સંજય દતના પ્રેમમાં પાગલ “ટીના મુનીમ” કઈ રીતે બની અંબાણી ખાનદાનની વહુ, જાણો તેમની રીયલ સ્ટોરી…

46

80 ના દશકામાં પોતાના નામથી ડંકો વગાડવાવાળી ટીના મુનીમેં 11 ફેબ્રુઆરીએ પોતાનો 61મો જન્મ દિવસ સેલીબ્રેટ કર્યો હતો. 11 ફેબ્રુઆરી 1957 માં ટીનાનો જન્મ થયો હતો. 1975માં ‘ફેમિના ટીન પ્રિન્સેસ’નું ક્રાઉન જીતીને ટીનાએ બોલીવુડ કરિયરની શરૂઆત કરી. ત્યાર પછી અનીલ અંબાણી સાથે લગ્ન કર્યા.

દેશના સૌથી મોટા બીઝનેસમેનના દીકરા અનીલ અંબાણીનું દિલ આવી ગયું બોલીવુડ એક્ટ્રેસ ટીના મુનીમની પર, ટીના મુનીમ સંજય દતને એવો પ્રેમ કરતી હતી કે તેને દેવ આનંદની ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના પડી દીધી હતી અને સંજય દત સાથે રહેવા લાગી હતી.

સંજય દતને ડ્રગ્સની આદત હતી જેના કારણે ન ઇચ્છતા પણ ટીના સંજય દતથી દુર થઇ ગઈ. સંજય દત બાદ ટીના મુનીમની જીંદગીમાં આવ્યા રાજેશ ખન્ના પણ બંનેનો પ્રેમ લગ્ન સુધી પહોચ્યો કારણ કે મુનીમના હાથમાં કદાચ અનીલ અંબાણીની મહેંદી લાગી હતી. ટીના મુનીમ અને અનીલ અંબાણીની લવ સ્ટોરી કઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. બે અજાણ્યાઓનું મિલન, પછી પ્રેમ થવો, ઘરવાળાઓની મનાઈ અને તમામ ઉતાર ચડાવ બાદ આ પ્રેમ કહાની પોતાની મંજિલ સુધી પહોચી. એક લગ્નમાં અનીલ અંબાણીએ ટીના મુનીમને પહેલી વાર જોઈ હતી.

અનીલ ટીનાના પ્રેમ દીવાના થઇ ગયા હતા પણ તેનો પરિવાર લગ્નની વિરુદ્ધ હતો કારણ કે તેને ટીનાનું એક્ટ્રેસ થવું પસંદ ન હતું. આવામાં બંનેની વચ્ચે બ્રેક અપ થઈ ગયું. વર્ષ 1989માં અમેરિકામાં ભૂકંપ આવ્યો ત્યાર બાદ અનીલ અંબાણી અને ટીના હંમેશા માટે એકબીજાથી અલગ થઇ ગયા. હકીકતમાં અમેરિકાના લોસ એન્જલસ મોટો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન ટીના પણ ત્યાં હતી.

એવામાં અનીલ અંબાણીએ ટીના અંબાણીના નંબર શોધ્યા અને તેને ફોન કરીને તેનો હાલચાલ પૂછ્યો ત્યાર બાદ એ લોકોની વાતો ફરીથી શરુ થઇ ગઈ. આખરે અનીલ અંબાણીના જીદની આગળ પરિવારે ઘુટણ ટેકવી દીધા. અંતમાં પરિવાર લગ્ન માટે માની ગયો અને 1991માં અનીલ અંબાણી અને ટીના મુનીમના લગ્ન જોયા હતા. ટીનાએ 35થી પણ વધારે ફિલ્મ કરી છે પણ લગ્ન બાદ તેને બોલીવુડ અને ગ્લેમરસ લાઇફને છોડી દીધી હતી.

ટીના ઘણા ઈન્ટરવ્યું માં કહી ચુકી છે તેના પતિ અનિલને તેને આજ સુધી કોઈ પણ વસ્તુ લેવાની ના નથી પાડી અને એવું કઈ પણ નથી જે તેના જીવનમાં મેળવવા માગતી હોય અને ના મેળવી શકી હોય. ટીના મુનીમ અને અનીલ અંબાણીની કહાની કોઈ પરીઓની કહાનીથી ઓછી રહી નથી. જણાવી દઈએ કે ટીના અનિલના બે દીકરા છે જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment