સાબિત કરો કે તમે છો મહેનતી અને કરોડપતિના જમાઈ બનીને મેળવો 2 કરોડ….

13

લગભગ ૨ કરોડની ઓફર

એક થાઈ મલ્ટી મિલિયનેયર ફર્મ માલિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી કરતા કહ્યું છે કે તેઓ પોતાની લગભગ ૨૨૦૫૯૪૬૮ સંપતી એ માણસને આપશે જે એની ૨૬ વર્ષની દીકરી સાથે લગ્ન કરશે. દક્ષિણી થાઈલેન્ડના ચુમ્ફોન પ્રાંતના એક સમૃદ્ધ ડૂરિયન ફળના ખેતરના સ્વામી ૫૮ વર્ષીય અનોર્ન રોડથોન્ગએ પોતાની દીકરી કરન્સિતાના ભવિષ્યની ડોર પોતાના હાથોમાં લેતા આ વિશે બસ એક સામાન્ય શરત રાખી છે. પોતાના વિચિત્ર પ્રસ્તાવમાં, એમણે કહ્યું છે કે એમની દીકરી, જે એમને પારિવારિક વ્યવસાય ચલાવામાં મદદ કરે છે, ફ્લુઈડ ઈંગ્લીશ અને ચાઇનીઝ બોલે છે અને હજુસુધી કુવારી છે, કે લગ્ન એ એવા માણસ સાથે કરશે જે એના ધંધાનો ખ્યાલ રાખે અને આને અંત સુધી આગળ વધારવામાં મદદ કરે. એના માટે તેઓ પોતાના ભાવી જમાઈને દસ મિલિયન થાઈ બાહ્ત  સાથે પોતાના વિશાળ ડ્યૂરિયન ખેતર અને કેટલાય મીલીયન પાઉન્ડની રકમ પણ આપશે.

છોકરાઓને આપવાનું હોય છે દહેજ

જો કે થાઈલેન્ડના અમુક ભાગોમાં, રીવાજ એમ કહે છે કે યુવકોને પોતાની થનાર પત્નીને દહેજ આપવું પડશે, પરંતુ રોડથોન્ગનું કહેવું છે કે તેઓ આ ‘શુલ્ક’ ને માફ કરી દેશે. આના બદલે તેઓ ખુદ પોતાના થનાર જમાઈને ૨૪૦૦૦૦ પાઉન્ડ આપવા તૈયાર છે. એમનું કહેવું છે કે આ વાત પર કોઈ પ્રતિબંધ નથી કે થનાર ‘પતિ’ ની રાષ્ટ્રીયતા શું હોવી જોઈએ જ્યાં સુધી એ ખુબ મહેનત કરે અને દીકરી કરન્સિતાને ખુશ રાખે. જો કે, તેઓ ચીની યુવકને પ્રાથમિકતા આપશે. તેઓ મેહનત સિવાય પોતાના થનાર જમાઈમાં કોઈ બીજી વિશેષતા જોવા ઈચ્છુક જ નથી, અહિયાં સુધી કે તેઓ ભણતરમાં પણ નજર નહિ રાખે. તેઓ પોતાનું ચોખ્ખું કહે છે કે હિન્દી, ઈંગ્લીશ અને ચીની ભાષાની જાણકાર દીકરી જેણે સન યૈટ સેન યૂનિવર્સિટીમાંથી ચીની ભાષામાં ડીપ્લોમા પણ કર્યું છે એના માટે સ્નાતક, શિક્ષક અથવા ડીગ્રીવાળાની એને કોઈ ઈચ્છા નથી.

ઘણા સમૃદ્ધ છે

રોડથોન્ગના બીજા પણ બાળકો છે જેમાં દીકરા પણ શામેલ છે અને એમને પારંપરિક રૂપથી ધંધાની વિરાસતમાં એમનો ભાગ મળશે પરંતુ મુખ્ય રૂપથી બધી સંપત્તિ જેવી જ યોગ્ય જમાઈ મળશે એને જ આપી દેશે. રોડથોન્ગના ડ્યૂરિયન ફાર્મ પર દરરોજ લગભગ ૫૦ ટન ફળ ઉત્પન્ન થાય છે અને આ ક્ષેત્રમાં સૌથી મોટું ફાર્મ છે. બૌદ્ધ ધર્મના સમર્થક આ ધની ફાર્મ હાઉસ માલિક સોનાનું તાબીજ પહેરવાનું પસંદ કરે છે. એમનો બિઝનેસ ત્રણ પ્રાંતોમ ચંથાબુરી, ચુમ્પોન અને યાલામાં ફેલાયેલો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

રોડથોન્ગની પોસ્ટ મુકતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ. પોતાની દીકરીના કૌમાર્યને હાઈલાઈટ કરવાનું કારણ આ ખાસ વિવાદસ્પદ પણ માનવામાં આવી રહ્યું છે અને આ પેશકશ પછી એમને ઘણી પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે. અમુક આને મજાક માની રહ્યા છે, અમુક બેકાર, અમુકનું કહેવું છે કે લગ્નનો પ્રસ્તાવ નહિ બિઝનેસ ડીલ છે અને એનાથી એમની દીકરીને ક્યારેય પણ સાચો પ્રેમ નહિ મળે. જો કે, એમની દીકરીને આમાં કઈ ખોટું નહિ લાગતું. એક રીપોર્ટ અનુસાર મિસ રોડથોન્ગનું માનવું છે કે તેણી પોતાના પિતાની પોસ્ટથી અભિભૂત થઇ ગઈ છે ખાતરી કરવામાં આવી છે કે તેણી હજ્પણ સિંગલ જ છે. જો કે, એમને સંકેત આપ્યા કે એના થનાર પ્રેમીને પતિના પૈસા લેવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે, કેમકે તેઓ ખુસ એનો ઉપયોગ કરવા માંગશે જેથી કોરિયામાં પ્લાસ્ટિક સર્જરી કરાવી શકે. એમણે જણાવ્યું કે પહેલી વખત પોતાના પિતાની પોસ્ટ વિશે ત્યારે ખબર પડી કે જ્યારે એમના મિત્રોને જણાવ્યું. તેઓ આશ્ચર્યચકિત હતી પરંતુ આનો મજેદાર પક્ષ પણ જોઈ શકે છે. તેઓ લગ્નથી પહેલા બસ એજ જોશે કે તેઓ એક મહેનતી અને સારો માણસ હોય, જે પોતાના પરિવાર સાથે પ્રેમ કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment