“કેસર” વજન ઓછું કરવાની સાથે આંખોનું તેજ પણ વધારે છે – જાણો રસપ્રદ ફાયદાઓ…

71

“કેસર” મકાઈના ડોડાની ઉપરના મૂછોના વાળ જેવા દેખાતા તાતણા જેવા કેસરને સૌ કોઈ જાણે છે, ઓળખે છે, પરિચિત છે. આ કેસર તેમનામાં રહેલ ઔષધીય ગુણોથી ખાસ જાણીતું છે. કેસરનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને કેસર અને તેના ઔષધીય ગુણો વિશે જણાવીએ.

૧.) વિશ્વમાં મળતા સૌથી વધારે કિમતી મસાલાઓમાં એક છે કેસર. ઔષધીય ગુણોથી ભરપૂર કેસરનો ઉપયોગ ખુબસુરતી વધારવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં કરવામાં આવે છે.

૨.) કેસરનો ઉપયોગ ઘણી બધી ખાવાની વાનગીમાં સ્વાદ વધારવા માટે થાય છે. કેસરના ઉપયોગથી તમારા સ્વાસ્થ્યને પણ અનેકગણા  લાભ થાય છે.

૩.) કેસરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ રહેલ હોય છે. જે તમારા શરીરને નુકસાન પહોચાડતું તમારા શરીરમાં રહેલ ફ્રી રેડિકલ્સને ન્યુટ્રીલાઈઝ કરીને તમારા શરીરને સુરક્ષિત રાખવામાં ખાસ મદદ કરે છે.

૪.) કેટલાક ટેસ્ટ ટ્યુબના રીસર્ચ અને અભ્યાસના તારણ મુજબ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કેસરમાં રહેલ કંપાઉંડ શરીરમાં રહેલ કેન્સરની કોશિકાઓને નષ્ટ કરી દયે છે. અથવા તો કેન્સરના ગ્રોથને અટકાવે છે.

૫.) એક અભ્યાસના તારણ મુજબ કેસરના ઉપયોગથી ભૂખ ઓછી લાગે છે. 8 સપ્તાહ સુધી ચાલેલ એક અભ્યાસ દરમ્યાન જે સ્ત્રીઓ કે મહિલાઓએ કેસરનું સેવન કર્યું તેમને ખુબજ ઓછી ભૂખ લાગી હતી. જેના કારણે તેઓએ સ્નેક્સ ઓછું ખાધું હતું. અભ્યાસના પરિણામમાં એ વાત સામે આવી કે કેસરનો ખાવામાં ઉપયોગ કરતી મહિલાઓનું   વજન કેસરનો ખાવામાં ઉપયોગ ન કરતી મહિલાઓની સરખામણીએ ખુબજ વધારે ઘટતું જોવા મળ્યું હતું. એટલે કે કેસર વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જો કે આ બાબતની વધારે ખરાઈ કરવા માટે વધુ રીસર્ચ કરવાની જરૂર છે.

૬.) એક વધુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો કેસરનું સેવન કરવામાં આવે તો યાદશક્તિ સતેજ બને છે. જાપાનમાં કેસરને કેપ્સ્યુલના રૂપમાં યાદશક્તિ વધારવા માટે તથા શરીરમાં આવેલા સોજાને ઓછો કરવા માટે ખાવામાં આવે છે.

૭.) કેસર આંખોની તકલીફમાં પણ ખુબજ ફાયદાકારક રહે છે. એક અભ્યાસમાં જોવા જાણવા મળ્યું છે કે કેસરના ઉપયોગથી આંખોની રોશનીમાં પણ વધારો થાય છે.

૮.) ટેસ્ટ ટ્યુબ અને પ્રાણીઓ પર કરવામાં આવેલ અભ્યાસ મુજબ કેસરમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટનો ગુણ બ્લડ કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરે છે. જેથી બ્લડ વેસેલ્સ આર્ટરીઝમાં બ્લોકેજ થતું નથી. જેથી હૃદયની બીમારીમાં ખુબજ લાભદાયક રહે છે.

૯.) કેસરને દુધમાં મેળવીને માથા પર લગાવવાથી શરદીમાં તાત્કાલિક રાહત મળે છે.

૧૦.) ઠંડી ઋતુમાં શરદીમાં કેસર ખુબજ ફાયદો કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment