સમુદ્રની અંદર બન્યું અનોખું મ્યૂજિયમ, સેનાના ટેંકથી લઈને હેલીકોપ્ટર સુધી બધું છે અહિયાં…

6

શું તમે ક્યારેય સમુદ્રની અંદર સેનાના ટેંક, હેલીકોપ્ટર અને જહાજ જોયા છે? કદાચ નહિ જોયા હોય, પરંતુ હવે તમારી પાસે આ બધી ચીજો જોવાની તક છે. હકીકતમાં, જોર્ડનમાં અંડરવોટર મિલ્ટ્રી મ્યૂજિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સેનાના યુદ્ધક ટેંક, સૈન્ય એમ્બ્યુલન્સ, હેલીકોપ્ટર, યુદ્ધક વિમાન, ક્રેઇન અને એન્ટી એરક્રાફ્ટ સહીત કુલ ૧૯ પ્રકારના સૈન્ય ઉપકરણ રાખવામાં આવ્યા છે.

આ અનોખું મ્યૂજિયમ અકાબા કિનારા પર લાલ સમુદ્રમાં ૨૮ મીટર એટલે કે ૯૨ ફૂટની ઊંડાઈમાં બન્યું છે. એને બનાવવામાં માત્ર સાત દિવસનો સમય લાગ્યો છે. અકાબા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઓથોરીટી અનુસાર, ટેન્કો અને જહાજોને અહિયાં લાવતા પહેલા સમુદ્રમાં રહેલ બધા પ્રકારની ખતરનાક સામગ્રીને હટાવી નાખવામાં આવી હતી.

આ અનોખા મ્યૂજિયમને બનાવવાનો ઉદેશ્ય લોકોને સમુદ્રી જીવોની સાથે સાથે સૈન્ય ધરોહરને પણ કઈક અલગ અંદાજમાં બતાવવાનો છે. અહિયાં આવીને લોકો અલગ પ્રકારના રોમાંચનો અનુભવ કરી શકે છે.

દુનિયાના આ પહેલા અંડરવોટર મિલ્ટ્રી મ્યૂજિયમ સુધી હોડી દ્વારા પહોંચી શકાય છે. જે લોકો પાણીની અંદર જવા નથી માંગતા, એ આ મ્યૂજિયમને કાચથી બનેલ હોડીઓમાં બેસીને ઉપરથી જ જોઈ શકે છે અને જે લોકો એને અંદરથી જોવા માંગે છે, એમના માટે સ્કૂબા ડ્રાયવિંગ ડ્રેસની સગવડ કરવામાં આવી છે, જેના દ્વારા લોકો સમુદ્રની અંદર જઈને સૈન્ય ઉપકરણોને જોઈ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment