આજે વાત ‘સમ્માન ફાઉન્ડેશન’ના સ્થાપક ઇરફાન આલમની..

217

એક બાજુ જ્યાં દેશમાં આધુનિકતા અને ટેકનીકલ વિકાસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યાં બીજી બાજુ શારીરિક શ્રમ આજની નવી પેઢી દ્વારા તેટલો જ સ્વિકાર્ય છે. પણ કેટલાક દુરંદેશી લોકોએ શારિરક શ્રમના કામ અને આધુનિક ટેકનીકોમાં સૂમેળ બેસાડવાનું બીડું જડપ્યુ છે. તેવી જ એક વાત છે ‘સમ્માન ફાઉન્ડેશન’ના સ્થાપક ઇરફાન આલમની.

ઇરફાન, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, તેમનો સ્વભાવ પહેલેથી જ ગરીબો પ્રત્યે થોડી કૂણી લાગણી ધરાવે છે. તેમના આ જ ગૂણે તેમને પ્રેરણા આપી છે કે તેઓ આવા ગરીબ લોક માટે એવો રોજગાર સ્ત્રોત ઉભો કરે કે તેમની આવક નિરંતર ચાલતી રહે. ભારતમાં શહેરી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનના માધ્યમમાં 30 ટકા યોગદાન રીક્ષાનું છે. તેમણે રીક્ષા ચાલકોના રોજગાર માટે એક સંગઠન બનાવવાની યોજના ઘડી.

ઇરફાને વિદેશ વેપાર અને અર્થશાસ્ત્રમાં ડિગ્રીઓ મેળવી છે, તેઓ “ક્યારેય નહીં તો ક્યારેય નહીં”ની કહેવતમાં વિશ્વાસ રાખે છે. તેઓની પારખુ નજર જોઈ શકે છે કે આ વ્યવસાયમાં વિકાસની કેટલી શક્યતાઓ રહેલી છે અને તેઓ કઈ રીતે આ રીક્ષાચાલકના રોજગારમાં મદદરૂપ બની શકે છે. તેમણે તેમની આ પહેલ પોતાના જ ક્ષેત્ર બિહારથી શરૂ કરવાનો નિર્ણય કર્યો.બિહારની ઔદ્યોગિક રાજધાની બેગુસરાઈમાં જન્મેલા ઇરફાને આ વ્યવસાયની શરૂઆત પાટનગર પટનાથી કરી. તેમણે 2007માં 300 રીક્ષા ચાલકો સાથે ખુબ જ પ્રારંભિક ધોરણે તેની શરૂઆત કરી. રીક્ષા ચાલકોની મદદ માટે તેમણે રીક્ષાને સંગીત, મેગેઝિનો, સમાચારપત્રો, પ્રથામિક ચિકિત્સા સામાન, નાશ્તા અને જાહેરાતોથી સુસજ્જ કરી. તેનાથી રીક્ષામાં બેસનારા લોકોની સફર આરામદાયક અને મનોરંજક થઈ ગઈ. તેમની આ પરિકલ્પના એક આગવી પરિકલ્પના છે જેને તેમણે “બિહાર કે રીક્ષાવાલે” ઉપનામ આપ્યું. તેમણે પોતાની આધુનિક રુપ રેખાથી રિક્ષા ચાલકોને સમર્થ બનાવ્યા. કેટલીએ મૂલ્ય સંવર્ધિત સેવાઓની સાથે-સાથે ભારતમાં પહેલીવાર પ્રી-પેડ રિક્ષાની શરૂઆત થઈ.

આ આઇડિયા તેમને ત્યારે આવ્યો જ્યારે તેઓ એક દિવસ ઉનાળામાં રીક્ષાની સફર કરી રહ્યા હતા અને તેમને ખુબ જ તરસ લાગી ત્યારે તેમણે રીક્ષાવાળા પાસે પાણી માગ્યું પણ તેની પાસે નહતું. તેમના મગજમાં ત્યારે જ આ વિચાર આવ્યો કે રીક્ષામાં પાણી અને કેટલીક ખાવાની વસ્તુઓ હોય તો તેના પ્રવાસીઓને સુવિધા રહેશે અને રીક્ષાવાળાને વધારાની આવક પણ થશે. ઇરફાનના આ પ્રયત્નને સમગ્ર વિશ્વમાં ઓળખ મળી. તેમણે પંજાબ નેશનલ બેંકમાંથી લોન લઈ ત્રણ એન્જિનયરો સાથે મળી રિક્ષાની ડિઝાઈન તૈયાર કરાવી.નાના પાયે શરૂ થયેલા આ વ્યવસાયમાં સમગ્ર દેશના 5 લાખથી પણ વધારે રીક્ષા ચાલકો ઇરફાનની સંસ્થા “સમ્માન ફાઉન્ડેશન”માં નોંધાયેલા છે. 2010માં તેમની આ ઉપલબ્ધિ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી પણ છૂપાયેલી ના રહી. ઇરફાન એ ગણ્યાગાંઠ્યા લોકોમાંના એક છે જેમની પસંદગી તે જ વર્ષના અમેરિકાના ‘વ્હાઇટ હાઉસ’ યુવાન ઉદ્યમિઓના શિખર સંમ્મેલનની બેઠકમાં થઈ હતી.

જ્યાં સુધી પોલીસે નવેન્દૂના અપહરણના મામલામાં ઇરફાનની ધરપકડ ના કરી ત્યાં સુધી બધું જ બરાબર ચાલી રહ્યું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક વેબસાઇટ નિર્માતાએ, જેણે ઇરફાન પાસેથી વેબસાઈટ નિર્માણ માટે એડવાન્સ ચૂકવણી લઈ રાખી હતી, અને તે ગુમ થઈ ગયો. નવેન્દૂને ઇરફાન સાથે વેબસાઈટને લઈને કંઈક ઝઘડો થયો હતો. તેના તરત જ બાદ, અપહરણ પામેલા નવેન્દૂના પિતાએ શાશ્ત્રીનગર વિસ્તારના એએસપી સાથે મળી ઇરફાનની ઓફિસે પહોંચી ગયા હતા. ત્યાં ઇરફાન અને તેમની સાથે કામ કરતા ગોવિંદ ઝા, યુવરાજ અને રોહિત ઉર્ફે રાજકુમારને 13 મે 2011ના રોજ નવેન્દૂના અપહરણના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારના આ મામલામાં હસ્તક્ષેપ કર્યા બાદ 14 મેના રોજ તેમને છોડી દેવામાં આવ્યા. આ ઘટના બાદ ઇરફાન પાસે રાજ્યમાંથી બહાર જતાં રહેવાનું સતત દબાણ કરવામાં આવ્યું પણ તેમણે નક્કી કર્યું છે કે તે ખરા દોષીને શોધી કાઢશે. મુશ્કેલીઓ પાર કરીને પણ ઇરફાને પોતાના મૂળિયા પકડી રાખ્યા છે. તેમણે આજ સુધીમાં ઘણા બધા પુરસ્કાર અને સમ્માન મેળવ્યા છે. તેમને બિઝનેસ વર્લ્ડનું ‘ઉદ્યમિતા પુરસ્કાર’ મળ્યું છે. ઇન્ડિયા ટુડે દ્વારા તેમને ભારતના 40 યુથ આઈકોનની યાદીમાં સ્થાન મળ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા તેમની પસંદગી ‘ઇન્ડિયાઝ બેસ્ટ 30 યૂથ’માં કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને ગાર્ડિયન પત્રિકા, લંડન અને ધી ઇકોનોમિસ્ટમાં પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ટાટા નેનેના ‘હોટેસ્ટ સ્ટાર્ટઅપ અવોર્ડ’ના નિર્ણાયક સમયમાં તેઓ હતા અને વર્લ્ડબેન્કના ઇનોવેશ અવોર્ડના વિજેતા પણ રહ્યા છે. ઇરફાનના આ પ્રોજેક્ટને સમગ્ર વિશ્વમાં કેટલીએ વિદ્યાલયોમાં શેયર
કરવામાં આવ્યો છે.

વિરોધાભાસોનો સામનો કરતા કરતાં પણ ઇરફાન પોતાના કામમાં સફળતાઓ પાર કરતા જાય છે. એક પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ પુરો કર્યા બાદ ઇરફાન આલમે ગરીબોની સેવા કરવાનો રસ્તો પસંદ કર્યો. આજે સ્થિતિ ભલે ગમે તે કરીને ઇરફાનનું મનોબળ તોડવા માગતી હોય પણ તેમનું મનોબળ ક્યારેય નહી ટૂટે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment