સફળ થવા માંગો છો ? તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખો આ 5 સુત્રો…

24

કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા મહાભારતના યુધ્ધના પ્રથમ દિવસે અર્જુનને સામે પક્ષે લડનાર યોધ્ધાઓમાં સગા સંબંધીઓ ગુરુજનભાઈઓમિત્રોકાકા વગેરેને જોઇને તેમના મનમાં શંશય થયો વિશાદ થયો ખેદ થયો દુ:ખ થયું જેથી તે યુધ્ધ કરવાનું લડવાનું છોડી રથની પાછલી સીટ પર જઈ ગાંડીવ ધનુષને એક બાજુ મૂકી શાંતચિત્તેબેસી ગયો. ત્યારે તેના રથના સારથી એવા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવનનો બોધપાઠ આપવા તેના સ્વ મુખેથી જે કઈ વાત કહી તેને ભગવદ્ ગીતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવદ્ ગીતામાં કુલ18 અધ્યાય છે. તેમાં મનુષ્ય માટે જીવનમાં કોઈ પણ પ્રશ્નનો ઉત્તર તેમાંથી મળી રહે છે. જે ભગવાન શ્રી કૃષ્ણ જીવનનું પણ એક પાસું છે.

આ ભગવદ્ ગીતામાં મનુષ્યના જીવનના સારનું વર્ણન ખુબજ વિસ્તારથી કહેવામાં આવ્યું છે.ભગવદ્ ગીતાને ભગવાન શ્રી કૃષ્ણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.ભગવદ્ ગીતામાં મનુષ્યના જીવનને સફળ બનાવવા માટે સુત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલ તમામ વાતનું અધ્યયન કરીને શીખી શકાય છે. તો ચાલો આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલ અને તેમના જ સ્વ મુખે કહેલ વાતોમાંથીમનુષ્યએ જીવનમાં સફળ થવાના કેટલાક મુખ્ય સારાંશ જણાવીએ.

પહેલો મંત્ર છે જીવનમાં શાંત સ્વભાવ રાખીને કામ કરવું.

આમ જુઓ તો બાળપણમાં શ્રી કૃષ્ણ ખુબજ નટખટ સ્વભાવના હતા. પરંતુ જયારે પણ વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે તે હંમેશા શાંત રહેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને, તેઓ સારી રીતે જાણતા પણ હતા કે મામા કંસ તેને વારંવાર મારવાના પ્રયત્ન કરશે તો પણ તે શાંત રહેતા હતા. ક્યારેય ગુસ્સે થતા નહિ. પણ સમય આવ્યે કંસ મામાના દરેક પ્રહારનો મુહતોડ જવાબ આપ્યો. આ વાતથી મનુષ્યને એ શીખવા મળે છે કે મુશ્કેલ સમયમાં પણ તમારે તમારા શાંતસ્વભાવને ક્યારેય પણ છોડવો નહિ.

બીજો મંત્ર છે સાધારણ જીવન જીવવું.

ભગવાન શ્રી કૃષ્ણ ગોકુના નંદજીના અને અને જશોદાના લાડલા લાલા હતા. તેમ છતાં હંમેશાતે અંદરથી સાધારણ જીવન જીવવામાં વિશ્વાસકરતા હતા.જો કે કૃષ્ણનો ઉછેર   ગોકુળના રાજઘરાનામાં થયો હોવા છતાં તે ગોકુળના સામાન્ય બાળકો સાથે રહેતા રમતા કે આજુબાજુમાં ફરવા જતા. તેમને ક્યારેય પણ તેના શાહી રાજઘરાનાનું અભિમાન કેઘમંડ જરા પણ નહોતું. આમ આ મંત્રથી મનુષ્યને જીવનમાં એ શીખવા મળે છે કે ક્યારેય કોઇપણ બાબતનો ગર્વ ઘમંડ કે અભિમાન કરવું નહિ.

ત્રીજો મંત્ર છે જીવનમાં ક્યારેય પણ હારનો સ્વીકાર કરવો નહિ.

શ્રી કૃષ્ણ જયારે પણ ખરાબ સમય આવે ત્યારેક્યારેય નાસીપાસકે વિચલિત થતા નહિ. કે ગભરાઈને ભાગી જતા નહિ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમતથી સામનો કરતા.શ્રી કૃષ્ણનુંમાનવું એમછેકે ખરાબ સમયમાં વિવેક પૂર્વક અને બુદ્ધિથી કામ લેવું જોઈએ.આ મંત્રથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મનુષ્યને જીવનમાં એ શીખવા મળે છે કે જીવનમાંક્યારેય પણ હારનો સ્વીકાર કરવો નહી પણ અંત સુધી તેના પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. પછી ભલે પરિણામતમારાપક્ષમાં ન આવે.

ચોથો મંત્ર છે કોઇપણ સંજોગોમાં દોસ્તી મિત્રાચારી નિભાવવી.

કૃષ્ણ અને સુદામાની દોસ્તીને કોણ નથી જાણતું? આ મિત્રાચારી કે દોસ્તી ફક્ત બંનેના પ્રેમને ખાતર કે દેખાવ પૂરતી નહોતી. પણ એક બીજા પ્રત્યે આદરભાવના કારણે પ્રસિદ્ધ છે. જો કે આજના જમાનામાં વર્તમાન પરિસ્થિતિમાં દોસ્તી કે મિત્રાચારી એટલે શું ? તેનો સાચો અર્થ કોઈ નથી જાણતું. શ્રી કૃષ્ણએ હંમેશા તેમના મિત્ર સુદામા અને અર્જુનનો (દ્રૌપદીનો પણ) સાથ આપ્યો હતો. આ મંત્રથી એ શીખવા મળે છે કે, જિંદગીભર સાથ નિભાવે અને દુ:ખમાં જરૂર પડ્યે સામેથી આવીને ઉભો રહે તેવો નેકદિલ અને ખેલદિલ મિત્ર હોવો જોઈએ.

પાંચમો મંત્ર છે માતા પિતા અને વડીલોને માન સન્માન અને આદર આપો.

શ્રી કૃષ્ણને જન્મ દેવકી માતાએ આપ્યો હતો પણ તેનું લાલન પાલન પોષણ ઉછેર ગોકુળનાનંદ રાજાએ અને માતા યશોદાએ કર્યો હતો. એવું જાણવા છતાં કે તેના સાચા માતા – પિતા તેનાથી ઘણાજ દુર છે તેમ છતાં કૃષ્ણએ તેને પણ દિલથી પ્રેમ કર્યો હતો.તેમનો પણ આદર અને માન – સન્માન જાળવવામાં કોઈ કસર છોડી નહોતી. આ મંત્રથી વ્યક્તિને એ શીખવા મળે છે કે ક્યારેય પણ માતા – પિતા વડીલ કે બુઝુર્ગને અપમાનિત કરવા નહિ. તેમનો આદર કરવો સન્માન જાળવવું અને તેમની સાથે વિનય વિવેક અને નમ્રતાથી વાત કરવી.

આ છે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી જોવા જાણવા અને શીખવા લાયક તેમજ જીવનમાં ઉતારવા લાયક અને તેના દ્વારા જીવનમાં સફળ થવાના સરળ ઉપાયો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment