચ્યા તો કરણ જોહરે તેઓને સવાલ કર્યો કે, સારા અલીએ કોફી કાઉચ પર તમને ડેટ કરવાની ઈચ્છા જાહેર કરી હતી. સારા પ્રપોજલ પછી પણ ડેટમાં આટલુ બધું મોડું શા માટે.

આના પર કાર્તિકે જવાબ આપ્યો કે, હું પૈસા કમાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેની પાછળનું કારણ સેફ સર છે. જયારે તે મારી પાસે આવ્યા તો તેને કહ્યું કે તેની પાસે પૈસા છે. રાજકુમારી છે. તેને ડેટ પર લઇ જવા માટે પૈસાની જરૂર પડશે. જયારે મારી પાસે બેંક બેલેન્સ હશે ત્યારે હું સારાને જરૂર કહીશ.

કાર્તિકના આ જવાબને સંભાળીને કરણે તેને પૂછ્યું કે જો સારાને ડેટ પર પૂછ્યું નહિ તો અનન્યા સાથે ડેટ શા માટે ? કાર્તિકે કહ્યું, મેં અનન્યા સાથે ક્યારેય ડેટિંગ માટે નથી પૂછ્યું.

આની વચ્ચે કૃતિએ કહ્યું કે આની લિસ્ટ ઘણી લાંબી છે. તે એકવાર મુવી ડેટ માટે પણ ગયા હતા. પણ જો હું નામ બતાવીશ તો તે મને મારી નાખશે. કરણ જોહરે કૃતિનું નામ પૂછ્યું તો તેને શ્રદ્ધા કપૂરનું નામ લીધું.

કારણ જોહરે કહ્યું કે, તમે મુવી જોવા શ્રદ્ધાની સાથે ગયા હતા. તમે ડીનર ડેટ પર અનન્યા પાંડેની સાથે ગયા. તદ ઉપરાંત તમે સારા અલી ખાનને મેસેજ મોકલી રહ્યા છો. કાર્તિકે ચોખ્ખુ કહ્યું કે હાલમાં તે કોઈને ડેટ નથી કરી રહ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment