900 રૂપિયાની કાચની વિટી સમજીને વહેચવા ગઈ, તો મળ્યા 68 કરોડ રૂપિયા, જાણો રસપ્રદ માહિતી…

9

લગભગ ૩૦ વર્ષ પહેલા એક યુવતીને તેની માતાએ સેલમાંથી ૧૦ પાઉન્ડની એટલે કે લગભગ ૯૨૫ રૂપિયાની એક વીટી ખરીદીને ભેટ આપી હતી. પંદર વર્ષ સુધી આ વીટીને સાચવ્યા પછી એક દિવસ પૈસાની જરૂરીયાત ઉભી થતા તેમણે વિચાર્યું કે હવે આ વીટીને મારે બજારમાં વહેચીને જેટલા મળે તેટલા પાઉન્ડ રોકડા કરી લેવા જોઈએ. આમ વિચારી તે વીટીને લઈને બજારમાં એક જ્વેલરીની દુકાને ગઈ. હીરાની પરખ ઝવેરી કરે તેમ, તેમ આ જવેરીએ વીટીમાં જડેલા સાચા હીરાની કિંમત કરી. ઝવેરીએ આ યુવતીને વીટી વેચવાનું કારણ અને કેટલા પાઉન્ડમાં વેચવી છે તે વિશે પૂછ્યું. યુવતીએ વીટી વેચવાનું કારણ જણાવી ડરતા ડરતા ૧૦ પાઉન્ડની આસપાસ વેચવાનું જણાવ્યું.

આ સાંભળી ઝવેરી ચોંકી ગયો. જે વીટીમાં કાચ મઢેલા સમજી આ યુવતી ફક્ત ૧૦ પાઉન્ડમાં વીટી વેચવા માગતી હતી તે વીટીમાં કાચ નહિ પણ સાચા હીરા ડાયમંડ હતા. અને તેની આશરે કિંમત લગભગ ૭,૦૦,૦૦૦/-પાઉન્ડથી પણ વધુ થતી હતી. પણ આ ઝવેરી પ્રમાણિક હોવાથી તેમણે તે યુવતીને જણાવ્યું કે વીટીમાં જડેલા જે પદાર્થને તે કાચ સમજે છે તે કાચ નહિ પણ સાચા કીમતી હીરા ડાયમંડ છે, અને તેની વીટીની કિંમત લાખો પાઉન્ડની થાય છે.

હકીકતમાં, પશ્ચિમ લંડનમાં ટ્વિંચનમાં શહેરમાં રહેતી ડેબ્રા ગોડાર્ડા નામની યુવતીની ૫૫ વર્ષની માતા ઠગ લુટારાની છેતરપિંડીનો શિકાર બની હતી. અને ઘણા પાઉન્ડ ગુમાવી દીધા હતા. જેથી ઘરમાં નાણાની તંગી, ખેંચ ઉભી થતા આ વીટી વેચવાનો વિચાર કરી તે યુવતી ઝવેરી પાસે આવી હતી. ધ સનમાં છપાયેલ રીપોર્ટ મુજબ ડેબ્રા ગોડાર્ડાને જરા પણ અંદાજ ન હતો કે તે જે વીટીને સામાન્ય વીટી સમજે છે તે વીટી તેને માલામાલ કરી લાખોની માલિક બનાવવાની છે. ખાસ તો પ્રામાણિક ઝવેરોએ તેને કહ્યું કે તે જેને કાચ સમજે છે તે હકીકતમાં ૬.૨૭ કેરેટનો હીરો છે. ઝવેરીએ તે યુવતીને પૂછ્યું કે શું તમે જાણો છો કે તમે શું વેચી રહ્યા છો ? ત્યારે તે યુવતી દિગ્મૂઢ થઇ ગઈ હતી.

બાદમાં વિટીમાં મઢેલ હીરાની લીલામી કરવામાં આવી ત્યારે તે એક ડાયમંડની કિંમતની બોલી ૭,૪૦,૦૦૦ /- પાઉન્ડ એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે તેની કિંમત ૬૮ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. લીલામીમાં આ વીટીની સાચી કિંમત જાણ્યા બાદ ડેબ્રા ગોડાર્ડાએ તેનું લીલામ કરવાનો નિર્ણય લીધો. અને લીલામી કરતા દલાલની મદદથી તેને વેચી દિધી. આ વેચાણમાં તેને ૬૮ કરોડ રૂપિયા એટલે કે ૭,૪૦,૦૦૦ /-  પાઉન્ડ મળ્યા.૭,૪૦,૦૦૦ /-  પાઉન્ડમાંથી સરકારી ટેક્સ, દલાલની દલાલી અને પ્રામાણિક ઝવેરીને પણ આપેલ અમુક પાઉન્ડ બાદ કરતા બાકીના લગભગ ૪,૩૫,૨૯૪/- પાઉન્ડ એટલે કે ૩૯,૯૯, ૯૯, ૮૯૨/- મતલબ કે આશરે ૪૦ કરોડ રૂપિયા વધ્યા.

અત્યારે ડેબ્રા ગોડાર્ડા કેટલીય ચેરિટીના કામ સાથે જોડાયેલી હોવા સાથે ૨૦ અનાથ બાળકોને પોતાના ઘરમાં સાર સંભાળ પણ કરે છે. તે એમ માને છે કે આ પૈસા ગોડની ઈશ્વરની ભેટ છે જેથી તેને સારા કામમાં વાપરવાથી તેનું સારૂ ફળ મળે છે. જો કે અત્યારે તો તે તેને મળેલા પાઉન્ડમાંથી અમુક રકમ અનાથ બાળકો ખુબજ સારી રીતે સચવાય તેની વ્યવસ્થામાં અને બાકીના બચત ખાતામાં જમા કરીને તેમની માતા સાથે બાર્બોડાસ અને વાગેસના રજાઓ ગાળવા ગયા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment