સલમાન ખાનની “વોન્ટેડ ગર્લ”ના નવા લુકએ મચાવી દીધો હંગામો, સોશીયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વિડીયો…

26

આયશા ટાકિયા હવે બધીજ રીતે બદલાઈ ગઈ છે અને જયારે પણ સલમાન ખાનની “વોન્ટેડ” ગર્લ કોઈ નવો લુક લે છે તો પોતાના ફેંસ માટે ફોટો અને વિડીયો જરૂર મુકે છે.

આયશા ટાકિયા હવે બધીજ રીતે બદલાઈ ગઈ છે અને જયારે પણ સલમાન ખાનની “વોન્ટેડ” ગર્લ કોઈ નવો લુક લે છે તો પોતાના ફેંસ માટે ફોટો અને વિડીયો જરૂર મુકે છે. આયશા ટાકિયાનો આવો જ ક્યુટ લુક અને સ્ટાઈલીશ વિડીયો સોસીયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. આયશા ટાકિયાએ પોતાના નવા મેકઓવરના બે વિડીયો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યા છે. આયશા ટાકિયા એક વિડીયોમાં પોતાની કારમાં છે અને મ્યુજિક પર એક્સપ્રેશન દઈ રહી છે જયારે કે બીજા વિડીયોમાં આયશા ટાકિયા પોતાના લેટેસ્ટ હેયરસ્ટાઈલમાં જોવા મળે છે. આયશા ટાકિયાને વોન્ટેડ ગર્લ એટલા માટે કહેવામ આવે છે કેમ કે તે સલમાનની ફિલ્મમાં તેમની લીડ હિરોઈન બની હતી. અને બંનેની જોડી સુપરહિટ રહી હતી.

આયશા ટાકિયાએ પોતાના આ વિડીયો સાથે બહુજ દિલચસ્પ કેપ્શન લખ્યું છે: “ જુઓ અમે છોકરીઓ જયારે કંટાળીએ છીએ તો કેવી રીતે પોતાના મ્યુજિક વિડીયો સેલ્ફીથી બનાવી લઈએ છીએ.” આજ નહી, આયશા ટાકિયાએ પોતાના વાળની અલગ જ સ્ટાઈલ કરી છે અને ઘણા જ કલરફૂલ અંદાજમાં તેને બનાવ્યા છે. આયશા ટાકિયાએ તેનો વિડીયો પણ ઈંસ્ટાગ્રામ પર મુક્યો છે. છતાં પણ આ વિડીયો અને વાળને અનોખો રંગ આપવા માટે આયશાએ મોબાઈલ એપનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ વિડીયોને ૪૦૦૦૦ થી વધુ વાર જોવામાં આવ્યો છે.

આયશા ટાકિયાનો પાંચ વર્ષનો છોકરો છે, જેનું નામ મિખાઈલ આજમી છે. આયશા ટાકિયાએ સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’ માં ક્યુટ અંદાજ બતાવ્યો હતો, અને બોલીવુડથી માંડીને સાઉથ સુધી ફેમસ થઇ ગઈ હતી. ૨૦૦૯ માં આયશા ટાકિયાએ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના નેતા અબુ આજમીના દીકરા ફરહાન આજમી સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૩ માં આયશા દીકરાની માં બની. આયશા ‘ડોર’, ‘સલામ એ ઈશ્ક’, ‘ટાર્જન’ અને વોન્ટેડ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આયશાએ ૨૦૦૪ માં ‘ટાર્જન: દ વન્ડર કાર’ થી બોલીવુડમાં પગ મુક્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment