“સંકટ ચૌથ” ગણેશજીની પૂજા સમયે કરી લો આ કામ, બુદ્ધિમાન જન્મશે બાળક…

59

સંકટ ચોથને તીલકુટા ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગણપતિનો આરાધનાથી ભક્તોના બધાજ કષ્ટ દુર થાય છે.

દેવોમાં પ્રથમ પૂજનીય શ્રી ગણેશજીની આરાધનાથી બધીજ મનોકામના પૂરી થાય છે. ગણેશજીને પ્રસન્ન કરવા માટે લાડુ અને મોદકનો ભોગ લગાડવો શુભ માનવામાં આવે છે. સાથેજ જે લોકો બુદ્ધિમાન અને ગુણી સંતાનની કામના કરે છે ત્યારે તેમણે ગજાનંદની આરાધના કરવી જોઈએ.

૧.) સંકટ ચોથનું વ્રત સંતાનની લાંબી આયુ માટે રાખવામાં આવે છે. તેને વક્રતુંડી ચતુર્થી અને તિલકુટા ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે.

૨.) સંકટ ચતુર્થીનું વ્રત છોકરાવો માટે રાખવામાં આવે છે. જે મહીલા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે આ વ્રત બોવજ લાભકારી સાબીત થાય છે.

૩.) જે સ્ત્રી બુદ્ધિમાન અને ગુણી સંતાન ઈચ્છે છે તેમણે આજના દિવસે સ્નાન કર્યા પછી ઉત્તર દિશાની તરફ મોં કરીને ગણેશજીનું ધ્યાન કરતા નદીમાં ઉભા રહીને સૂર્યદેવને નમન કરવું જોઈએ.

૪.) જો તમે કોઈ પવિત્ર નદીના દર્શન નથી કરી શકતા તો તમે ઘરેજ ગણેશજીનું ધ્યાન કરો. સંકટ ચોથ પર ગણપતિને કાળા તલના લાડુ ચડાવવા પણ શુભ માનવામાં આવે છે.

૫.) જો તમને સંતાન પ્રાપ્તિમાં સમસ્યા આવી રહી છે તો આજના દિવસે સાંજે ચંદ્ર દેવને જળમાં તેલ અને ગોળ નાખીને નમન કરો.

૬.) સંકટ ચતુર્થીના દિવસે લાલ કપડામાં શ્રીયંત્ર રાખીને લક્ષ્મીજીના પાસે રાખો. તેનાથી ધનની બઢોતરી થશે.

૭.) આંજે સાંજે ગણેશજી અને ચતુર્થી માતાની પૂજા કરો. આ દિવસે નિર્જળા વ્રત રાખવાવાળી સ્ત્રીઓ ચંદ્રદેવને નમન કરીને વ્રત તોડો.

૮.) ધન પ્રાપ્તિ માટે ગણેશજીને પાચ સોપારી ચડાવો. તેની પૂજા કરો, તેના પછી આ કપડાને લપેટીને પોતાની તિજોરીમાં રાખી લો.

૯.) સંકટ ચતુર્થીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરીના પાચ અથવા સાત પત્તા લગાડવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તેનાથી નજરદોષથી પણ બચાવ થશે.

૧૦.) આજના દિવસે ડાબીબાજુ સૂંઢવાળા ગણપતિની પૂજા કરો. તેમને શુદ્ધ દેસી ઘીમાં બનેલા મોદકનો ભોગ લગાવો. તેનાથી મનોકામનાની પૂર્તિ થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment