શહીદ CRPF, ASI મોહનલાલની દીકરીએ કઈક આવી રીતે કર્યું પિતાની કુરબાનીને સલામ…

33

જમ્મુ કશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના મૃતદેહ તેમના ઘરે પહોચી રહ્યા છે.

જમ્મુ કશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના મૃતદેહ તેમના ઘરે પહોચી રહ્યા છે. દેશના અલગ અલગ ભાગમાં શહીદોની જય-જયકાર સંભળાઈ રહી છે. શહીદોના અંતિમ દર્શન માટે દરેક શહેરમાં ભારે ભીડ આંસુ ભરેલી આંખોની સાથે પહોચી રહી છે. ન માત્ર જનતા પહોચી રહી છે પરંતુ જનતાના પ્રતિનિધિ પણ શહીદોના પરિવારને આશ્વાસન આપવા અને શ્રદ્ધાજલિ દેવા માટે પહોચી રહ્યા છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનમાં શહીદ સીઆરપીએફ જવાન મોહનલાલનું મૃતદેહ પહોચ્યું. પિતાનો મૃતદેહ જોઇને દીકરીએ રડવાની જગ્યાએ શાહદાતને સલામી આપવી યોગ્ય સમજ્યું. દીકરીની સલામી આપ્યાની સાથે મોહનલાલની અંતિમ યાત્રાની શરૂઆત થઇ.

દીકરીની હિંમત જોઇને ત્યાં હાજર લોકોની આંખમાંથી આંસુ નીકળી પડ્યા. બદલો લેવાના નારા સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. ત્યારેજ સીઆરપીએફમાં એએસઆઈ રહેલા મોહનલાલના પાર્થિવ શરીરને નમન કરવા માટે બીજેપી, કોગ્રેસના નેતાઓની સિવાય મોટા અધિકારીઓ પણ પહોચ્યા હતા. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ત્રિવેદી સિંહ રાવતે પણ મોહનલાલની શાહદતને સલામ આપી.

જણાવી દઈએ કે જમ્મુ તથા કશ્મીરના પુલવામા અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં તે સમયે ગુરુવારે હુમલો થયો. જયારે સીઆરપીએફનો કાફલો નીકળી રહ્યો હતો. સીઆરપીએફ કાફલા પર લગભગ ૩૫૦ કિલો IED( Improvised Explosive Devices ) નો ઉપયોગ થયો. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ હુમલાની જવાબદારી લીધી અને તેને આત્મઘાતી જણાવ્યો. હાલમાં ૪૨ જવાનો શહીદ થયાની સત્તાવાર રીતે પુષ્ટી થઇ છે. રક્ષા અધિકારીએ જાનહાનીની સંખ્યા વધશે એવી શક્યતા વ્યક્ત કરી છે. બીજી બાજુ નરેદ્ર મોદીની સાથે બીજા નેતાઓ હુમલાની ટીકા કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment